________________
षड्दर्शन समुद्यय भाग- २, श्लोक - ६१, वैशेषिक दर्शन
७२९
ટીકાનો ભાવાનુવાદ: તે છ પદાર્થોમાં દ્રવ્ય નવ પ્રકારનું છે “પ્રત્યેકવાક્ય વ્યવચ્છેદફલક = નિશ્ચયાત્મક હોય છે.” આ ન્યાયથી દ્રવ્યની સંખ્યા નવ જ છે. ન્યૂનાધિક નથી. અર્થાત્ આઠ કે દસ નથી. દ્રવ્યો સંવ હોવા છતાં પણ ‘દ્રવ્યમ્' આવો એકવચનનો પ્રયોગ દ્રવ્યત્વ જાતિની અપેક્ષાએ સમજવો. આ પ્રમાણે પૂર્વના શ્લોકમાં તથા આગળ જ્યાં એકવચનાત દ્રવ્ય શબ્દનો પ્રયોગ હોય તો દ્રવ્યત્વ જાતિની અપેક્ષા સમજી લેવી. તેથી દ્રવ્યો તો નવ જ છે. આ રીતે દ્રવ્યોની સંખ્યા નવ નિયત થઈ જતાં છાયા અને અંધકાર સ્વતંત્રદ્રવ્ય નથી. છાયા અને અંધકાર તેજોદ્રવ્યના અભાવરૂપ છે. તેથી દ્રવ્યરૂપ નથી. ભૂ = પૃથ્વી. પૃથ્વી કઠોર હોય છે. તે માટી, પાષાણ, વનસ્પતિરૂપે હોય છે. જલ = પાણી. તે પાણી સરોવર, સમુદ્ર અને કરા આદિ અનેકરૂપોમાં હોય છે. તેજ-અગ્નિ. તેના ચાર પ્રકાર છે. (૧) કાષ્ઠના લાકડા (ઇન્ધન)થી ઉત્પન્ન થયેલો ભોમ જાતિનો, (૨) સૂર્ય અને વિજળી આદિનો દિવ્ય જાતિનો, (૩) ભોજન આદિના પાચનમાં કારણભૂત ઓદર્ય, (૪) ખાણમાં ઉત્પન્ન થતા સુવર્ણાદિ આકરજ.
અનિલ = વાયુ. આ પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુના અનેક પ્રકારો જોવા મળે છે. અંતરિક્ષ = આકાશ. આકાશ નિત્ય, એક, અમૂર્ત અને વિભુ દ્રવ્ય છે. વિભુનો અર્થ છે વિશ્વવ્યાપક. આકાશ શબ્દરૂપલિંગ દ્વારા અનુમેય છે. કારણકે શબ્દ આકાશનો ગુણ છે – આ પાંચનો દ્વન્દ્ર સમાસ થઈ “મૂક્તનોડનિત્રાન્તરિક્ષાભિ' આ પદ બનેલ છે.
પર અને અપરપ્રત્યયોની વ્યતિકર = વિપરીતતારૂપલિંગથી તથા આ કાર્ય સાથે થયું, આ કાર્ય ક્રમથી થયું, આ કાર્ય જલ્દી થયું, આ કાર્ય વિલંબથી થયું, ઇત્યાદિ પ્રત્યયરૂપલિંગથી કાલ દ્રવ્યની સિદ્ધિ થાય છે. (કહેવાનો આશય એ છે કે દિશા, ગુણ, જાતિની અપેક્ષાએ જે સમીપવર્તી અધમજાતીય મૂર્ણપુરુષમાં અપરપ્રત્યય થાય છે, તેમાં કાલ દ્રવ્ય જવાન વિદ્વાન યુવકની અપેક્ષાએ પરપ્રત્યય કરાવે છે. તથા જે દૂરદેશવર્તી જવાન વિદ્વાનયુવકમાં દિશા આદિની અપેક્ષાએ પરપ્રત્યય થાય છે, તેમાં કાલ દ્રવ્ય અધમજાતીય મુર્ખ વૃદ્ધની અપેક્ષાએ અપરપ્રત્યય કરાવે છે. આ રીતે તે પર-અપરપ્રત્યયોની વિપરીતતા દિશા આદિથી ભિન્ન કાલદ્રવ્યની સત્તા સિદ્ધ કરે છે. તથા “આ કાર્ય એક સાથે થયું, આ કાર્ય ક્રમથી થયું, આ કાર્ય જલ્દી થયું, આ કાર્ય વિલંબથી થયું' ઇત્યાદિ કાલસંબંધી પ્રત્યય પણ કાલદ્રવ્યની સિદ્ધિ કરે છે.)
તથા પિતા જ્યેષ્ઠ છે. પુત્ર લઘુ છે. “યુગપતુ, ક્રમથી શીધ્ર કે ધીમે-ધીમે કાર્ય થયું કે થશેઇત્યાદિ પરાપરાદિપ્રત્યય, સૂર્યની ગતિ તથા અન્ય દ્રવ્યોથી ઉત્પન્ન ન થતાં બીજા કોઈ દ્રવ્યની અપેક્ષાથી થાય છે. કારણકે સૂર્યની ગતિ આદિમાં થવાવાળા પ્રત્યયોથી આ પ્રત્યય વિલક્ષણ પ્રકારનો છે. જેમકે ઘટથી થવાવાળો “આ ઘટ છે' એવો પ્રત્યય, સૂર્યની ગતિ આદિથી ભિન્ન