________________
७४४
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ६२-६३, वैशेषिक दर्शन
ગુરુત્વ = ભારેપણું, પાણી અને પૃથ્વીની પતનક્રિયાનું કારણ છે. અર્થાત્ ગુરુત્વ પાણી અને પૃથ્વીને નીચે પડવામાં કારણ થાય છે. તે અપ્રત્યક્ષ = અતીન્દ્રિય છે. જે રીતે પાણી આદિ પરમાણુઓના રૂપાદિ નિત્ય તથા કાર્યદ્રવ્ય અનિત્ય છે. તે રીતે ગુરુત્વ પણ પરમાણુઓમાં નિત્ય અને કાર્યદ્રવ્યમાં અનિત્ય છે. (૨૩).
સ્પન્દન = વહેવામાં કારણભૂત ગુણ દ્રવત્વ છે. તે દ્રવત્વ પૃથ્વી, પાણી અને અગ્નિમાં રહે છે. દ્રવત્ બે પ્રકારનું છે. (૧) સાહજિક અને (૨) નૈમિત્તિક. પાણીમાં સાહજિક દ્રવત્વ છે. પરંતુ પૃથ્વી અને અગ્નિમાં અગ્નિના સંયોગથી ઉત્પન્ન થયેલું નૈમિત્તિકદ્રવત્વ છે. જેમ કે ઘી, સુવર્ણ તથા સીસા વગેરેમાં અગ્નિસંયોગથી દ્રવત્વ ઉત્પન્ન થાય છે. (૨૪)
પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને મન આ મૂર્તદ્રવ્યોમાં પ્રયત્ન અને અભિવાતવિશેષથી ક્રિયા થાય છે તથા ક્રિયાથી વેગ ઉત્પન્ન થાય છે.
આ વેગ ૫) નિયતદિશામાં ક્રિયા કરવામાં = ગતિ કરવામાં કારણ બને છે. અર્થાત્ વેગના કારણે ફેંકવામાં આવેલો પથ્થર નિયતદિશામાં જ જાય છે. બીજી-બીજીદિશામાં જતો નથી. તથા તે સ્પર્શવાળા પૃથ્વી આદિ મૂર્તપદાર્થોના સંયોગનો વિરોધી છે. અર્થાત્ સ્પર્શવાળા પૃથ્વી આદિ મૂર્તપદાર્થોથી ટકરાવાના કારણે વેગ રોકાઈને નષ્ટ થઈ જાય છે.
શરીર આદિના પ્રયત્નથી ઉત્પન્ન થનારી ક્રિયાથી બાણમાં ક્રિયા અને વેગ ઉત્પન્ન થાય છે. આ વેગના કારણે બાણ વચ્ચે પડી જતું નથી. અને તે બાણ નિયતદિશામાં ક્રિયા કરે છે અને તેનો નિયતલક્ષ્યની સાથે જ સંબંધ થાય છે. તેનાથી વેગની સત્તા સિદ્ધ થાય છે. પથ્થર આદિના અભિઘાતથી વૃક્ષોની શાખામાં ક્રિયા થઈને વેગ ઉત્પન્ન થાય છે.
કોઈક (આચાર્ય સંસ્કારના ત્રણ પ્રકાર કહે છે. વેગ, ભાવના અને સ્થિતિસ્થાપક; તેમના મતે વેગ સંસ્કારનો જ ભેદ છે. સ્વતંત્રગુણ નથી. તેથી તેઓના મતમાં ચોવીસ જ ગુણ છે. શૌર્ય, ઔદાર્ય, કારુણ્ય, દાક્ષિણ્ય, ઉન્નતિ આદિ ગુણોનો, આ પ્રયત્ન, બુદ્ધિ આદિ ગુણોમાં જ સમાવેશ થઈ જતો હોવાથી ચોવીસથી અધિક ગુણો નથી.
સ્પર્શ આદિ સર્વે ગુણોમાં ગુણત્વનો અભિસંબંધ = સમવાય છે. તે સ્પર્શદિ સર્વે ગુણો દ્રવ્યાશ્રિત છે. નિષ્ક્રિય તથા નિર્ગુણ છે.
સ્પર્શ, રસ, ગંધ, રૂપ, પરત્વ, અપરત્વ, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ અને વેગ આ ગુણો મૂર્તદ્રવ્યોના છે.
9, “વે મૂર્તિમ7 પચj..” પ્રશ. મા: પૃ. ૧૩૬ / २. प्रशस्तपादभाष्यकाराः