________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
વળી પરસ્પરનિરપેક્ષ સામાન્ય અને વિશેષ ઉભયરૂપહેતુ પણ સાધ્યનો ગમક બની શકતો નથી. કારણ કે તેવું માનવામાં સામાન્ય અને વિશેષ પક્ષમાં જે દોષો આવતા હતા, તે સઘળાયે દોષો આ પક્ષમાં આવી જશે.
६९५
“હેતુ અનુભયરૂપ છે. અર્થાત્ સામાન્યરૂપ પણ નથી કે વિશેષરૂપ નથી-” આ પક્ષ તો તદ્દન અનુચિત છે. (કા૨ણ કે જગતમાં અનુભય તો કોઈ પદાર્થ હોઈ શકતો જ નથી.) સામાન્ય અને વિશેષ એકબીજાનો વ્યવચ્છેદ કરીને જ રહે છે. કેમકે નિયમ છે કે પરસ્પરનો વ્યવચ્છેદ કરનારા પદાર્થો એકનો નિષેધ કરીને જ બીજાનું વિધાન કરે છે. અર્થાત્ જે સામાન્ય હશે તે વિશેષનો નિષેધ કરીને તથા જે વિશેષ હશે તે સામાન્યનો નિષેધ કરીને જ પોતાનું સ્થાપન ક૨શે. તેથી જો તે સામાન્યરૂપ ન હોય, તો વિશેષરૂપ હોવો જ જોઈએ અને જો તે વિશેષરૂપ ન હોય, તો સામાન્યરૂપ હોવા જ જોઈએ. ટુંકમાં એકનો નિષેધ કરવાથી બીજાનું વિધાન અવશ્ય થઈ જાય છે. બંનેનો એક સાથે નિષેધ કરી શકાતો નથી. તેથી ઉભયના નિષેધરૂપ અનુભયની સત્તા ન હોવાથી હેતુનો પણ અયોગ થઈ જશે.
બુદ્ધિકલ્પિત(અન્યાપોહરૂપ)સામાન્ય તો અવસ્તુ છે. કારણ કે તેનો સાધ્યની સાથે પ્રતિબંધ=અવિનાભાવિસંબંધ અસિદ્ધ છે. આ રીતે તે સર્વથા અસિદ્ધ હોવાથી હેતુ બની શકતો
નથી.
આ રીતે સામાન્યાદિની અસિદ્ધિ થતાં સામાન્યાદિસ્વરૂપ સર્વે પણ હેતુઓ અસિદ્ધ જ છે. तथा प्रतिबन्धविकलाः समस्ता अपि परोपन्यस्ता हेतवोऽनैकान्तिका अवगन्तव्याः । न चैकान्तसामान्ययोर्विशेषयोर्वा साध्यसाधनयोः प्रतिबन्ध उपपद्यते । तथाहिसामान्ययोरेकान्तेन नित्ययोः परस्परमनुपकार्योपकारकभूतयोः कः प्रतिबन्धः, मिथः कार्यकारणादिभावेनोपकार्योपकारत्वे त्वनित्यत्वापत्तेः । विशेषयोस्तु नियतदेशकालयोः प्रतिबन्धग्रहेऽपि तत्रैव तयोर्ध्वंसात्साध्यधर्मिण्यगृहीतप्रतिबन्ध एवान्यो विशेषो हेतुत्वेनोपादीयमानः कथं नानैकान्तिकः । किंच प्रतिबन्धः पक्षधर्मत्वादिके लिङ्गलक्षणे सति संभवी, नच साध्यसाधनयोः परस्परतो धर्मिणश्चैकान्तेन भेदेऽभेदे वा पक्षधर्मत्वादिधर्मयोगो लिङ्गस्योपपत्तिमान्, संबन्धासिद्धेः ।
ટીકાનો ભાવાનુવાદ :
૫૨વાદિઓ દ્વારા ઉપન્યસ્ત સર્વે પણ પ્રતિબંધ = અવિનાભાવથી વિકલહેતુઓ અનૈકાન્તિક જાણવા. અર્થાત્ પ્રતિવાદિ દ્વારા પ્રયોજાયેલા હેતુઓનો પોતાના સાધ્યની સાથે