________________
• षड्दर्शन समुझय भाग - २, श्लोक-५७, जैनदर्शन
૬૮૧
અવશ્ય નિવૃત્તિ હોય જ છે” આવો નિશ્ચય કરવાવાળું કોઈ પ્રમાણ જ નથી.) આ રીતે વિપક્ષાસત્ત્વનો નિશ્ચય ન હોવાથી “તપુત્રત્વ' હેતુ હેત્વાભાસ છે.
નૈયાયિકો આ પ્રમાણે ગર્જના કરી કહે છે કે શાકાદિ-આહારપરિણામની શ્યામત્વની સાથે સમાનવ્યાપ્તિ છે, પુત્રત્વની સાથે વ્યાપ્તિ નથી. અર્થાત્ ગર્ભીણીમાતાનું લીલા પાંદડાનું શાક ખાવું ઇત્યાદિ જ ગર્ભના શ્યામત્વમાં કારણ છે. એટલે કે શાકાદિ-આહારપરિણામની જ શ્યામત્વની સાથે સમાનવ્યાપ્તિ છે. પરંતુ તપુત્રત્વની સાથે નહિ. આ પ્રમાણે તપુત્રત્વ હેતુમાં શાકાદિઆહારપરિણામ ઉપાધિ હોવાથી, તે હેતુ વિપક્ષથી વ્યાવૃત્ત નથી. (ઉપાધિસહિત હેતુ વ્યાપ્યત્વાસિદ્ધ કહેવાય છે. જે ધર્મ સાધ્યનો વ્યાપક હોય તથા સાધનનો અવ્યાપક હોય છે તેને ઉપાધિ કહેવાય છે. જેમકે પર્વતો ઘૂમવાનું, વદને | અર્થાતુ તે ધૂમવાળો છે, કારણકે અગ્નિવાળો હોવાથી.” અહીં આર્દ્રધનસંયોગ ઉપાધિ છે. આર્દ્રધનસંયોગ સાધ્યભૂત ધૂમની સાથે હંમેશાં રહેતો હોવા છતાં પણ સાધનભૂત વનિ સાથે હંમેશાં રહેવાનો તેનો નિયમ નથી. કારણકે તપેલા લોખંડના ગોળામાં સાધનભૂતઅગ્નિ હોવા છતાં પણ આર્દ્રધનસંયોગ હોતો નથી. આથી આટૅન્ધનસંયોગ ઉપાધિ છે. તેથી સાધનવનિ વ્યાપ્યત્વાસિદ્ધ છે. તે પ્રમાણે ‘શાકાદિઆહારપરિણામ' સાધ્યભૂત શ્યામત્વની સાથે રહે છે. પરંતુ સાધનભૂત તપુત્રત્વની સાથે હંમેશાં રહે તેવો નિયમ નથી. આથી “શાકાદિ-આહારપરિણામ' ઉપાધિ છે. તે ઉપાધિ સહિતનો તપુત્રત્વ હેતુ જ વ્યાપ્યત્વાસિદ્ધ બને છે. પરંતુ માત્ર તપુત્રત્વ હેતુ હેત્વાભાસ બની શકતો નથી. તાત્પર્ય એ છે કે એકલા તપુત્રત્વની શ્યામત્વની સાથે વ્યાપ્તિ નથી, પરંતુ જ્યારે તે શાકાદિઆહારપરિણામથી વિશિષ્ટ થાય છે, ત્યારે જ તેની શ્યામત્વની સાથે વ્યાપ્તિ થઈ શકે છે.)
જેને તે બૌદ્ધ અને નૈયાયિકે વિપક્ષાસત્ત્વની જે પ્રમાણે વ્યાખ્યા કરી છે. તેનાથી તો તેઓએ બીજા શબ્દો દ્વારા અન્યથા-અનુપપત્તિરૂપ અવિનાભાવના નિશ્ચયનો જ સ્વીકાર કરી લીધો છે અને તે જ હેતુનું લક્ષણ છે. અર્થાત્ તમે ફરી-ફરીને અવિનાભાવને જ હેતુના નિર્દોષલક્ષણ તરીકે સ્વીકારી લીધું છે.
જુઓ, ‘આકાશમાં ચંદ્ર છે, કારણકે જલચંદ્ર દેખાય છે. અર્થાત્ જલમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે છે.” તથા “કાલે સૂર્યનો ઉદય થશે, કારણકે આજે સૂર્યનો ઉદય થઈ રહ્યો છે.' ઇત્યાદિ હેતુઓમાં પક્ષધર્મતા જોવા મળતી નથી. આ પક્ષધર્મતારૂપના અભાવમાં પણ હેતુને સત્ય તો માનીએ જ છીએ. “આ મારી માતા માલૂમ થાય છે, કારણ કે આવા પ્રકારનો અવાજ બીજી રીતે સંગત થતો નથી - (અર્થાતું મારી માતા ન હોય તો, તેવો અવાજ પણ સંગત થતો નથી.)” તથા “સર્વ પદાર્થ ક્ષણિક કે નિત્ય છે, કારણ કે તે સત્ છે” ઇત્યાદિ હેતુઓમાં સપક્ષસત્ત્વરૂપ ન હોવા છતાં પણ તે હેતુઓ સાધ્યના ગમક બનતા જોવાય છે. આથી અવિનાભાવ જ હેતનું એકમાત્ર