________________
७५८
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ६७, वैशेषिक दर्शन
लिङ्गमित्यादि तत्सर्वं “अस्येदं” इति पदेन गृहीतं विज्ञेयम् । अस्य साध्यस्येदं संबन्धीति कृत्वा यद्यस्य देशकालाद्यविनाभूतं तत्तस्य लिङ्गमित्यर्थः । ततः ‘अस्येदं' इति सूत्रस्य नाव्यापकतेति । विशेषार्थिना तु न्यायकन्दली विलोकनीया । शब्दादीनां तु प्रमाणानामनुमान एवान्तर्भावात् कन्दलीकाराभिप्रायेणैतत्प्रमाणद्वितयमवोचदाचार्यः । व्योमशिवस्तु प्रत्यक्षानुमानशाब्दानि त्रीणि प्रमाणानि प्रोचिवान् । उपसंहरन्नाह “वैशेषिकमतस्य" इत्यादि । वैशेषिकमतस्यैषोऽनन्तरोक्तः संक्षेपः પરિરીતિ-થિતઃ II૬૭TI ટીકાનો ભાવાનુવાદ:
અનુમાન પ્રમાણનું સ્વરૂપ આ પ્રમાણે છે. લિંગને જોઈને અવ્યભિચારિ આદિ વિશેષણોથી યુક્ત જ્ઞાન થાય, તેને અનુમિતિ કહેવાય છે. આ અનુમિતિ પરામર્શ =
વ્યાપ્તિવિશિષ્ટપક્ષધર્મતાજ્ઞાન આદિ કારણસમુદાયથી ઉત્પન્ન થાય છે. અનુમિતિના કારક (કારણ) સમુદાયને લૈગિંકઃઅનુમાન કહેવાય છે.
આ અનુમાન અનેક પ્રકારનું છે. “આ આનો સંબંધી છે” - આ નિયત સંબંધિતાપૂર્વક થવાવાળા કાર્ય, કારણ, સંયોગી, સમાવાયી, વિરોધી આદિ અનેક પ્રકારના અનુમાન છે.
કાર્ય કારણપૂર્વકત્વેન ઉપલબ્ધ થાય છે. આથી કાર્યની ઉપલબ્ધિ કારણની ગમક બને છે. અર્થાત્ કાર્ય હંમેશાં કારણપૂર્વક જોવા મળે છે. કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. આથી કાર્યને જોઈને કારણનું અનુમાન થાય છે. અનુમાન પ્રયોગઃ આ નદીનું પૂર વૃષ્ટિનું કાર્ય છે. કારણ કે નદીનું વિશિષ્ટપૂર છે. જેમકે પૂર્વે નદીમાં આવેલું વિશિષ્ટપુર. (અર્થાત્ આ નદીનું પુર વૃષ્ટિના કારણે આવ્યું છે. કારણ કે આ વિશિષ્ટવૃષ્ટિથી થવાવાળું, લાકડાને ખેંચી લાવવા આદિથી યુક્ત નદીનું પુર છે. જેમકે પૂર્વેના વરસાદમાં આવેલું નદીનું પુર.) (ટુંકમાં જ્યાં નદીમાં પૂર આવ્યું છે, ત્યાં વરસાદ નથી. છતાં પણ પૂરરૂપ કાર્ય જોતાં ઉપરીતનવાસમાં થયેલી વૃષ્ટિનું અનુમાન થાય છે. અર્થાત્ કાર્યથી કારણનું અનુમાન થાય છે.) (૧)
કારણ પણ કાર્યનું જનક હોવાથી, કાર્યની પૂર્વે ઉપલબ્ધ થાય છે. તે ઉપલબ્ધ થતા કાર્યના લિંગ=કારણથી કાર્યનું અનુમાન થાય છે. જેમકે આકાશમાં વિશિષ્ટમેઘ=વાદળાઓની ઉન્નતિના દર્શનથી વૃષ્ટિરૂપ કાર્યનું અનુમાન થાય છે. અર્થાતું આકાશમાં કાળા-કાળા વાદળાઓના દર્શનથી વૃષ્ટિનું અનુમાન થાય છે. (૨)