________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
६६१
જ્ઞાનના વિષયમાં તથા સુખાદિના વિષયમાં પ્રમાણ છે, તે જ ક્ષણિકતા અને સ્વર્ગ-પ્રાપણ શક્તિના વિષયમાં અપ્રમાણ છે. (આથી એક જ સ્વસંવેદનપ્રત્યક્ષમાં ઉભયનો સ્વીકાર કરવો તે) અનેકાંત જ છે (૩).
(આ રીતે તેઓ નીલાદિ વસ્તુઓને નીલાદિની અપેક્ષાએ પ્રમેય તથા ક્ષણિકત્વની અપેક્ષાએ અપ્રમેય કહે છે. જે નીલવસ્તુ પોતાના નીલરૂપ, ચતુરસ, ઉર્ધ્વતા આદિ આકારની દૃષ્ટિએ પ્રમેય છે. અર્થાત્ પ્રત્યક્ષપ્રમાણનો વિષય બને છે. તે જ પોતાના મધ્યમાં રહેલા અવયવોની દૃષ્ટિએ તથા ક્ષણિકત્વ આદિની અપેક્ષાએ પ્રત્યક્ષ પ્રમાણનો વિષય બનતો નથી. આ પ્રમાણે એક જ નીલાદિને પ્રમેય અને અપ્રમેયરૂપ માનવા તે શું અનેકાંત નથી ?).
પંક્તિનો ભાવાનુવાદ : તે પ્રમાણે જે વસ્તુ નીલરૂપ, ચરસ, ઉર્ધ્વતાદિ રૂપયા પ્રમેય અને તે જ વસ્તુ મધ્યભાગવર્મી ક્ષણ-વિર્વતાદિની દૃષ્ટિએ અપ્રમેય છે. આ રીતે (એક જ વસ્તુને પ્રમેય અને અપ્રમેયરૂપ માનવામાં) કેવી રીતે અનેકાંત નથી ? (અર્થાતુ) અનેકાંતને તમે માનો જ છો. (૪)
(તે બૌદ્ધો સ્વપ્નાદિ ભ્રાન્તજ્ઞાનને બાહ્યપદાર્થની પ્રાપ્તિ ન કરાવતા હોવાથી ભ્રાન્ત માને છે અને સ્વરૂપની અપેક્ષાએ અભ્રાન્ત માને છે. સ્વપ્નમાં “હું રાજા છું, હું ધનવાન છું” ઇત્યાદિ વિકલ્પજ્ઞાન થાય છે. તે વિકલ્પજ્ઞાન બાહ્યમાં ધનવાનપણાનો કે રાજવીપણાનો અભાવ હોવાના કારણે જાગતાં કંગાલીયતનો અનુભવ હોવાથી ભ્રાન્ત છે. પરંતુ તે પોતાના સ્વરૂપની દૃષ્ટિએ અભ્રાન્ત છે. કારણકે તે વિકલ્પ સ્વપ્નમાં અવશ્ય થતો તો હોય જ છે. આ જ રીતે છીપલામાં થતું જતનું જ્ઞાન અર્થાતુ છીપલામાં રજતનું ભાન કરાવનાર મિથ્યાવિકલ્પ રજતરૂપબાહ્યઅર્થનું પ્રાપક ન હોવાથી ભ્રાન્ત છે, પરંતુ તાદશમિથ્યાજ્ઞાન અવશ્ય થયું તો છે જ – તેનું સ્વરૂપસંવેદન તો થાય જ છે. આથી સ્વરૂપની દૃષ્ટિએ અભ્રાન્ત છે.)
પંક્તિનો ભાવાનુવાદ ઃ તે પ્રમાણે સવિકલ્પક કે સ્વપ્નાદિદર્શન જે બાહ્યાર્થની અપેક્ષાએ ભ્રાન્તજ્ઞાન છે, તે જ સ્વ-સ્વરૂપની અપેક્ષાએ અભ્રાન્ત જ છે. ( આ રીતે એક જ સવિકલ્પક કે સ્વપ્નાદિદર્શનમાં ભ્રાન્તતા અને અભ્રાન્તતાનો સ્વીકાર કરતા) બૌદ્ધો અનેકાંતનો પણ સ્વીકાર કરે જ છે. (૫)
(આ પ્રમાણે જે વ્યક્તિને આંખના રોગના કારણે બે ચંદ્રનું જ્ઞાન થાય છે. તે મિથ્યાજ્ઞાનમાં પણ તમે અનેકાંતને સ્વીકારો છે. કારણકે તમે દ્વિચંદ્રજ્ઞાનને દ્વિત્વ અંશમાં વિસંવાદિ હોવાથી અપ્રમાણ માનો છો. અને ધવલતા, નિયતદેશમાં ગમન કરવું ઇત્યાદિની અપેક્ષાએ પ્રમાણ માનો છો. આથી એક જ દ્વિચંદ્રજ્ઞાનને અંશત:પ્રમાણ તથા અંશત:અપ્રમાણ કહેવું તે અનેકાંતનો સ્વીકાર જ છે.)