________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ६०, वैशेषिक दर्शन
આજીવિકા ચલાવવી તે કાપોતીવૃત્તિ કહેવાય છે. આ કણાદ મુનિની આગળ શિવ દ્વારા ઉલૂક રૂપ ધારણ કરીને, આ વૈશેષિકમતનું આદિમાં નિરૂપણ કરાયું હતું. આથી આ મતને ઓલુક્ય દર્શન પણ કહેવાય છે. વૈશેષિકમતાનુયાયિ પશુપતિ=શિવના ભક્ત હોવાથી આ દર્શન પાશુપતદર્શન પણ કહેવાય છે. (તે કણાદઋષિએ સૌપ્રથમ કણાદસૂત્રની રચના કરી હતી.) વૈશેષિકો કણાદઋષિના જ શિષ્યો હોવાના કારણે કાણાદ પણ કહેવાય છે. આચાર્યનું ‘પ્રાગભિધાનીપરિકર' આ નામ કહેવાય છે.
७२७
હવે શ્લોકની પ્રસ્તુત વાતને કહેવાય છે - દેવને જ દેવતા કહેવાય છે. દેવતાવિષયક ભેદ વૈશેષિકોને નૈયાયિકોની સાથે નથી. આથી જે પ્રકારે નૈયાયિકો નિત્ય, સર્વજ્ઞ, સૃષ્ટિકર્તા આદિ રૂપથી ઈશ્વરને માને છે. તેવા જ પ્રકારના ઈશ્વરને વૈશેષિકો દેવ તરીકે માને છે. આથી દેવતાના વિષયમાં કોઈ મતભેદ નથી. પરંતુ તત્ત્વના વિષયમાં મતભેદો છે. તે તત્ત્વવિષયક મતભેદ બતાવાય છે. પા
तमेवाह
તે તત્ત્વવિષયક ભેદ જ હવે બતાવાય છે -
द्रव्यं गुणस्तथा कर्म सामान्यं च चतुर्थकम् । विशेषसमवायौ च तत्त्वषट्कं तु तन्मते ।। ६० ।।
શ્લોકાર્થ : વૈશેષિકમતમાં દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય, આ છ તત્ત્વો છે. व्याख्या- द्रव्यं प्रथमं तत्त्वं, गुणो द्वितीयम्, तथाशब्दो भेदान्तरसूचने कर्म तृतीयं, सामान्यं च चतुर्थमेव चतुर्थकम् स्वार्थे कप्रत्ययः, विशेषसमवायौ च पञ्चमषष्ठे तत्त्वे, उभयत्र चकारौ समुच्चयार्थो । तुशब्दस्यावधारणार्थत्वे तत्त्वषट्कमेव न न्यूनाधिकं षडेव पदार्था इत्यर्थः । तन्मते वैशेषिकमते, अत्र पदार्थषट्के द्रव्याणि गुणाश्च केचिन्नित्या एव केचित्त्वनित्याः, कर्मानित्यमेव, सामान्यविशेषसमवायास्तु नित्या एवेति । केचित्त्वभावं સપ્તમં પવાર્થમાğ: ।।૬૦ ||
ટીકાનો ભાવાનુવાદ :
વૈશેષિકમતમાં પહેલું તત્ત્વ દ્રવ્ય છે. બીજું તત્ત્વ ગુણ છે. શ્લોકમાં ‘તથા’ શબ્દ ભેદાન્તરસૂચક છે. ત્રીજું તત્ત્વ કર્મ છે. ચોથું તત્ત્વ સામાન્ય છે. અહીં સ્વાર્થમાં ‘’ પ્રત્યય લાગીને ‘ચતુર્થમ્’બનેલ છે. પાંચમું અને છઠ્ઠું તત્ત્વ વિશેષ અને સમવાય છે. ઉભયત્ર ‘= ’ કાર સમુચ્ચયાર્થક છે. શ્લોકમાં ‘તુ’ અવધારણાર્થક છે. તેથી વૈશેષિકમતમાં છ જ તત્ત્વો છે. તેનાથી ન્યૂન કે અધિક