________________
षड्दर्शन समुशय भाग - २, श्लोक - ६५, वैशेषिक दर्शन
७४९
પરમાણુત્વને જાતિ માનવાથી તેનો પૃથ્વીત્વ, જલત્વ, અગ્નિત્વ અને વાયુત્વ આ સર્વેની સાથે (ઉપર જણાવ્યા મુજબ) સાંકર્ય હોય છે. આથી પરમાણુત્વ જાતિ નથી. (માત્ર એક ધર્મવિશેષ છે.)
(૪) અનવસ્થા સામન્ય (જાતિ)માં જ જાતિ માનવામાં ભૂલનો ક્ષય કરનારો અનવસ્થાદોષ આવે છે. (અકાલ્પનિકકલ્પનાઓની ક્યાંય પણ વિશ્રાંતિ ન થવી તે અનવસ્થાદોષ છે. માની લો કે જગતમાં ઘટત્વ, પટવ, કટવ આદિ ત્રણ જાતિઓ જ છે. આ ત્રણેના વિશે “આ જાતિ, આ જાતિ, આ જાતિ' ઇત્યાકારક અનુગતપ્રતીતિ તો થાય જ છે. આથી આ ત્રણે માં રહેલી હોય તેવી એક ' જાતિ માનવી પડશે. હવે જગતમાં ચાર જાતિ થઈ. તે ચારેમાં પણ “આ જાતિ, આ જાતિ' એ પ્રમાણે અનુગતાકારકબુદ્ધિ થાય છે. તેથી તે ચારમાં રહેનારી “વ” જાતિ માનવી પડશે. આ રીતે કુલ પાંચ જાતિઓ થઈ. તે પણ બધામાં સમાનાકારકબુદ્ધિ તો થાય જ છે. તેથી આગળ તેમાં રહેનારી નવી છઠ્ઠી જાતિ માનવી પડશે... આ રીતે કલ્પનાઓનો અંત જ નહિ આવે. અનવસ્થા ચાલશે. આ અનવસ્થા નામના જાતિબાધકના કારણે સામાન્ય (જાતિ)માં જાતિ મનાતી નથી.)
આ અનવસ્થા મૂલતઃ સામાન્યપદાર્થનો જ લોપ કરી નાખે છે. આથી તેને મૂલતિકારિ કહેવાય છે.
(૫) રૂપહાનિ : જો વિશેષમાં જાતિ માનીએ, તો વિશેષના સ્વરૂપની હાનિ થશે. (જેમાં જાતિ માનવાથી તે પદાર્થના સ્વરૂપની હાનિ થઈ જતી હોય, તો તે ધર્મ જાતિ ન બની શકે. તેથી જો વિશેષપદાર્થમાં પણ જાતિ માનશો, તે પણ સ્વત: વ્યાવૃત્ત થઈ શકશે નહિ. પરંતુ જાતિના દ્વારા વ્યાવૃત્ત થશે. તેનાથી વિશેષના સ્વત: વ્યાવર્તક સ્વરૂપની હાનિ થઈ જશે. તેથી વિશેષપદાર્થમાં જાતિ મનાતી નથી.)
(ક) અસંબંધ = સંબંધાભાવઃ જો સમવાયમાં જાતિ માનશો તો સંબંધાભાવ નામનું દૂષણ આવશે. (સત્તા અન્યપદાર્થોમાં સમવાય સંબંધથી રહે છે.) તો સત્તા કયા સંબંધથી સમવાયમાં રહેશે ? કારણ કે બીજા સમવાયનો અભાવ છે. સમવાય તો એક જ છે. (આ રીતે દ્રવ્યાદિ ત્રણ પદાર્થોમાં પણ સત્તા સમવાય સંબંધથી રહે છે. બાકીના સામાન્યાદિ પદાર્થો સ્વરૂપસતુ છે.) આથી બીજા સમવાયનો અભાવ હોવાથી અર્થાત્ સમવાય એક જ હોવાથી સંબંધાભાવના કારણે સમવાયમાં જાતિ મનાતી નથી.
બીજા કોઈ આચાર્ય ત્રણપ્રકારના સામાન્ય કહે છે. (૧) મહાસામાન્ય, (૨) સત્તા સામાન્ય, (૩) સામાન્ય-વિશેષસામાન્ય. તેમાં મહાસામાન્ય છએ પણ પદાર્થોમાં રહે છે. તથા તેમાં “પદાર્થ પદાર્થ' ઇત્યાકારક