________________
७५२
षड्दर्शन समुश्चय भाग- २, श्लोक-६५, वैशेषिक दर्शन
મુક્તજીવોના આત્માઓ તથા મુક્તજીવોના મન પણ સંસારનો અંત કરી ચૂક્યા હોવાથી “અન્ત' કહેવાય છે. આ સર્વે પણ અન્ત = અંતિમ ચીજોમાં વિશેષપદાર્થ વ્યાવૃત્તબુદ્ધિ કરાવે છે. તેમાં તેનું રહેવું છે. - આથી તે “અન્ય' કહેવાય છે. આ અંતિમ અવસ્થામાં મળતા પરમાણુ આદિમાં વિશેષપદાર્થનું કાર્ય સ્પષ્ટતયા માલૂમ પડે છે. કારણકે તે સર્વે પરમાણુ આદિ તુલ્યગુણ, તુલ્યક્રિયા તથા તુલ્યઆકૃતિ આદિવાળા છે. આથી તેમાં અન્યનિમિત્તોથી વ્યાવૃત્તબુદ્ધિ થઈ શકતી નથી. તે કારણે” તેમા વિશેષપદાર્થ જ વ્યાવૃત્તબુદ્ધિ કરાવે છે અને યોગીઓને વિશેષપદાર્થ તેઓમાં સ્પષ્ટ દેખાય જ છે. આ વિશેષપદાર્થ સર્વે પરમાણુ આદિ નિત્યદ્રવ્યોમાં રહે છે. અન્ત = અંતિમ ચીજોમાં વિશેષનો ફુટતરપ્રતિભાસ થાય છે. આથી લક્ષણમાં નિત્યદ્રવ્યવૃત્તિ” અને “અન્ય' બંને વિશેષણો આપ્યા છે. શેષ ઉપર પ્રમાણે.]
તથા પ્રશસ્તપાદભાષ્યકારે કહ્યું છે કે... “વિશેષ અન્ત = અંતિમ અવસ્થા પ્રાપ્ત દ્રવ્યોમાં રહેવાના કારણે અન્ય છે. પોતાના આશ્રયભૂતદ્રવ્યનો વિશેષક = ભેદક હોવાથી વિશેષ છે. અર્થાતુ પોતાના આશ્રયભૂતદ્રવ્યને અન્યથી વ્યાવૃત્તિ કરાવે છે. તેથી વિશેષ = ભેદક હોવાથી વિશેષ છે. અર્થાતુ પોતાના આશ્રયભૂતદ્રવ્યનો વિશેષક = ભેદક હોવાથી વિશેષ છે. અર્થાત્ પોતાના આશ્રયભૂતદ્રવ્યને અન્યથી વ્યાવૃત્તિ કરાવે છે. તેથી વિશેષ = ભેદક છે. તે વિનાશ અને આરંભરહિત પરમાણુ, આકાશ, કાલ, દિશા, આત્મા અને મને આ નિત્યદ્રવ્યોમાં પ્રત્યેકમાં એક એક કરીને રહે છે. તથા અત્યંત વ્યાવૃત્તબુદ્ધિ કરાવવામાં કારણ થાય છે. જેમ આપણ લોકોને ગાય આદિમાં અશ્વાદિથી જાતિ, આકૃતિ, ગુણ, ક્રિયા, વિશિષ્ટઅવયવ, ઘડામાં ઘંટ આદિના સંયોગ આદિથી વિલક્ષણબુદ્ધિ થાય છે કે આ ગાય છે, સફેદ છે, શીધ્રગતિ વાળી છે, પુષ્ટસ્કન્ધવાળી છે, ઘડામાં મોટો ઘંટ છે. - આ જ રીતે આપણા લોકોથી વિશિષ્ટ જ્ઞાનવાળા યોગીઓને સમાનઆકૃતિ, સમાનગુણ તથા સમાનક્રિયાવાળા નિત્ય પરમાણુઓમાં, મુક્તાત્માઓમાં તથા મુક્તાત્માઓના મનોમાં અન્યજાતિ આદિ વ્યાવર્તક નિમિત્તથી પરમાણુ આદિમાં “આ વિલક્ષણ છે આ વિલક્ષણ છે; આ વિલક્ષણ = વ્યાવૃત્તબુદ્ધિ થાય છે. તેને અન્ય વિશેષ કહેવાય છે તથા આ વિશેષપદાર્થના કારણે દેશ-કાલથી “તે જ આ પરમાણુ છે.” આવું પ્રત્યભિજ્ઞાન (નિબંધરૂપે) થાય છે.
અન્યવ્યાખ્યાકાર વિશેષના લક્ષણમાં આ સૂત્ર કહે છે - “નિત્યદ્રવ્યવૃત્તયોગન્યા વિશેષા:' - નિત્યદ્રવ્યમાં રહેવાવાળું અન્ય વિશેષ છે.
સર્વે વાક્યો સાવધારણ હોય છે' - આ ન્યાયથી નિત્યદ્રવ્યોમાં જ જેઓની વૃત્તિ છે જ, તે વિશેષ કહેવાય છે. આ રીતે સૂત્રનો અર્થ થશે. સૂત્રમાં નિત્યદ્રવ્યવૃત્તિ:' ને અત્ત્વપદનું વિવરણ માનીને આ પ્રમાણે અર્થ કહ્યો છે. તથા કહ્યું છે કે... “નિત્યદ્રવ્યો ઉત્પત્તિ અને વિનાશથી