________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५८, जैनदर्शन
७११
धार्यमाणे कृत्स्नस्य घटस्य धारणं न स्यात्, उत्क्षेपावक्षेपापकर्षाश्च तथैव न भवेयुः । धारणादीनि च घटस्यार्थक्रियालक्षणं सत्त्वमङ्गीर्वाणैः सौगतैरभ्युपगतान्येव तानि च तन्मतेऽनुपपन्नानि । ततो भवति पूर्वापरयोर्विरोधः ।।९।। ટીકાનો ભાવાનુવાદઃ (હવે બૌદ્ધમતમાં આગળ પૂર્વાપરવિરોધ બતાવાય છે.) (એક બાજુ આત્માને) ક્ષણભંગુર કહીને (અને બીજી બાજુ) “આજથી એકાણુંમાં કલ્પમાં મેં શક્તિથી એક પુરુષને હણ્યો હતો. તે કર્મના વિપાકથી હે ભિક્ષુઓ ! હું પગમાં કાંટાથી વિધાયો છું.” આ શ્લોકમાં જન્માન્તર વિષયક ‘’ અને ‘ભિ' શબ્દનો પ્રયોગ કે જે ક્ષણભંગુરતાનો વિરોધી છે, તે બોલતા બુદ્ધને કેવી રીતે પૂર્વાપરનો વિરોધ નથી ?
(કહેવાનો આશય એ છે કે બુદ્ધ આત્માને ક્ષણભંગુર કહે છે અને સાથે સાથે બુદ્ધ પોતાના શિષ્યોને શ્લોકમાં સૂચવેલી વાતને કહેતાં જન્માન્તરમાં સ્થાયી આત્માનો પણ સ્વીકાર કરે છે. કેવી રીતે ? ઉપરોક્ત શ્લોકના કથનથી એકાણુંમો કલ્પ અને બુદ્ધ શિષ્યોને વિધાન કર્યું તે દિવસ - આ બંને કાળ સુધી “મેં અને અસ્મિ' શબ્દનો વાચ્ય, જન્માંતરમાં પોતાની સત્તા રાખવાવાળો સ્થાયી આત્મા સિદ્ધ થઈ જાય છે અને તે ક્ષણભંગુરવાદને સ્પષ્ટ રીતે નષ્ટ કરે છે. તથા “જે હું શક્તિથી પુરુષને હણનારો હતો, તે હું આજે કાંટાથી વિંધાયો છું.' આ પ્રત્યભિજ્ઞાનથી આત્માનું સ્થાયીપણું સ્વયમેવ સિદ્ધ થઈ જાય છે અને તે જ પૂર્વાપરવિરોધ છે.) (૫)
(આ પ્રમાણે પહેલાં વસ્તુને નિરંશ કહીને, પાછળથી તેની અંશસહિતતાનું કથન કરવું તે સ્પષ્ટ પૂર્વાપરવિરોધ છે.)
સર્વવસ્તુને નિરંશ માનીને પછી બૌદ્ધ કહે છે કે-હિંસાવિરતિ = અહિંસાક્ષણ” કે “દાનક્ષણ” રૂપ ચિત્ત, સ્વસત્તા દ્રવ્યત્વ, ચેતનત્વ, સ્વર્ગપ્રાપણશક્તિ આદિ અનેક અંશોને જાણીને પણ સ્વગત સત્ત્વ, દ્રવ્યત્વ અને ચેતનત્વ આદિ અંશોનો નિર્ણય ઉત્પન્ન કરે છે. પરંતુ સ્વાગત સ્વર્ગપ્રાપણશક્તિ આદિ બીજા અંશોનો નિશ્ચય ઉત્પન્ન કરી શકતું નથી. આ પ્રમાણે સાંશતાનું પાછળથી કથન કરતા બૌદ્ધને કેવી રીતે પૂર્વાપર વિરોધ નથી. અર્થાત્ એક બાજુ વસ્તુની નિરંશતાનું પ્રતિપાદન કરવું અને બીજી બીજું વસ્તુના (ઉપર બતાવ્યા પ્રમાણે) વિભિન્ન અંશોનું નિરૂપણ કરવું, તે સ્પષ્ટ રીતે સ્વવચનવિરોધ છે. (૯)
આ જ પ્રમાણે નિર્વિકલ્પકપ્રત્યક્ષને નીલાદિ વસ્તુઓના સમસ્તધર્મોનું ગ્રાહક માનીને પણ,