________________
७२२
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५८, जैनदर्शन
મહાફલને આપે છે” આ સ્મૃતિના શ્લોકમાં સ્પષ્ટતયા વિરોધી વાતો કરી છે. જો તે ત્રણમાં કરાતી પ્રવૃત્તિ નિર્દોષ છે. તો તે ત્રણની નિવૃત્તિ મહાફલને કેવી રીતે આપી શકે? તેથી પરસ્પર વિરુદ્ધ જ વાત છે. (૪)
વેદવિહિત યાજ્ઞિકહિંસાને ધર્મ કહેવો તે તો સ્પષ્ટ રીતે સ્વવચનવિરોધ છે. જો તે ધર્મનું કારણ છે, તો હિંસા કેવી રીતે હોય ? અને જો તે હિંસા છે, તો ધર્મનું કારણ કેવી રીતે હોય? “માતા પણ હોય અને વધ્યા પણ હોય–” આ વાત તો અસંભવિત છે. હિંસા ત્રણકાલમાં પણ ધર્મનું કારણ બની નથી. શાસ્ત્રમાં ધર્મનું (અહિંસાત્મક)લક્ષણ બતાવ્યું છે - “જે વ્યવહાર આપણને પ્રતિકૂલ લાગે છે. - દુઃખદાયક લાગે છે. તેવો વ્યવહાર બીજાની સાથે ન કરવો જોઈએ. આ સર્વ ધર્મોનો સાર છે, તે ધર્મ સર્વસ્વ છે. આને સારી રીતે સાંભળીને ધારણ કરો.” અર્ચિમાર્ગિ વેદાંતીઓએ તે હિંસાની કઠોર શબ્દોમાં નિંદા કરતાં કહ્યું છે કે “જેઓ પશુઓનો વધ કરવા દ્વારા યજ્ઞ કરે છે, ઈશ્વરની પૂજા કરે છે. તેઓ ઘોર અંધકારમાં ડૂબે છે. હિંસા ક્યારે પણ ધર્મરૂપ નહોતી કે ક્યારે પણ ધર્મરૂપ થશે નહિ.”
તથા પરલોકમાં ગયેલા મૃત વ્યક્તિઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ આદિ વિધાન કરે છે, તે પણ મોટી મૂર્ખતા છે. તમારા જ પક્ષનાં કહે છે કે.” જો શ્રાદ્ધ મૃત વ્યક્તિઓની તૃપ્તિનું કારણ બનતું હોય, તો બુઝાઈ ગયેલો દીપક પણ તેલ નાખવા માત્રથી સળગવા લાગશે.” (૫)
આ પ્રમાણે અન્ય પણ પુરાણોમાં કહેલા પૂર્વાપરવિરુદ્ધ વચનો સંદેહસમુચ્ચયગ્રંથથી અવતરણ કરીને અહીં વિચારી લેવા.
જ્ઞાનને નિત્યપરોક્ષ માનવાવાળા ભાટ્ટ લોકો (કુમારિલ ભટ્ટના અનુયાયિઓ) “સ્વાત્મામાં ક્રિયાનો વિરોધ હોવાથી જ્ઞાનને સ્વ-પ્રકાશક માનતા નથી. તે લોકો દીપકને સ્વ-પર પ્રકાશક જોતા હોવા છતાં પણ જ્ઞાનને સ્વ પ્રકાશક માનતા નથી. તો કેવી રીતે યથાર્થવાદિ કહેવાય ? (અર્થાતુ દીપકની સ્વ-પર પ્રકાશકતાની ઉપેક્ષા કરીને, તેનાથી સિદ્ધ થતી જ્ઞાનની સ્વ-પર પ્રકાશકતાનો નિષેધ કરનારા તે લોકો કેવી રીતે યથાર્થવાદિ કહેવાશે ?) (કુમારિલ ભટ્ટની માન્યાત છે કે ‘યં ઘટ:' એવું જ્ઞાન જ્યારે ઉત્પન્ન થાય છે, ત્યારે જ જ્ઞાનના વિષય ઘટમાં જ્ઞાતતા' નામના પદાર્થની ઉત્પત્તિ થાય છે. “જ્ઞાતો ઘટ એ પ્રતીતિ જ્ઞાતતાની સાધક છે. આ જ્ઞાતતા જ્ઞાનના પ્રામાણ્યનો નિશ્ચય કરાવે છે.).
બ્રહ્માદ્વૈતવાદિઓ પ્રત્યક્ષથી અવિદ્યારહિત સન્માત્રબ્રહ્મનો સાક્ષાત્કાર કરે છે. પરંતુ પ્રત્યક્ષને નિષેધક = નિષેધ કરવાવાળું માનતા નથી. જ્યારે પ્રત્યક્ષ અવિદ્યાનો નિષેધ કરીને સન્માત્ર બ્રહ્મનો અનુભવ કરી રહ્યું છે, ત્યારે તે નિષેધક તો આપોઆપ સિદ્ધ થઈ જાય છે. એક બાજુ