________________
૭૦૦
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
તેમાં સહાનવસ્થાનરૂપ વિરોધ પણ કેમ મનાય છે ? શું તે ક્યારે પણ એક સ્થાને નહિ રહેતો હોવાના કારણે કે કેટલોક કાળ સાથે રહીને પાછળથી સાથે નહિ રહેતો હોવાના કારણે છે ?
જો ક્યારે પણ એક સ્થાનમાં નહિ રહેવાના કારણે સહાનવસ્થાનવિરોધ હોય તો સાપ અને નોળીયા આદિમાં વિરોધ માની શકાશે નહિ. કારણકે તે ક્યારેક તો એક સાથે રહે જ છે. જો તેમનામાં સહાનવસ્થાનવિરોધ હોય તો ત્રણ લોકમાં સાપોનો અભાવ જ થઈ જશે.
જો કેટલોક કાળ રહીને પાછળથી સાથે નહિ રહેતા હોવાના કારણે સહાનવસ્થાનવિરોધ હોય તો સ્ત્રી-પુરુષમાં પણ વિરોધ આવશે. કારણ કે તેઓ પણ કેટલોક કાળ એકઠા રહીને અલગ પડી જાય છે. વળી જો થોડો સમય સાથે રહીને અલગ પડી જતા હોય તેમાં સહાનવસ્થાન વિરોધ હોય, તો વડવાનલ = સમુદ્રની અગ્નિ અને સમુદ્રનું પાણી, વિજળી અને વાદળોમાં રહેવાવાળું પાણી, તે સર્વે ઘણો લાંબો સમય એક સ્થાને રહે છે, તો તેમાં વિરોધ ન હોવો જોઈએ. છતાં પણ વિરોધ તો મનાય જ છે.)
પરસ્પર પરિહારસ્થિતિરૂપ વિરોધ સર્વપદાર્થોમાં અવિશેષતયા = સામાન્યરૂપથી થયા જ કરે છે. દરેક પદાર્થ બીજા પદાર્થથી પોતાની સ્વતંત્ર ભિન્નસ્થિતિ રાખે જ છે. આથી કેવી રીતે સર્વસાધારણ વિરોધને પ્રતિનિયત સ્થાનોમાં જ જોડી શકાય ?
સાધ્ય અને સાધનમાં વિશેષણ - વિશેષ્યભાવ પણ સંગત થતો નથી. કારણકે તે સાધ્ય અને સાધનમાં સંયોગાદિનો અસંભવ હોવાથી વિશેષણ-
વિષ્યભાવનો અભાવ છે. સાધ્ય અને સાધનમાં સંયોગાદિના સંભવનો અમે પૂર્વે જ નિષેધ કરી દીધો છે. કહેવાનો આશય એ છે કે સાધ્ય અને સાધનમાં વિશેષણવિશેષ્યભાવ પણ માની શકાતો નથી. કારણકે વિશેષણવિશેષ્યભાવ તો તે પદાર્થોમાં હોય છે, કે જેમાં પહેલાંથી પરસ્પર કોઈ સંયોગ કે સમવાય આદિ સંબંધ રહે છે. પરંતુ જ્યારે સાધ્ય અને સાધનમાં સંયોગાદિ સંબંધોનો અભાવ પૂર્વે જ સિદ્ધ કરી દીધો છે, ત્યારે તેમાં વિશેષણ-વિશેષ્યભાવની સિદ્ધિ કરવી બિલકૂલ અનુચિત છે.
સાધ્ય અને સાધનમાં તાદાભ્યસંબંધ પણ ઘટતો નથી. કારણકે સાધ્ય અસિદ્ધ હોય છે અને સાધન સિદ્ધ હોય છે અને તેથી તે અપેક્ષાએ સાધ્ય અને સાધનમાં ભેદ મનાયેલો છે તથા જેમાં ભેદ મનાયેલો હોય, તેમાં તાદામ્ય=અભેદ માનશો તો સાધન કે સાધ્યમાંથી એક જ રહેશે. બંને રહી શકશે નહિ. તાદાભ્યસંબંધમાં બે બચી શકતા નથી. તે બંને વચ્ચે કથંચિત્તાદાભ્ય માનશો તો જૈનમતનો સ્વીકાર કરવો પડશે. _ तदुत्पत्तिस्तु कार्यकारणभावे संभविनी कार्यकारणभावश्चार्थक्रियासिद्धौ सिध्येत् । अर्थक्रिया च नित्यस्य क्रमाक्रमाभ्यां सहकारिषु सत्स्वसत्सु च जनकाजनकस्वभाव