________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक ५८, जैनदर्शन
·
७१७
થયેલું માનો છો ? (અર્થાત્ તમે લોકો ઈશ્વરના પ્રત્યક્ષને ઇન્દ્રિય અને પદાર્થના સન્નિકર્ષથી ઉત્પન્ન થયેલું માનો છો કે ઇન્દ્રિય અને પદાર્થના સન્નિકર્ષ વિના ઉત્પન્ન થયેલું માનો છો ?) જો તમે લોકો ઈશ્વરના પ્રત્યક્ષને ઇન્દ્રિયાર્થસજ્ઞિકર્ષથી નિરપેક્ષ માનો છો, તો (પ્રત્યક્ષનું જે લક્ષણ તમે ન્યાયસૂત્રમાં આપ્યું છે, તે) ‘ન્દ્રિયાર્થસન્નિર્વોત્પન્ન જ્ઞાનમવ્યવેશ્યમમિારિ વ્યવસાયાત્મ ં પ્રત્યક્ષમ્’ - આ સૂત્રમાં ‘ન્દ્રિયાર્થસન્નિર્વોત્પન્ન’ વિશેષણ નિરર્થક જ છે. કારણકે ઈશ્વરપ્રત્યક્ષ સન્નિકર્ષ વિના પણ ઉત્પન્ન થાય છે.
જો તમે લોકો ઈશ્વરના પ્રત્યક્ષને ઇન્દ્રિયાર્થસન્નિકર્ષથી ઉત્પન્ન થયેલું માનો છો, તો તે પણ યોગ્ય નથી. કારણકે ઇશ્વરને ઇન્દ્રિયો તમે માનતા નથી અને ઈશ્વરસંબંધી મન તો અણુપરિમાણવાળું હોવાથી, તેનો એકસાથે સર્વપદાર્થો સાથે સંયોગ થશે નહિ. તેથી એક જ પદાર્થને તે ઈશ્વર જ્યારે જાણે છે, ત્યારે બીજાપદાર્થો વિદ્યમાન હોવા છતાં જાણી શકશે નહિ. તેથી તમારો ઈશ્વર પણ આપણી જેમ ક્યારેય સર્વજ્ઞ બનશે નહિ. (કારણ કે મનનો એક સાથે સર્વપદાર્થો સાથે સન્નિકર્ષ થવો અસંભવિત હોવાથી સર્વપદાર્થોનું એકસાથે જ્ઞાન થશે નહિ. પરંતુ જે પદાર્થ સાથે સત્રિકર્ષ હશે, તેનું જ્ઞાન થશે અને બીજા પદાર્થો વિદ્યમાન હોવા છતાં સન્નિકર્ષ ન હોવાના કારણે બીજા પદાર્થોનું જ્ઞાન થશે નહિ. તેથી તેને સર્વપદાર્થોનું જ્ઞાન ન થવાના કા૨ણે આપણી જેમ સર્વજ્ઞ બની શકશે નહિ.
જો તમે ‘ઈશ્વર ક્રમથી સર્વપદાર્થો સાથે સન્નિકર્ષ કરી સર્વપદાર્થોને જાણશે, ત્યારે સર્વશ બનશે”-આવું કહેશો તો બહુ કાળ વડે ઈશ્વર જેમ સર્વજ્ઞ બની ગયા, તેમ આપણે પણ સર્વપદાર્થોનો ક્રમથી સન્નિકર્ષ કરીશું, ત્યારે સર્વજ્ઞ બની જઈશું. અર્થાત્ ક્રમથી જેમ મહેશ્વરને જગતના સઘળાયે પદાર્થોનું જ્ઞાન થાય છે, તેમ આપણને પણ ક્રમથી જગતના તમામ પદાર્થોનું જ્ઞાન થઈ જશે. (કદાચ માની લઈએ કે વર્તમાનકાલીન તમામ પદાર્થોને ઈશ્વર કોઈપણ રીતે જાણી પણ લે. તો પણ) અતીતકાલીન પદાર્થો નાશ પામી ગયા હોવાથી તથા અનાગતકાલિન પદાર્થો ઉત્પન્ન થયા ન હોવાથી, મન સાથે સત્રિકર્ષને પામી શકતા નથી. અર્થાત્ અતીતઅનાગતકાલસંબંધી પદાર્થોનો મન સાથે સન્નિકર્ષ થઈ શકતો નથી. કારણકે મનનો સંયોગ વિદ્યમાન(વર્તમાનકાલીન)પદાર્થો સાથે જ સંભવે છે અને વર્તમાનકાલમાં તો અતીતઅનાગતકાલીન પદાર્થોનો અભાવ છે. તેથી મહેશ્વરનું જ્ઞાન કેવી રીતે અતીત-અનાગતકાલીન પદાર્થોનું, ગ્રાહક બની શકે ?
આ પ્રમાણે એકબાજુ મહેશ્વરને સર્વજ્ઞ માનવા અને બીજી બાજુ તેમના જ્ઞાનને સત્રિકર્ષજ માનવું તે પરસ્પરવિરુદ્ધ છે.