________________
षड्दर्शन समुद्यय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
६७७
(૩) મોરના ઇંડાના રસમાં (તરલપ્રવાહમાં) જે નીલ, પીત આદિ વર્ણો હોય છે, તે એકરૂપ હોતા નથી કે અનેકરૂપ પણ હોતા નથી. પરંતુ એકાએકરૂપ હોય છે. તેમ વસ્તુમાં પણ એકઅનેક, નિત્ય-અનિત્ય આદિ અનેક ધર્મો રહેલા છે. (અર્થાતું મોરના ઇંડાના પ્રવાહી રસમાં નીલ, પીત આદિ અનેક રંગ જોવા મળે છે. તે રંગોને સર્વથા એકરૂપ પણ કહી શકાતા નથી અને સ્વતંત્રપણે અનેકરૂપ પણ કહી શકાતા નથી. પરંતુ કથંચિત્ એકાનેકરૂપથી તાદાભ્ય ભાવથી રહે છે. તે રીતે વસ્તુમાં એક-અનેક, નિત્ય-અનિત્ય આદિ ધર્મો પણ કથાત્ તાદાત્મભાવથી રહે છે. આ જ અનેકાંતવાદનું સમર્થન છે.)
એક જ વસ્તુમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ આ ચાર નિક્ષેપાનો વ્યવહાર થાય છે. તે નામ-સ્થાપના આદિથી અનેકાંતનું સમર્થન કરતાં કહ્યું છે કે... જે રીતે મોરના ઇંડાના રસમાં નિલાદિ સર્વે વર્ણો અન્યોન્ય મળીને રહે છે. અર્થાત્ ઇંડાના રસમાં નીલાદિ અનેક વર્ષો પરસ્પર મિશ્રિત થઈને તાદાભ્યભાવથી રહે છે, તેમ વસ્તુમાં નામઘટ, સ્થાપનાઇટ આદિ રૂપથી નામાદિ ચારે નિક્ષેપાનો વ્યવહાર થાય છે. (૧)
(માટીના ઘડામાં) માટી અને ઘટનો સર્વથા) અન્વય-અભેદ માની શકાતો નથી, કારણકે ઘટોત્પત્તિ પૂર્વેની પિંડરૂપમાટી જુદી હતી અને ઘટોત્પત્તિ બાદની ઘટ અવસ્થામાં માટી જુદી છે. તે જ રીતે માટીના ઘટમાં) માટી અને ઘટનો (સર્વથા) ભેદ પણ નથી, કારણ કે માટીની અપેક્ષાએ અન્વય = અભેદ જોવા મળે છે. અર્થાત્ ઘટોત્પત્તિની પૂર્વે માટીના પિંડમાં “આ માટી છે” તથા ઘટ અવસ્થામાં “આ માટી છે” આવો અન્વય જોવા મળે છે. (પ્રશ્નઃ જો ઘટમાં સર્વથા ભેદજાતિ નથી કે સર્વથા અભેદજાતિ પણ નથી, તો ઘટમાં કઈ જાતિનો સ્વીકાર કરો છો ? ઉત્તરઃ અમે) ઘટમાં સર્વથા ભેદરૂપ અને સર્વથા અભેદરૂપ બંને જાતિઓથી અતિરિક્ત ભેદભેદ જાતિનો સ્વીકાર કરીએ છીએ.
અહીં શ્લોકમાં “હિ' શબ્દ હેતુમાં છે. અર્થાત્ “હિ’ શબ્દનો “સ્માત્ = જે કારણથી” અર્થ છે. (જે કારણથી તે ઘટ.. ઇત્યાદિ કરવો). (શ્લોકનો ભાવાર્થ એ છે કે... માટીના ઘટમાં માટી અને ઘટનો સર્વથા અભેદ માની શકાય તેમ નથી કે સર્વથા ભેદ પણ માની શકાય તેમ નથી. ઘટનો માટીરૂપથી સર્વથા અભેદ કહી શકાતો નથી. કારણકે તે માટી ભિન્ન હતી અને આ માટી ભિન્ન છે. અવસ્થાભેદ તો ચોક્કસ છે જ. તેમાં સર્વથા ભેદ પણ કહી શકાતો નથી. કારણ કે માટીરૂપથી અન્વય જોવા મળે છે. પિંડ પણ માટીનો જ હતો અને ઘટ પણ માટીનો જ છે. તેથી ઘટ સર્વથા અભેદ અને સર્વથા ભેદરૂપ બે જાતિઓથી અતિરિક્ત એક કથંચિત્ ભેદભેદરૂપ ત્રીજી જાતિનો જ છે. તે અવસ્થામાં ઘટ સર્વથા માટીરૂપ નથી અને માટીમાંથી અન્ય દ્રવ્યરૂપ પણ બની ગયો નથી. પરંતુ દ્રવ્યરૂપથી માટીનો ઘટમાં અન્વય છે. તથા પર્યાપરૂપથી ભેદ છે.