________________
षड्दर्शन समुश्चय भाग- २, श्लोक -६२-६३, वैशेषिक दर्शन
७३७
સંખ્યાનો પણ નાશ થાય છે. વળી દ્વિવાદિસંખ્યાઓ રૂપાદિ ની જેમ ઘટ જ્યાં સુધી ટકે ત્યાં સુધી રહેતી નથી. તે તો જે વ્યક્તિ દેખે છે, તેની અપેક્ષાબુદ્ધિથી ઉત્પન્ન થઈને અપેક્ષાબુદ્ધિના નાશથી નાશ પામે છે. જે બે પાણીના પરપોટામાં કોઈક વ્યક્તિને અપેક્ષાબુદ્ધિથી દ્વિત્વસંખ્યા ઉત્પન્ન થઈ હતી. તે પરપોટાની બીજી ક્ષણે નાશ થતાં, દ્વિત્વસંખ્યા પણ આધારભૂતદ્રવ્યના નાશથી નાશ પામે છે.)
પ્રાપ્તિપૂર્વિકા અપ્રાપ્તિ વિભાગ કહેવાય છે. અર્થાત્ જે પૂર્વે સંયુક્ત હોય અને પછીથી છુટા પડી જવું-અલગ થઈ જવું, તે વિભાગ કહેવાય છે.
અપ્રાપ્તિપૂર્વિકા પ્રાપ્તિ સંયોગ કહેવાય છે. અર્થાત્ જે પૂર્વે અલગ-અલગ હતા, તેનું મિલન થવું તે સંયોગ કહેવાય છે. આ વિભાગ અને સંયોગ પદાર્થોમાં ક્રમશઃ “વિભક્ત=અલગ-અલગ હોવું” અને “સંયુક્ત = ભેગા હોવુંઆ પ્રત્યય વ્યવહારનો હેતુ છે.
બેમાંથી એક પદાર્થમાં ક્રિયા થવાથી કે બંને પદાર્થોમાં ક્રિયા થવાથી વિભાગ અને સંયોગ થાય છે. (અર્થાત્ જે બે પદાર્થોનો વિભાગ કે સંયોગ થવાનો હોય, તેમાં ક્યારેક બેમાંથી એક પદાર્થમાં જ ક્રિયા થાય છે. અને ક્યારેક બંને પદાર્થમાં ક્રિયા થાય છે. જેમકે પંખીનું ઉડીને વૃક્ષની શાખા ઉપર બેસવું અને ઉડી જવું. અહીં પંખીનો વૃક્ષની સાથેનો સંયોગ અને તે બંનેનો વિભાગ થયો, તેમાં ક્રિયા માત્ર પંખીમાં જ છે. જ્યારે બે કુસ્તીબાજો કુસ્તી કરે, ત્યારે સંયોગ અને વિભાગ થાય છે. તેમાં બંનેમાં ક્રિયા હોય છે. આમ સંયોગ અને વિભાગ બે પદાર્થોમાં થતી ક્રિયાથી કે એક પદાર્થની ક્રિયાથી ઉત્પન્ન થાય છે.) (૭-૮).
परिमाणव्यवहारकारणं परिमाणम् । तचतुर्विधं, महदणु दीर्घं ह्रस्वं च । तत्र महद्विविधं, नित्यमनित्यं च । नित्यमाकाशकालदिगात्मसु परममहत्त्वम् । अनित्यं झ्यणुकादिषु द्रव्येषु । अण्वपि नित्यानित्यभेदाद्विविधम् । परमाणुमनःसु पारिमाण्डल्यलक्षणं नित्यम् । अनित्यं व्यणुक एव । बदरामलकबिल्वादिषु बिल्वामलकबदरादिषु च क्रमेण यथोत्तरं महत्त्वस्याणुत्वस्य च व्यवहारो विभक्तोऽवसेयः, आमलकादिषूभयस्यापि व्यवहारात् । एवमिक्षौ समिद्वंशाद्यपेक्षया हूस्वत्वदीर्घत्वयोर्भाक्तत्वं ज्ञेयम् । ननु महद्दीर्घयोस्त्र्यणुकादिषु वर्तमानयोद्यणुके चाणुत्वहस्वत्वयोः को विशेषः ? महत्सु दीर्घमानीयतां दीर्थेषु महदानीयतामिति व्यवहारभेदप्रतीतेरस्ति तयोः परस्परतो भेदः । अणुत्वहस्वत्वयोस्तु विशेषो योगिनां तद्वर्शिनामध्यक्ष एव ९ । संयुक्तमपि द्रव्यं यद्वशादत्रेदं पृथगित्यपोध्रियते, तदपोद्धारव्यवहारकारणं पृथक्त्वम् १० । इदं परमिदमपरमिति