________________
७३६
षड्दर्शन समुशय भाग-२, श्लोक - ६२-६३, वैशेषिक दर्शन
આ પ્રમાણે છે - ગુણ હોવાની સાથે જે સ્પર્શેન્દ્રિયાદિથી ગ્રાહ્ય હોય તે સ્પર્ધાદિ કહેવાય. અર્થાત્ સ્પર્શેન્દ્રિયથી ગ્રાહ્ય જે ગુણ હોય તે સ્પર્શ, રસેન્દ્રિયથી ગ્રાહ્ય જે ગુણ હોય તે રસ, ધ્રાણેન્દ્રિયથી ગ્રાહ્ય જે ગુણ હોય તે ગંધ. ચક્ષુથી ગ્રાહ્ય જે ગુણ હોય તે રૂપ. શ્રોત્રેન્દ્રિયથી ગ્રાહ્ય જે ગુણ હોય તે શબ્દ. (જો કે રૂપ– આદિ પણ તે તે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય હોવા છતાં પણ તે ગુણ નથી. તેથી તેમાં લક્ષણ અતિવ્યાપ્ત બનતું નથી. જે ઇન્દ્રિયથી જે પદાર્થ ગ્રહણ થાય છે, તે જ ઇન્દ્રિયથી તેની જાતિ અને તેનો અભાવ ગ્રહણ થાય છે, આવો નિયમ છે. આથી રસેન્દ્રિયથી રસની જેમ રસત્વ ગ્રહણ થાય છે, છતાં પણ રસત્વ ગુણ ન હોવાથી તેમાં લક્ષણ જતું નથી. અર્થાત્ “ગુણ' વિશેષણ મૂકવાથી રસવાદિમાં લક્ષણ અતિવ્યાપ્ત બનતું નથી. રસત્વ જાતિ છે.) (૪).
શબ્દ શ્રોત્રેન્દ્રિયથી ગ્રાહ્ય છે. આકાશમાં રહે છે અને ક્ષણિક છે. શ્રોત્રેન્દ્રિય આકાશસ્વરૂપ છે.
શંકા આકાશ તો નિરવયવ છે. તેથી આ અમારું શ્રોત્ર છે અને આ બીજાનું શ્રોત્ર છે. આવો વિભાગ કેવી રીતે પડી શકે ?
સમાધાન (આમાં કોઈ શંકા કરવા જેવી નથી.) જેના પુણ્ય-પાપથી સંસ્કૃત કર્ણશષ્ફલિમાં આકાશનો જે ભાગ રોકાય છે - આવે છે, તે તેનું શ્રોત્ર કહેવાય છે. આ પ્રમાણે વિભાગ પડે છે. આથી જ નાસિકા આદિના કાણાંઓમાં રહેલા આકાશથી શબ્દ સંભળાતો નથી. જેની કર્ણશખુલિ વિઘાત પામે છે - ફાટી જાય છે કે તેમાં કેદ થાય છે, તે વ્યક્તિ બહેરો કહેવાય છે. તેના દ્વારા ઓછું સંભળાય છે. (૫)
એક, બે, ત્રણ આદિ વ્યવહારમાં કારણભૂતગુણ એકત્વ, દ્ધિત્વ આદિ સંખ્યા છે. તે સંખ્યા એક દ્રવ્યમાં પણ રહે છે અને અનેક દ્રવ્યોમાં પણ રહે છે. એકત્વસંખ્યા એક દ્રવ્યમાં રહે છે. દ્વિવાદિસંખ્યા અનેક દ્રવ્યોમાં રહે છે. એક દ્રવ્યમાં રહેનારી એત્વસંખ્યા જલાદિના પરમાણુઓમાં તથા કાર્યદ્રવ્યમાં રહેનારા રૂપાદિ ગુણોની જેમ નિત્ય પણ હોય છે અને અનિત્ય પણ હોય છે. પરમાણુમાં નિત્ય, કાર્યદ્રવ્યમાં અનિત્ય.) કાર્યદ્રવ્યની એત્વસંખ્યા કારણની એકત્વસંખ્યાથી ઉત્પન્ન થાય છે.
અનેક દ્રવ્યોમાં રહેનારી દ્વિત્વાદિસંખ્યા અનેક પદાર્થોના એકત્વનો વિષય કરવાવાળી અપેક્ષાબુદ્ધિથી ઉત્પન્ન થાય છે. તે દ્વિવાદિસંખ્યા અપેક્ષાબુદ્ધિના નાશથી નાશ પામે છે અને ક્યારેક આધારભૂતદ્રવ્યના નાશથી નાશ પામે છે. (કહેવાના આશય એ છે કે અનેક દ્રવ્યોમાં રહેનારી દ્વિવાદિસંખ્યા અપેક્ષાબુદ્ધિથી ઉત્પન્ન થાય છે. તથા તે અપેક્ષાબુદ્ધિને નાશથી પણ, તેનો નાશ થાય છે. બે કે ત્રણ પદાર્થોને દેખીને “આ એક, આ એક અને આ એક આવી અનેક પદાર્થોના એકત્વને વિષય કરવાવાળી અપેક્ષાબુદ્ધિ થાય છે. તે અપેક્ષાબુદ્ધિથી તે પદાર્થોમાં દ્વિ–આદિ સંખ્યા ઉત્પન્ન થાય છે. જ્યારે તે અપેક્ષાબુદ્ધિ નષ્ટ થાય છે, ત્યારે તે