________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक-५७, जैनदर्शन
६२७
(અસ્પષ્ટરૂપે) સ્વપરનું નિર્ણાયકજ્ઞાન પરોક્ષ જાણવું. પરોક્ષજ્ઞાન પણ સ્વસંવેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ જ છે. પરંતુ બાહ્યર્થની અપેક્ષાએ પરોક્ષ તરીકે વ્યપદેશને પામે છે. આ જ વાત બતાવતાં પ્રહક્ષય' પદનું શ્લોકમાં ગ્રહણ કરેલ છે. (કહેવાનો આશય એ છે કે પરોક્ષ જ્ઞાન પણ સ્વસંવેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ જ હોય છે. કારણ કે સર્વે સ્વરૂપસંવેદી હોવાના કારણે સ્વરૂપમાં પ્રત્યક્ષ હોય છે. અર્થાત્ આત્મામાં પરોક્ષ જ્ઞાન થાય કે સંશયજ્ઞાન થાય, તેના સ્વરૂપનું પ્રત્યક્ષ તો થઈ જ જાય છે. તેવું કહી શકાતું નથી કે જ્ઞાન ઉત્પન્ન થઈ જાય, પરંતુ તેનું પ્રત્યક્ષ ન થાય! જ્ઞાન તો દીપકની જેમ પોતાના સ્વરૂપને પ્રકાશિત કરતું જ ઉત્પન્ન થાય છે. પ્રત્યક્ષ કે પરોક્ષની સંજ્ઞા તો બાહ્યપદાર્થને સ્પષ્ટ કે અસ્પષ્ટરૂપે જાણવાના કારણે પ્રાપ્ત થાય છે. આ વાતનું સૂચન કરવા પ્રોસયા પદ શ્લોકમાં આપ્યું છે. અર્થાત્ તે જ્ઞાન બાહ્યર્થની અપેક્ષાએ પરોક્ષ છે.)
શ્લોકમાં સૂચવેલા પ્રદક્ષિા પદના ગ્રહણ શબ્દનો અર્થ આ પ્રત્યક્ષના પ્રસ્તાવમાં આ જ્ઞાનનો બાહ્યર્થમાં પ્રવૃત્તિ કરવાનો છે, પરંતુ સ્વરૂપમાત્રને જાણવાનો નથી. કારણ કે સ્વરૂપગ્રહણની અપેક્ષાએ તો સર્વજ્ઞાનો સ્પષ્ટ અને પ્રત્યક્ષ હોવાથી કોઈપણ જ્ઞાનના વ્યવચ્છેદનો અભાવ થવાના કારણે કપરોક્ષતયા' વિશેષણ વ્યર્થ બની જશે. (અર્થાત્ સર્વજ્ઞાનો સ્વરૂપ ગ્રહણની અપેક્ષાએ સ્પષ્ટ અને પ્રત્યક્ષ હોવાના કારણે તેની અપેક્ષાએ કોઈપણ જ્ઞાન પરોક્ષ બની શકશે નહિ, તેના યોગે પ્રત્યક્ષના પ્રસ્તાવમાં પરોક્ષ જ્ઞાનના વ્યવચ્છેદ માટે આપેલું ‘પરીક્ષતિયા' વિશેષણ વ્યર્થ બની જશે. અને તે વિશેષણપદની સાર્થકતા ત્યારે જ થાય કે જ્યારે કોઈ જ્ઞાન પરોક્ષતયા અર્થગ્રાહક બનતું હોય, તેના વ્યવચ્છેદ માટે એનો પ્રયોગ કરેલો હોય. તેથી) ગ્રહણ બાહ્ય પદાર્થોમાં પ્રવૃત્તિની ઇક્ષા = અપેક્ષાથી પદાર્થોનું અસ્પષ્ટરૂપે નિશ્ચય કરવાવાળું જ્ઞાન પરોક્ષ છે. (ટુંકમાં) ગ્રહણેક્ષાનો અર્થ બાહ્યપદાર્થોમાં પ્રવૃત્તિનો વિચાર કે અપેક્ષા છે. - તેથી તાત્પર્યાર્થ આ પ્રમાણે થશે કે “જોકે પરોક્ષ સ્વસંવેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ છે, તો પણ બાહ્ય પદાર્થોરૂપ લિંગ (હેતુ) કે શબ્દઆદિ દ્વારા બહિર્વિષયના ગ્રહણમાં અસ્પષ્ટતયા પ્રવર્તે છે. અર્થાત્ બાહ્યાર્થરૂપ લિંગ કે શબ્દાદિદ્વારા બાહ્યર્થને અસ્પષ્ટરૂપે જાણે છે. આથી પરોક્ષ કહેવાય છે. ટૂંકમાં પરોક્ષજ્ઞાન બાહ્યર્થની અપેક્ષાથી જ થાય છે.” liપડા
अथ प्रागुक्तामेव वस्तुनोऽनन्तधर्मात्मकतां द्रढयन्नाह । હવે વસ્તુની પૂર્વેકહેલી અનંતધર્માત્મકતાને દઢ કરતાં કહે છે કે.
येनोत्पादव्ययध्रौव्ययुक्तं यत्तत्सदिष्यते । अनन्तधर्मकं वस्तु तेनोक्तं मानगोचरः ।।५७।।