________________
षड्दर्शन समुझय भाग-२, श्लोक-६७, मीमांसकदर्शन
७६७
હંસ સાધુઓને જ્યારે તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યારે જ તે પરમહંસ કહેવાય છે. પરમહંસ સાધુ બ્રાહ્મણ-શુદ્રાદિ ચાર વર્ણોના ઘરોમાંથી ભિક્ષા મેળવીને ભોજન કરે છે. ઇચ્છાનુસાર ક્યારેક દંડ લે પણ છે અને ક્યારેક લેતા પણ નથી. જ્યારે તેઓ શક્તિહીન થાય છે, ત્યારે ઇશાન દિશામાં જઈને અનશન-ઉપવાસ કરી લે છે. તેમના અધ્યયનનો એક જ વિષય છે વેદાંત. તેઓ હંમેશાં બ્રહ્મના સ્વરૂપનો વિચાર કરતા રહે છે. તે ચારમાં ક્રમશઃ ફૂટીચરથી બહૂદક, બહૂદકથી હંસ, હંસથી પરમહંસ ઉત્કૃષ્ટ હોય છે. આ ચારે બ્રાહ્મણો માત્ર બ્રહ્મ-અદ્વૈતની સિદ્ધિની સાધનામાં લીન રહે છે. તેઓ બ્રહ્મ સિવાયના શબ્દ કે પદાર્થના નિરાકરણ માટે અનેક યુક્તિઓની રજુઆત કરતાં કરતાં અંતે અનિર્વચનીય રામાનુજ જ્ઞાન અને ધ્યાનની સાથે સાથે પરશરણાગતિ રૂ૫ ભક્તિને ઈશ્વર પ્રાપ્તિનું મુખ્ય સાધન માને છે.
(૩) વૈતાદ્વૈત: રામાનુજની પશ્ચાતું નિમ્બાકાચાર્યે પોતાના દૈત-અદ્વૈત અર્થાત્ ભેદભેદ સિદ્ધાંતની સ્થાપના કરી. નિમ્બકાચાર્યે બ્રહ્મસૂત્ર ઉપર ‘વેદાંત પારિજાત ભાષ્યની રચના કરેલી છે.
નિમ્બકાચાર્યના અધિકાંશ દાર્શનિકસિદ્ધાંતો તો રામાનુજને મળતા આવે છે. પરંતુ બ્રહ્મ અને જીવનો પરસ્પર શું સંબંધ છે, તેમાં મતભેદ છે. રામાનુજ બ્રહ્મા અને જીવમાં અભેદ માને છે, જ્યારે નિમ્બાર્ક કહે છે કે જીવ અને બ્રહ્મમાં એકદષ્ટિથી અભેદની સાથે બીજી દષ્ટિથી ભેદ પણ છે અને તે ભેદ પ્રત્યેક અવસ્થામાં યાવતું મુક્ત અવસ્થામાં પણ હોય છે.
ઈશ્વર પ્રત્યેક અવસ્થામાં જીવનો નિયામક છે અને તેને હંમેશાં ઈશ્વરની પ્રેરણાનુસાર ચાલવું પડે છે. વળી જીવ જે સારા-ખોટાં કર્મો કરે છે, તેનો આધાર પણ ઈશ્વરની પ્રેરણા જ છે. જીવનો ઉદ્ધાર ત્યારે થાય કે જ્યારે ઈશ્વરનો અનુગ્રહ થાય, અને તે અનુગ્રહ પ્રાપ્ત કરવાનો એકમાત્ર ઉપાય ભગવાનની શરણાગતિ છે.
(૪) વૈતસિદ્ધાંત: જ્યાં અન્ય આચાર્યો અને વિદ્વાનો વેદાંતદર્શનના અદ્વૈતસિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું છે, ત્યાં માધ્વ સંપ્રદાયવાળાઓએ (માધવાચાર્યે) તેનાથી દૈતસિદ્ધાંતની પુષ્ટિ કરી છે. તેમનું કહેવું છે કે જ્યારે ભગવાન સત્ય છે, તો તેનાથી ઉત્પન્ન થયેલ જગત કેવી રીતે મિથ્યા હોઈ શકે ?
વૈત સિદ્ધાંતની પુષ્ટિ માટે માધ્વાચાર્યો પૂર્ણપ્રજ્ઞભાષ્યની રચના કરેલ છે.
માધ્વાચાર્યના મતમાં વિષ્ણુ જ પરમતત્ત્વ છે. અને જગત સદેવ સત્ય છે. જીવ અને પરમાત્માનો ભેદ વાસ્તવિક છે. પરમાત્મા સ્વામી અને જીવ તેમનો દાસ છે. જીવ પોતાના કર્મો અનુસાર નીચ અને ઉચ્ચગતિને પ્રાપ્ત કરે છે. પોતાના શાશ્વત સુખની અનુભૂતિ કરવી તે જ મુક્તિ છે અને ત્યાં પહોંચવાનો ઉપાય ભક્તિ છે. પ્રત્યક્ષ, અનુમાન અને શાબ્દ એ ત્રણ જ પ્રમાણ છે અને વેદોમાં એકમાત્ર વિષ્ણુનું જ વિવેચન કરાય છે. આ
માધ્વાચાર્યના કથનાનુસાર જીવને કેટલીક બાબતોમાં ઈશ્વરથી ભિન્ન તથા કેટલીક બાબતોમાં સમાન માનવું તે અસંગત છે. આ પ્રકારે “માયાવાદ' નો સિદ્ધાંત પણ સર્વથા નિરાધાર છે. જગત એક નક્કર સત્ય છે. જે થઈ શકે તેમ નથી.
(૫) વલ્લભાચાર્યનો શુદ્ધાત સિદ્ધાંત: શુદ્ધાત સિદ્ધાંતની પુષ્ટિ માટે વલ્લભાચાર્યે બ્રહ્મસૂત્ર ઉપર અણુભાષ્ય રચેલ છે. શદ્વાતિસિદ્ધાંત શબ્દાર્થની દૃષ્ટિએ અતિસિદ્ધાંતનો સૌથી મોટો પ્રતિપાદક છે. શંકરાચાર્યે જ્યાં બ્રહ્મની સાથે માયનો સ્વીકાર કર્યો છે અને તેના કારણે જગતનો આવિર્ભાવ સ્વીકારેલ છે, ત્યાં વલ્લભાચાર્ય માયાનો સર્વથા અસ્વીકાર કરીને કેવલ બ્રહ્મ એક જ શુદ્ધતત્ત્વ માનેલ છે.
તે બ્રહ્મમાંથી જગત અને જીવ પ્રાદુર્ભાવ થાય છે. અને તેમાં જ લીન થઈ જાય છે. ભગવાન સચ્ચિદાનંદરૂ૫ છે. જ્યારે તેમની ઇચ્છા થાય છે, ત્યારે પોતાના ત્રણગણની સહિત ઈશ્વરના રૂપમાં પ્રગટ થાય છે. અને પોતાના ગુણોથી