________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक-६७, वैशेषिक दर्शन
७५५
પ્રમાણનું સામાન્યલક્ષણ છે. અર્થાત્ આ સામગ્રીથી ઉત્પન્ન થવાવાળી યથોક્તવિશેષણથી વિશિષ્ટ નિર્દોષ અર્થોપલબ્ધિ જ પ્રમાણનું સામાન્યલક્ષણ છે. આ યથોક્તવિશેષણથી વિશિષ્ટ અર્થોપલબ્ધિ પોતાની કારણભૂત સામગ્રીને પ્રમાણાભાસથી વ્યાવૃત્ત કરાવે છે. તથા આ સામાન્ય અર્થોપલબ્ધિ જ ઇન્દ્રિયજત્વ અને લિંગજત્વવિશેષણથી વિશેષિત થઈને પ્રત્યક્ષ અને અનુમાનરૂપપ્રમાણનું વિશેષલક્ષણ બને છે. અર્થાત્ આ સામાન્ય અર્થોપલબ્ધિ જ્યારે ઇન્દ્રિયોથી ઉત્પન્ન થાય છે, ત્યારે તે પ્રત્યક્ષ કહેવાય છે અને આ જ અર્થોપલબ્ધિ જ્યારે લિંગથી ઉત્પન્ન થાય છે, ત્યારે અનુમાન કહેવાય છે.
अथ प्रमाणसङख्यां प्राह । હવે પ્રમાણની સંખ્યા કહે છે.
प्रमाणं च द्विधामीषां प्रत्यक्षं लैङ्गिकं तथा ।
वैशेषिकमतस्यैष संक्षेपः परिकीर्तितः ।।६७ ।। શ્લોકાર્થ વૈશેષિક લોકો પ્રત્યક્ષ અને અનુમન બે પ્રમાણ માને છે. આ પ્રમાણે વૈશેષિકમતનું સંક્ષેપથી નિરૂપણ કરાયું. કથા
व्याख्या-अमीषां-वैशेषिकाणां प्रमाणं द्विधा-द्विविधम् । चः पुनरर्थे । कथमित्याह "प्रत्यक्षं” । तथेति समुञ्चये । लिङ्गाज्जातं लैङ्गिकं च तत्र प्रत्यक्षं द्वेधा, ऐन्द्रियं योगजं च । ऐन्द्रियं घ्राणरसनचक्षुस्त्वक्श्रोत्रमनःसन्निकर्षजमस्मदादीनां प्रत्यक्षम् । तद्वेधा, निर्विकल्पकं सविकल्पकं च । तत्र वस्तुस्वरूपालोचनमानं निर्विकल्पकम्, तञ्च न सामान्यमात्रं गृह्णाति भेदस्यापि प्रतिभासनात्, नापि स्वलक्षणमात्रं सामान्याकारस्यापि संवेदनात्, व्यक्तयन्तरदर्शने प्रतिसंधानाच, किंतु सामान्यं विशेषं चोभयमपि गृह्णाति । (यदि) परमिदं सामान्यमयं विशेष इत्येवं विविच्य न प्रत्येति, सामान्यविशेषसंबन्धिनोरनुवृत्तिव्यावृत्तिधर्मयोरग्रहणात् । सविकल्पकं तु सामान्यविशेषरुपतां विविच्य प्रत्येति वस्त्वन्तरैः सममनुवृत्तिव्यावृत्तिधर्मी प्रतिपद्यमानस्यात्मन इन्द्रियद्वारेण तथाभूतप्रती-त्युपपत्तेः । ..
योगजमपि प्रत्यक्षं द्वेधा, युक्तानां प्रत्यक्षं वियुक्तानां च । तत्र युक्तानां समाधिमैकाग्र्यमाश्रितानां योगजधर्मबलादन्तःकरणे शरीराबहिर्निर्गत्यातीन्द्रियार्थः समं संयुक्ते सति १. भ्यासासेवितधर्मा ।