________________
७७०
षड्दर्शन समुशय भाग - २, श्लोक - ६८, मीमांसकदर्शन
- તે દેવની સત્તા જ નથી, કે જેથી તેમનું વચન પ્રમાણભૂત મનાય. કહેવાનો આશય એ છે કે પહેલાં તો સર્વજ્ઞ વક્તા એવા કોઈ દેવ જ જગતમાં વિદ્યમાન નથી. તો પછી તેમના દ્વારા પ્રરૂપિત વચનો તો ક્યાંથી હોય ? અને તેથી સર્વજ્ઞ વક્તા દ્વારા પ્રરૂપિત વચનો પ્રમાણરૂપ છે કે અપ્રમાણભૂત છે - તેવી વિચારણા વિચારમાધ્યમમાં કેવી રીતે આવી શકે ? તથા સર્વજ્ઞ વક્તાના અભાવમાં ગમે તે માણસે બોલેલા વચનો પ્રમાણરૂપ પણ કેવી રીતે બને ?
આથી અનુમાન કરી શકાય છે કે કોઈપણ પુરુષવિશેષ સર્વજ્ઞ નથી. કારણકે તે મનુષ્ય છે. જેમકે શેરીમાં રખડતો કોઈ મુર્ખમાણસ.
શંકાઃ અમે પણ રસ્તામાં રખડતા માણસને સર્વજ્ઞ કહેતા નથી. પરંતુ અમે તે મહાનવ્યક્તિને સર્વજ્ઞ માનીએ છીએ, કે જેની સુર-અસુર દાસ બનીને સેવા કરે છે. તથા જેની પાસે રૈલોક્યના સામ્રાજ્યની સૂચક છત્ર, ચામર, સિંહાસન આદિ વિભૂતિઓ સર્વજ્ઞતા વિના હોઈ શકતી નથી. આથી તે અન્યથા અનુપપત્તિ = અવિનાભાવિ વિભૂતિઓના આધારથી તમે લોકો સર્વજ્ઞને કેમ માનતા નથી ?
સમાધાન : તમારી વાત યોગ્ય નથી. કારણકે માયાવિ પુરુષો દ્વારા પણ કીર્તિ, પૂજા આદિની લાલસાથી ઇન્દ્રજાલના વશથી તાદશવિભૂતિઓ પ્રગટ કરાતી હોય છે. તો શું આ બાહ્યવિભૂતિઓ માત્રથી સર્વજ્ઞની સત્તા કેવી રીતે માની શકાય ? તમારા જ આચાર્ય શ્રી સમન્તભદ્રએ કહ્યું છે કે... “દેવોનું આવવું, નભોયાન, છત્ર-ચામરાદિ વિભૂતિઓ તો માયાવિઓમાં પણ જોવા મળે છે. આથી તે વિભૂતિઓ માત્રથી તમે અમારા માટે મહાન - પૂજ્ય નથી.”
શંકા જેમ અનાદિકાલના મલિન પણ સુવર્ણને ક્ષારમૃત - પુટપાકાદિ પ્રક્રિયા દ્વારા (- તેજાબ આદિથી માટીના પાત્રમાં પકાવવા દ્વારા) શુદ્ધ કરતાં સુવર્ણ નિર્મલતાને પામે છે, એ પ્રમાણે આત્મા પણ નિરંતર જ્ઞાનાભ્યાસ તથા યોગ આદિ પ્રક્રિયાઓથી કર્મમલ રહિત થવાથી સર્વજ્ઞ કેમ ન બની શકે ? અર્થાત્ સતત જ્ઞાનાભ્યાસ આદિ પ્રક્રિયાઓથી જ્ઞાનાવરણીયકર્મ નાશ પામતાં શું કોઈ વ્યક્તિ સર્વજ્ઞ બની શકતો નથી? સર્વજ્ઞતા માટે મુખ્યતયા જ્ઞાનાવરણીય કર્મોનો નાશ જ આવશ્યક છે.
સમાધાન : તમારી તે વાત પણ ઉચિત નથી. કારણકે અભ્યાસથી પ્રાપ્ત થતી શુદ્ધિ તરતમતાવાળી હોય છે. પરંતુ અભ્યાસથી પરમપ્રકર્ષ પ્રાપ્ત થવો અસંભવિત છે. (અર્થાત્ જ્ઞાનાભ્યાસથી પૂર્વે જેટલું જ્ઞાન હતું, તેનાથી થોડું વધે. પુન: જ્ઞાનાભ્યાસથી તેનાથી પણ થોડું વધે. પરંતુ વધતું-વધતું લોકાલોકવિષયક બની જવું સંભવિત નથી. આથી અભ્યાસથી વત્તાઓછા પ્રમાણમાં ફેરફાર થાય. પરંતુ પરમપ્રકર્ષ પ્રાપ્ત ન થાય. જેમ કોઈ માણસ ઉંચે કૂદવાનો