________________
षड्दर्शन समुदय भाग-२, श्लोक-५८, जैनदर्शन
७२१
ग्रहणात् । तथा पूर्वोत्तरमीमांसावादिनः कथमपि देवमनङ्गीकुर्वाणा अपि सर्वेऽपि ब्रह्मविष्णुमहेश्वरादीन्देवान्पूजयन्तो ध्यायन्तो वा दृश्यन्ते । तदपि पूर्वापरविरुद्धम् इत्यादि । ટીકાનો ભાવાનુવાદ: મીમાંસકોના મતમાં આ પ્રમાણે સ્વવચનવિરોધ છે. વેદમાં એકસ્થાને “કોઈપણ પ્રાણીની હિંસા કરવી જોઈએ નહિ. ક્યારે પણ હિંસક બનવું નહિ”...આવું અહિંસકવાક્યોનું વિધાન કરીને, બીજા સ્થાને “ક્ષોત્રિય બ્રાહ્મણના આતિથ્ય માટે સાંઢ કે મોટા બકરાનો પણ ઉપયોગ કરે” આવું કથન કરાયું છે. તે કેમ પૂર્વાપરવિરોધ ન કહેવાય? એકબાજુ હિંસકવિધાનો કરવા અને બીજીબાજુ અહિંસકવિધાનો કરવા, તે પરસ્પરવિરુદ્ધ જ છે.
તે પ્રમાણે જ પ્રથમ “કોઈપણ જીવની હિંસા કરવી નહિ”-આવું કહીને પાછળથી તેમના શાસ્ત્રમાં કહ્યું કે “અશ્વમેઘયજ્ઞના મધ્યમદિનમાં ત્રણ ઓછા એવા છસો = ૫૯૭ પશુઓનો વધ કરવો જોઈએ.” “પ્રજાપતિ યજ્ઞસંબંધી સત્તર પશુઓનો વધ કરવો જોઈએ.” અને “અગ્નિષોમ યજ્ઞસંબંધી પશુનો વધ કરવો જોઈએ”.ઇત્યાદિ વચનો કહેવાયા છે. તો કેવી રીતે પૂર્વાપરવિરોધ નથી ? (૧)
આ રીતે પ્રથમ અસત્યભાષણનો નિષેધ કરીને પાછળથી “બ્રાહ્મણ માટે અસત્ય બોલવું જોઈએ-ઇત્યાદિ તથા “હે રાજન્ ! મસ્કરીમાં બોલાતું, સ્ત્રીઓના વિલાસમાં પ્રયોજાતું, વિવાહકાલે પ્રયોજાતું, કોઈ પ્રાણનો નાશ કરવા આવે ત્યારે બોલાતું અને કોઈ સમસ્તધનનું હરણ કરવા આવે ત્યારે બોલતું, આ પાંચ અસત્યો અપાતક = પાપરૂપ નથી.” આવું વેદમાં કહેવાયું છે. આ પણ પૂર્વાપરવિરોધ જ છે. (૨).
તે જ પ્રમાણે અદત્તાદાન (ચોરી)નો અનેક પ્રકારે નિષેધ કરીને પાછળથી કહેવાય છે કે – “જોકે બ્રાહ્મણ હઠથી કે છલથી બીજાનું ગ્રહણ કરે છે - ચોરી લે છે, તો પણ બ્રાહ્મણને અદત્તાદાન નથી. કારણ કે સંસારની સમસ્તસંપત્તિ બ્રાહ્મણોને અપાયેલી છે. પરંતુ બ્રાહ્મણોની નિર્બળતા હોવાથી શુદ્રો તે સંપત્તિને ભોગવે છે. તેથી પોતાની જ તે સંપત્તિનું હરણ કરતો બ્રાહ્મણ, પોતાનું જ ગ્રહણ કરે છે અને પોતાનું જ ભોગવે છે, પોતાનામાં જ રહે છે અને પોતાનું જ આપે છે.” આમ અહીં પણ વેદમાં પરસ્પરવિરોધી વચનો છે. (૩).
તે જ પ્રમાણે “અપુત્રીયાની ગતિ થતી નથી - સદ્ગતિ થતી નથી'-આવું કહીને પાછળથી કહેવાય છે કે “હજારો બ્રહ્મચારી વિપ્રકુમારો પોતાની કુલપરંપરાને ચલાવ્યા વિના પણ સ્વર્ગમાં ગયા છે” આ પ્રમાણે પરસ્પરવિરોધ છે. તથા “માંસભક્ષણમાં, મદ્યપાનમાં અને મૈથુનસેવનમાં દોષ નથી. તેમાં તો જીવોની પ્રવૃત્તિ સ્વાભાવિક જ હોય છે, છતાં પણ તે ત્રણનો ત્યાગ