________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक-५८, जैनदर्शन
७०९
(અર્થાત જે પદાર્થને જ્ઞાનનું કારણ કહ્યું, તે જ પદાર્થને જ્ઞાનનો વિષય કહેવાથી) પદાર્થની બે ક્ષણ સુધી સ્થિતિ માનવી પડશે. તે આ રીતે – પદાર્થ જ્ઞાનનું કારણ છે, તે પદાર્થરૂપકારણથી જ્ઞાનરૂપ કાર્ય ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થતું કાર્ય દ્વિતીયક્ષણમાં જ ઉત્પન્ન થાય છે, કારણકે કાર્ય અને કારણ સમ-સમયમાં રહેતા નથી. કારણ કે કારણ પૂર્વેક્ષણમાં હોય છે. કાર્ય તેની ઉત્તરક્ષણમાં ઉત્પન્ન થાય છે. આથી કાર્ય અને કારણની ક્ષણ સમાન હોતી નથી. તેથી જ્ઞાન પોતાના જનક એવા પદાર્થને જ ગ્રહણ કરે છે, બીજાને નહિ. કારણકે તેઓનું વચન છે કે “જો જ્ઞાનનું કારણ નથી, તો જ્ઞાનનો વિષય નથી.” (આ પ્રમાણે તે પદાર્થ કારણ હોવાથી તે જ્ઞાનની એક ક્ષણ પહેલાં રહેશે અને વિષય હોવાના કારણે જ્ઞાનની સાથે પણ રહેશે. આથી) પદાર્થની બે ક્ષણસ્થિતિ બલાત્કારે પણ માનવી પડશે. આ પ્રમાણે એક બાજું પદાર્થની દ્વિક્ષણસ્થિતિ માનવી અને બીજીબાજુ સંસારના સમસ્તપદાર્થોને ક્ષણભંગુર માનવા તે વિરુદ્ધ છે. આ રીતે બૌદ્ધમતમાં પૂર્વાપરવિરોધ આવે છે. (૧)
તમે બૌદ્ધોએ “જે જ્ઞાનનું કારણ નથી, તે જ્ઞાનનો વિષય પણ નથી”-આવું કહીને યોગીપ્રત્યક્ષમાં અતીતકાલીન અને અનાગતકાલીન પદાર્થ પણ વિષય બને છે તેમ કહ્યું. પરંતુ તે યોગ્ય નથી. કારણ કે અતીત વિનાશ પામ્યો હોવાથી અને અનાગત ઉત્પન્ન થયો ન હોવાથી યોગીપ્રત્યક્ષનું કારણ બની શકતો નથી અને અતીત - અનાગત અર્થ યોગીપ્રત્યક્ષનું કારણ ન હોવા છતાં પણ તેને વિષય તો તમે કહો જ છો. તેથી પૂર્વાપરમાં વિરોધ છે. કહેવાનો આશય એ છે કે “જે જ્ઞાનનું કારણ નથી, તે જ્ઞાનનો વિષય પણ નથી” - આ નિયમાનુસાર તો ત્રિકાલવર્તી સર્વે પદાર્થોને જાણવાવાળા યોગીજ્ઞાનમાં અતીત, અનાગત અને વર્તમાન સર્વે પદાર્થોને કારણ માનવા જ પડશે. પરંતુ અતીત તો અતીત હોવાના કારણે વિનષ્ટ છે તથા અનાગત ઉત્પન્ન થયો જ નથી. તો પછી તે બંને યોગીજ્ઞાનમાં કારણ કેવી રીતે બની શકશે? અને જો યોગીજ્ઞાનમાં અતીત અને અનાગત પદાર્થ કારણ ન હોવા છતાં પણ વિષય બનતો હોય તો તમારા બનાવેલા નિયમનો વિરોધ થવાથી, અવશ્ય પૂર્વાપરવિરોધ છે જ.) (૨), - આ પ્રમાણે ત્રિકાલવર્તી સાધ્ય અને સાધનને જાણવાવાળા વ્યાતિગ્રાહકજ્ઞાનમાં ત્રિકાલવર્તી પદાર્થ કારણ બનતો ન હોવા છતાં પણ વિષય થાય છે. તો પછી પૂર્વાપરનો વ્યાઘાત કેમ ન કહેવાય ? કારણકે તમે લોકોએ અકારણને પ્રમાણ(જ્ઞાન)નો વિષય માન્યો નથી. (અહીં ત્રિકાલવર્તી પદાર્થ કારણ ન હોવા છતાં પણ વિષય બનતાં પૂર્વાપરવિરોધ સ્પષ્ટ છે જ.) (૩)
તથા પદાર્થને ક્ષણભંગુર માનવામાં ભિન્નકાળે થનારા (સાધનના સદૂભાવમાં સાધ્યની સત્તાને બતાવનારા) અન્વય તથા (સાધ્યના અભાવમાં સાધનના અભાવને બતાવનારા) વ્યતિરેકનું જ્ઞાન સંભવિત બનશે નહિ. (કહેવાનો આશય એ છે કે જગતના પદાર્થોને ક્ષણક્ષયિ માનવાથી