________________
षड्दर्शन समुद्यय भाग-२, श्लोक-६५, वैशेषिक दर्शन
७५१
પ્રમજ્ઞાનં દ મતિ, તેઝન્યા વિશેષા રૂત્તિ” | કરા-ભા.કૃ.9૬૮ સત્યે તુ 'नित्यद्रव्यवृत्तयोऽन्त्या विशेषाः' इति सूत्रमेवं व्याचक्षते । नित्यद्रव्येष्वेव वृत्तिरेव येषामिति सावधारणं वाक्यमेतत् । नित्यद्रव्यवृत्तय इति पदमन्त्यपदस्य विवरणमेतत्, तथा चोक्तम्-नित्यद्रव्याण्युत्पत्तिविनाशयोरन्ते व्यवस्थित्वादन्तशब्दवाच्यानि तेषु भवास्तवृत्तयो विशेषा Aअन्त्या [ ] इत्याख्यायन्त इति । अमी चात्यन्तव्यावृत्तिहेतवो द्रव्यादिभ्यो वैलक्षण्यात्पदार्थान्तरम् ।।६५।। ટીકાનો ભાવાનુવાદ: શ્લોકમાં ૧૩૫થ' શબ્દ આનન્તર્ય અર્થમાં છે. થ = તેની પછી. વિશેષપદાર્થ નિશ્ચયથી = તાત્વિકદૃષ્ટિથી જ કહેવાયેલ છે. નહિ કે ઘટ, પટ, કટ આદિની જેમ વ્યાવહારિકદષ્ટિથી. શ્લોકમાં ‘તુ છે. તેનાથી સૂચન થાય છે કે આ વિશેષપદાર્થ અત્યંત વ્યાવૃત્તબુદ્ધિ કરાવવામાં કારણ હોવાથી પૂર્વે નજીકમાં કહેલા સામાન્યપદાર્થથી અત્યંતવિલક્ષણ છે. જે કારણથી વિશેષપદાર્થનું નિરૂપણ તાત્ત્વિકદૃષ્ટિએ કર્યું છે, તે કારણથી જ તે વિશેષપદાર્થ નિત્યદ્રવ્યોમાં રહેવાવાળો તથા અન્ય છે. ઉત્પાદ અને વિનાશથી રહિત પરમાણુ, આકાશ, કાલ, દિશા, આત્મા અને મનમાં આ વિશેષપદાર્થની વૃત્તિ છે.
સંસારના વિનાશ = પ્રલય અને સંસારના આરંભમાં પરમાણુઓ જ જોવા મળે છે. તેથી તેને અત્ત કહેવાય છે. તથા મુક્ત આત્માઓ તથા મુક્તાત્માઓના મને પણ સંસારનો અંત કર્યો છે, તેથી તે પણ અત્ત કહેવાય છે.
અન્ત = અંતિમવસ્તુઓમાં રહેવાવાળા અન્ય કહેવાય છે. અન્ત = અંતિમ અવસ્થામાં પ્રાપ્ત પરમાણુ આદિમાં વિશેષપદાર્થ સ્પષ્ટતયા પ્રતીત થાય છે તથા તે વિશેષપદાર્થ સર્વે પરમાણુ આદિ નિત્યદ્રવ્યોમાં રહે છે. આથી જ વિશેષના લક્ષણમાં “નિત્યદ્રવ્યવૃત્તિ” અને “અન્ય આ બે પદોને ગ્રહણ કર્યા છે. પ્રત્યેક નિત્યદ્રવ્યમાં એક–એક જ વિશેષપદાર્થ રહે છે, અનેક નહિ.
જ્યારે એક જ વિશેષથી તે નિત્યદ્રવ્યની અન્ય પદાર્થોથી વ્યાવૃત્તિ થઈ જતી હોય તો અનેક વિશેષની કલ્પના નિરર્થક છે. (સર્વનિત્ય દ્રવ્યોમાં એક એક વિશેષ હોવાથી કુલવિશેષો અનંત છે. સર્વનિત્ય દ્રવ્યોને આશ્રયિને વિશેષો ઘણા હોવા છતાં પણ એકવચનનો પ્રયોગ જાતિની = સંગ્રહની અપેક્ષાએ કર્યો છે. [કહેવાનો આશય એ છે કે સંસારનો પ્રલય થયા બાદ તથા સંસારના પ્રારંભમાં સર્વત્ર પરમાણુ પરમાણુ જ જોવા મળે છે. આથી તેને “અન્ત” કહેવાય છે. આ રીતે A.. “उत्पादविनाशयोरन्तेऽवसाने भवन्तीत्यन्त्या नित्यद्रव्याणि तेषु भवन्तीत्यन्त्या विशेषा इति वृत्तिकृतः ।” वैशे० उप०
૧/૨/૬/