________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक -६२-६३, वैशेषिक दर्शन
७३९
શંકા વ્યણુક આદિમાં રહેનારા મહત્ત્વ અને દીર્ઘત્વમાં તથા કુણુકમાં રહેનારા અણુત્વ અને હસ્તૃત્વમાં પરસ્પર શું ભેદ છે ?
સમાધાન : ‘મહતું (=મોટાઓ)માં દીર્ઘ (લાંબા)ને લઈ જવું' તથા “લાંબાઓમાં મોટાઓને લઈ જવું'-આ બે પ્રકારના ભેદ વ્યવહારમાં પ્રતીત થાય છે અને તેનાથી તે બંનેમાં પરસ્પરભેદ છે. (અહીં યાદ રાખવું કે દીર્ઘત્વ માત્ર લાંબાપણાની અપેક્ષાએ હોય છે. જ્યારે મહત્ત્વમાં લંબાઈ પહોળાઈ બંનેની વિવેક્ષા હોય છે.)
અણુત્વ અને હ્રસ્વત્વમાં પરસ્પર ભેદ શું છે? તે, તેને જોનારા યોગીઓના જ પ્રત્યક્ષનો વિષય છે. તેનું વિશેષકથન શબ્દોમાં કહેવા યોગ્ય નથી. ચણકનું પ્રત્યક્ષ યોગીઓને જ થાય છે. આથી તેમાં રહેનારા અણુત્વ અને હૃસ્વત્વનું પ્રત્યક્ષ પણ યોગીઓને જ થાય છે. તેથી તેમાં પરસ્પર શું ભેદ છે ? તે આપણે કહી શકીએ તેમ નથી. (૯)
પરસ્પરસંયુક્ત પણ દ્રવ્ય જેના કારણે “આ બંને પૃથફ છે-' આવો ભેદ સ્પષ્ટ થાય છે. તે અપોદ્ધારવ્યવહાર-ભેદ વ્યવહારનું કારણ પૃથકત્વગુણ છે. (૧૦).
“આ પર = દૂર કે જ્યેષ્ઠ છે” તથા “આ અપર = નજીક કે લઘુ છે.” આ પ્રકારના પરાપરઅભિધાન = શબ્દ પ્રયોગમાં તથા પરાપરજ્ઞાનમાં કારણભૂત ગુણ ક્રમશ: પરત્વ અને અપરત્વ છે.
પરત્વ અને અપરત્વ બંને પણ દિશાકૃત્ અને કાલકૃત્ છે. અર્થાત્ દિશા અને કાલની અપેક્ષાએ ઉત્પન્ન થાય છે.
તેમાં દિકકતુપરત્વ અને અપરત્વની ઉત્પત્તિ આ પ્રમાણે થાય છે - કોઈ એક જોનાર વ્યક્તિ જ્યારે એક જ દિશામાં બે પુરુષોને ક્રમથી ઉભા રહેલા જુએ છે. તો સમીપવર્તી પુરુષની અપેક્ષાએ દૂરવર્તીપુરુષને પર=અધિકદિશાના પ્રદેશોનો સંયોગ હોવાથી પર=દૂર સમજે છે. અર્થાત્ તે દૂરવર્તીપુરુષમાં પરત્વ ઉત્પન્ન થાય છે. તથા દૂરવર્તીની અપેક્ષાએ સમીપવર્તીપુરુષને અપર=ઓછી દિશાના પ્રદેશોનો સંયોગ હોવાથી, અપર = નજીક સમજે છે. અર્થાત્ સમીપવર્તીપુરુષમાં અપરત્વ ઉત્પન્ન થાય છે. (આથી ક્રમશઃ દૂરવર્તી અને નિકટવર્તીપદાર્થમાં પર અને અપરદિશાના પ્રદેશોના સંયોગથી પરત્વ અને અપરત્વગુણોની ઉત્પત્તિ થાય છે અને તે કારણે “આ આનાથી દૂર છે અને આ આનાથી નજીક છે” આવો દૂર-સમીપનો વ્યવહાર થાય છે.)
કાલકૃતપરત્વ અને અપરત્વની ઉત્પત્તિ આ પ્રમાણે થાય છે - જે કોઈપણ દિશા કે દેશમાં વર્તમાન (રહેલા) યુવાન અને સ્થવિરમાં યુવાનની અપેક્ષાએ ચિરકાલીનસ્થવિરમાં