________________
षड्दर्शन समुदय भाग-२, श्लोक-६१, वैशेषिक दर्शन
૭૧
णामनादितच्छब्दवाच्यता द्रष्टव्या । इदं च नवविधमपि द्रव्यं सामान्यतो द्वेधा, अद्रव्यं द्रव्यं अनेकद्रव्यं च द्रव्यम्-तत्राद्रव्यमाकाशकालदिगात्ममनःपरमाणवः कारणद्रव्यानारब्धत्वात् । अनेकद्रव्यं तु ट्यणुकादिस्कन्धाः । तत्र च द्वाभ्यां परमाणुभ्यां कार्यद्रव्ये आरब्धेऽणुरिति व्यपदेशः, परमाणुद्वयारब्धस्य व्यणुकस्याणुपरिमाणत्वात् । चित्रतुरैः परमाणुभिरारब्धस्यापि कार्यद्रव्यस्याणुपरिमाणतैव स्यात्, परं व्यणुकव्यपदेशो न स्यात् । त्रिभिद्यणुकैश्चतुर्भिर्वारब्धे त्र्यणुकमिति व्यपदेशः, न तु द्वाभ्यां व्यणुकाभ्यामारब्धे, द्वाभ्यामारब्धस्य ह्युपलब्धिनिमित्तं महत्त्वं न स्यात् । त्र्यणुकं च द्रव्यमुपलब्धियोग्यमिष्यते । ततश्चापरापरारब्धत्वेऽपरापरद्रव्योत्पत्तिज्ञेया ।। गुणः पुनः पञ्चविंशतिधा स्पष्टम् ।।१।। ટીકાનો ભાવાનુવાદ:
મન=ચિત્ત. તે નિત્ય છે. પરમાણુરૂપ છે. અનેક છે. પ્રત્યેકશરીરમાં એક-એક રહે છે. તથા ખૂબ શીઘ્રગતિએ સમગ્રશરીરમાં ગતિ કરે છે. એક સાથે સર્વે જ્ઞાનોની ઉત્પત્તિ ન થવી, તે જ મનનું લિંગ છે. અર્થાત્ એક સાથે જ્ઞાનોની ઉત્પત્તિ ન થવી, તે જ મનના સભાવનું પ્રબળ સાધક છે. આત્મા સર્વગત હોવાથી એક સાથે તમામ ઇન્દ્રિયો અને પદાર્થોનું સન્નિધાન કરી શકતો હોવા છતાં પણ જ્ઞાનની ઉત્પત્તિ ક્રમથી જ થાય છે. આ ક્રમ દ્વારા જ થતા જ્ઞાનોત્પત્તિના ઉપલંભથી મનનું અનુમાન થાય છે. આત્મા અને ઇન્દ્રયાર્થસજ્ઞિકર્ષથી અતિરિક્ત (જ્ઞાનોત્પત્તિમાં) બીજું કારણ છે અને તે જ મન છે. જ્યારે મનનું (ઇન્દ્રિયો સાથે) સન્નિધાન હોય, ત્યારે જ્ઞાનની ઉત્પત્તિ થાય છે અને જ્યારે મનનું (ઇન્દ્રિયોની સાથે) સન્નિધાન ન હોય, ત્યારે જ્ઞાનની ઉત્પત્તિ થતી નથી. (કહેવાનો આશય એ છે કે આત્મા તો સર્વવ્યાપક છે. આથી તેનો એકસાથે સર્વ ઇન્દ્રિયો સાથે સંયોગ છે જ. પદાર્થો સાથે ઇન્દ્રિયોનો પણ એક સાથે સંયોગ હોઈ શકે છે. જેમ કે એક કેરીને ચૂસતી વખતે રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ સર્વેની સાથે ઇન્દ્રિયોનો એકસાથે સંબંધ થઈ રહ્યો છે. તો પણ રૂપાદિ પાંચ જ્ઞાન એક સાથે ઉત્પન્ન ન થતાં ક્રમથી જ ઉત્પન્ન થાય છે. આ ક્રમોત્પત્તિથી જણાય છે કે કોઈ એક સૂક્ષ્મપદાર્થ છે, કે જેના ક્રમિકસંયોગથી જ્ઞાન એકસાથે ઉત્પન્ન ન થતાં ક્રમસર ઉત્પન્ન થાય છે. આત્મા, ઇન્દ્રિયાર્થસમિકર્ષથી અતિરિક્ત મન નામનું કારણ અવશ્ય છે. તેનો જે ઇન્દ્રિય સાથે સંયોગ હોય છે, તે ઇન્દ્રિયથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. અન્યથી નહિ. તેનો સંયોગ જ જ્ઞાનોત્પત્તિનું કારણ બને છે. જો મનનો સંયોગ ન હોય તો ઇન્દ્રિયનો પદાર્થની સાથે સંયોગ હોવા છતાં જ્ઞાનોત્પત્તિ