________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक -५७, जैनदर्शन
७०३
બૌદ્ધ કાર્ય-કારણ કે સાધ્ય-સાધનના અનુભવની અનંતર થનારા સ્મરણ દ્વારા કાર્યકારણભાવ તથા અવિનાભાવ આદિ સંબંધોનું જ્ઞાન સારી રીતે થાય જ છે.
જૈનઃ આવું ન કહેવું જોઈએ. કારણકે અનુભૂતમાં જ સ્મરણનો પ્રાદુર્ભાવ થાય છે. અર્થાત્ સ્મરણ અનુભવને અનુસારે જ થાય છે. જે પદાર્થનો અનુભવ હોય તેનું જે સ્મરણ થાય છે. કાર્ય-કારણભાવ કે અવિનાભાવ આદિ સંબંધોનો અનુભવ જ કોઈના દ્વારા થયો નથી, તો પછી સ્મરણ ક્યાંથી થાય ? સંબંધ તો ઉભયમાં રહે છે. તમારી કોઈપણ ક્ષણિકજ્ઞાનક્ષણ પૂર્વોત્તરકાલભાવિ બે ભાવપદાર્થોને જાણતી જ નથી, તો તે કેવી રીતે તે બંનેમાં રહેનારા સંબંધનો નિશ્ચય કરી શકે ? (કાર્ય-કારણભાવ તો ક્રમભાવિ કારણ અને કાર્યમાં રહે છે. તમારી કોઈ એક જ્ઞાનક્ષણ દ્વારા ક્રમભાવિ કાર્ય અને કારણને ગ્રહણ કરવું અસંભવિત છે. આથી તેનાથી તેના સંબંધનું ગ્રહણ પણ થતું નથી.) આથી એકાંતપક્ષમાં પરવાદિઓ દ્વારા કહેવાયેલા સર્વે પણ હેતુઓ સંબંધનો અભાવ હોવાના કારણે તથા નિશ્ચયનો અભાવ હોવાથી અનૈકાન્તિક જ છે.
एवं च केवलस्य सामान्यस्य विशेषस्य च द्वयोर्वा परस्परविविक्तयोस्तयोर्हेतुत्वाघटनादनुवृत्तव्यावृत्तप्रत्ययनिबन्धनपरस्परसंवलितसामान्यविशेषात्मनो हेतोरनेकान्तात्मनि साध्ये गमकत्वमभ्युपगन्तव्यम् । न च यदेव रूपं रूपान्तराद्व्यावर्तते तदेव कथमनुवृत्तिमासादयति, यञ्चानुवर्तते तत्कथं व्यावृत्तिमाश्रयति इति वक्तव्यं, अनुवृत्तव्यावृत्तरूपतयाध्यक्षतः प्रतीयमाने वस्तुरूपे विरोधासिद्धेः, सामान्यविशेषवचित्रज्ञानवचित्रपटस्यैकचित्ररूपवद्वा । किंच एकान्तवाद्युपन्यस्तहेतोः साध्यं किं सामान्यमाहोस्विद्विशेष उतोभयं परस्परविविक्तमुतस्विदनुभयमिति विकल्पाः । न तावत्सामान्यं, केवलस्य तस्यासंभवादर्थक्रियाकारित्ववैकल्याञ्च । नापि विशेषः, तस्याननुयायित्वेन साधयितुमशक्यत्वात् । नाप्युभयं, उभयदोषानतिवृत्तेः । नाप्यनुभयं, तस्यासतो हेत्वव्यापकत्वेन साध्यत्वायोगात् । तस्माद्विवादास्पदीभूतसामान्यविशेषोभयात्मकसाध्यधर्मस्य साध्यधर्मिणि साधनायान्योन्यानुविद्धान्वयव्यतिरेकस्वभावद्वयात्मैकहेतोः प्रदर्शने लेशतोऽपि नैकान्तपक्षोक्तदोषावकाशः संभवी, अतोऽनेकान्तात्मकं हेतुस्वरूपं चावश्यमङ्गीकर्तव्यं, अन्यथा सकलानुमानेषु साध्यसाधनानामुक्तन्यायत उच्छेद एव भवेत् । तस्मादो एकान्तवादिनो ! निजपक्षाभिमानत्यागेनाविषादिनोऽक्षिणी निमील्य बुद्धिदृशमुन्मील्य मध्यस्थवृत्त्या युक्तत्यानुसारैकप्रवृत्त्या तत्तत्त्वं जिज्ञासन्तो