________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ६५, वैशेषिक दर्शन
७४७
यदिष्यते तद्रव्यगुणकर्मस्वेव न पुनराकाशादिषु, आकाशकालदिक्षु हि वस्तुस्वरूपमेवास्तित्वं स्वीक्रियते व्यक्त्यैक्यादिकारणैः । तथा चोदयनः “व्यक्तेरभेदस्तुल्यत्वं सङ्करोऽथानवस्थितिः । रूपहानिरसंबन्धो जातिबाधकसङग्रहः ।।१ ।।" [प्रश० किरणा० पृ-३३] अस्य व्याख्या व्यक्तेरभेद एकमनेकवति सामान्यम् । आकाशे व्यक्तेरभेदान्न जातित्वम् १ । पृथिवीत्वे जातौ यदि भूमित्वमुच्यते, तदा 'तुल्यत्वम् २ । परमाणुषु जातित्वेऽङ्गीकृते पार्थिवाप्यतैजसवायवीयत्वयोगात्सङ्करः ३ । सामान्ये यदि सामान्यमङ्गीक्रियते, तदा मूलक्षितिकारिणी अनवस्थितिः ४ । विशेषेषु यदि सामान्य स्वीक्रियते, तदा विशेषस्य रूपहानिः ५ । यदि समवाये जातित्वमङ्गीक्रियते, तदा संबन्धाभावः । केन हि संबन्धेन तत्र सत्ता संबध्यते ?, समवायान्तराभावादिति ६ । परे पुनः प्राहुः-सामान्यं त्रिविधं, महासामान्यं सत्तासामान्यं सामान्यविशेषसामान्यं च । तत्र महासामान्यं षट्स्वपि पदार्थेषु पदार्थत्वबुद्धिकारि । सत्तासामान्यं त्रिपदार्थसद्बुद्धिविधायि । सामान्यविशेषसामान्यं तु द्रव्यत्वादि । अन्ये त्वाचक्षते त्रिपदार्थसत्कारी सत्ता, सामान्यं द्रव्यत्वादि, सामान्यविशेषः पृथिवीत्वादिरिति । लक्षणभेदादेतेषां सत्तादीनां द्रव्यगुणकर्मभ्यः पदार्थान्तरत्वं सिद्धम् । ટીકાનો ભાવાનુવાદ
પર અને અપરસામાન્યમાં પરસામાન્ય સત્તા છે. “આ સત્ છે, “આ સત્ છે-આ પ્રકારના અનુગતાકારકજ્ઞાનનું જે કારણ બને છે, તેને સત્તાસામાન્ય કહેવાય છે. અર્થાત્ સત્તા “આ સત્ છે, આ સત્ છે.' આ સરૂપથી અનુગતજ્ઞાનની ઉત્પત્તિમાં કારણ બને છે. તે સત્તા દ્રવ્ય, ગુણ અને કર્મ આ ત્રણ પદાર્થોમાં “સત્ સતુ' ઇત્યાકારક અનુવૃત્તિ = અનુગતજ્ઞાનનું જ કારણ બને છે. તેથી તે સામાન્ય જ છે. પરંતુ વિશેષ નથી. અર્થાત્ સત્તા માત્ર સામાન્યરૂપ જ છે, વિશેષરૂપ नथी.
હવે અપરસામાન્યને કહે છે. દ્રવ્યત્વ, ગુણત્વ, કર્મત્વ અપરસામાન્ય છે. તેમાં નવે દ્રવ્યોમાં “આ દ્રવ્ય છે. આ દ્રવ્ય છે' ઇત્યાકારક જે બુદ્ધિ થાય છે, તેમાં કારણ દ્રવ્યત્વ અપરસામાન્ય છે. આ પ્રમાણે રૂપાદિ સર્વે ગુણોમાં “આ ગુણ છે, આ ગુણ છે' ઇત્યયાકારબુદ્ધિને કરનાર ગુણત્વ અપરસામાન્ય છે. પાંચે કર્મોમાં “આ કર્મ છે, આ કર્મ છે' ઇત્યાકારકબુદ્ધિમાં કારણ કર્મત્વ અપર સામાન્ય છે. १. 'तुल्यत्वम् तुल्यत्वात् न जातित्वम्' इत्यधिकम् क्वचित् ।