________________
७१२
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५८, जैनदर्शन
તેને નીલાદિ અંશમાં નિશ્ચયનું ઉત્પાદક માને છે અને નીલાદિ પદાર્થના ક્ષણક્ષયાંશમાં નિશ્ચયનું ઉત્પાદક માનતા નથી. આ પ્રમાણે નીલાદિ વસ્તુઓની પણ સાંશતાને કહેતા બૌદ્ધનો પૂર્વાપર વચનનો વિરોધ સારી રીતે જણાય જ છે. (૭)
એક બાજુ હેતુની ત્રિરૂપતાનું નિરૂપણ કરતા તથા સંશયજ્ઞાનમાં બે વિરોધી આકારોનો ઉલ્લેખ કરતા બૌદ્ધો પણ તે વસ્તુની સાંશતાને માનતા નથી, તે પણ પૂર્વાપરવિરોધ જ છે. (૮)
બૌદ્ધોનો મત છે કે... (ઘટ આદિ શૂલપદાર્થોની વાસ્તવિક સત્તા નથી. પરંતુ) પરસ્પર અસંબદ્ધપ્રત્યાત્તિને ભજનારા (અર્થાતુ અત્યંત નિકટ નિકટ રહેનારા) પરમાણુઓનો સમુદાય જ ઘટરૂપયા પ્રતિભાસિત થાય છે. અર્થાત્ સ્કૂલ ઘટ જે પ્રતિભાસિત થાય છે, તે માત્ર પરમાણુનો પુંજ છે. પરંતુ પરસ્પર અંગઅંગિભાવરૂપે = પરસ્પરસાપેક્ષ બનીને સ્કન્ધરૂપકાર્ય બનતું નથી. (કહેવાનો આશય એ છે કે જે પરમાણુનો સમુદાય આપણને પૂલ ઘટરૂપે પ્રતિભાસિત થાય છે. તે પરમાણુઓ અસંબદ્ધ હોવા છતાં પણ બીજાથી એટલા બધા નિકટ છે કે તેમનો સ્વતંત્રપ્રતિભાસ થતો નથી, સ્થૂલ અને સ્થિરરૂપથી પ્રતિભાસ થાય છે. પરંતુ તે વાસ્તવિક નથી.)
તેમના પરમાણુjજવાદમાં આ દોષો છે - પરસ્પર પરમાણુઓ અસંબદ્ધ હોવાથી ઘટના એક દેશથી (ઘટને) હાથ વડે ઉચકતાં તે પૂર્ણ ઘટ ઉંચકાશે નહિ. પરંતુ તેના અમુક પરમાણુઓ જ ધારણ કરી શકાશે. અર્થાત્ જેટલા પરમાણુઓ હાથમાં આવશે તેટલા જ હાથમાં ઉંચકાશે, આખો ઘટ હાથમાં ઉચકાશે નહિ. તથા ઘટને ઉંચે ફેકવાથી, નીચે ફેંકવાથી કે ખેંચવાથી પરસ્પર અસંબદ્ધ પરમાણુઓ વિખરાઈ જવા જોઈએ. ઘટ નાશ પામી જવો જોઈએ. ઘટ ઘટરૂપે જે દેખાય છે તે ન દેખાવો જોઈએ તથા ઘટ ઘટરૂપે ન રહેતાં, તેમાં પાણી ભરવાની ક્રિયા થઈ શકશે નહિ. આ રીતે તમે લોકો એક બાજુ ઘટને પરમાણુનો પુંજ માનો છો અને બીજી બાજુ ઘટમાં જલધારણાદિ અથક્રિયા માનો છો, તે પરસ્પરવિરુદ્ધ છે. અર્થાત્ એક બાજુ પરમાણુપુંજવાદ માનવો અને બીજી બાજુ ઘટમાં જલધારણાદિ અર્થક્રિયા બતાવી, તેને સત્ માનવો તે પરસ્પરવિરુદ્ધ છે. (જેમાં અર્થક્રિયાકારિત્વ હોય તે સત્ કહેવાય છે. અર્થાત્ વસ્તુ પોતાની ક્રિયા કરતી હોય ત્યારે તે સહુ કહેવાય છે. બૌદ્ધમત પરમાણુjજવાદને માનતો હોવાથી તેમના મતે વસ્તુમાં અક્રિયાકારિત્વ (ઉપર કહ્યા પ્રમાણે) સંગત થતું નથી. આથી પરમાણુjજવાદને પણ માનવો અને વસ્તુમાં અર્થક્રિયાકારિત્વ માનવું તે પરસ્પરવિરુદ્ધ છે.) (૯) આ રીતે બૌદ્ધમતમાં પૂર્વાપરવિરોધ છે જ.
अथ नैयायिकवैशेषिकमतयोः पूर्वोपरतो व्याहतत्वं दर्शयते । सत्तायोगः सत्त्वमित्युक्त्वा सामान्यविशेषसमवायानां सत्तायोगमन्तरेणापि सद्भावं भाषमाणानां