________________
षड्दर्शन समुचय भाग -
૨.
ોન - ૧૭, जैनदर्शन
६९३
પરંતુ તેનો વ્યક્તિઓ સાથે નિત્યસમવાય રહેવાના કારણે વ્યક્તિઓથી સ્વતંત્રરૂપે ભિન્ન ઉપલબ્ધ થતો નથી.
જૈન : અહીં સમવાય ‘રૂદેવમ્’ બુદ્ધિનું કારણ છે તથા ‘દેવમ્” બુધ્ધિ (સામાન્ય તથા વિશેષના) ભેદજ્ઞાન વિના શક્ય નથી. કહેવાનો આશય એ છે કે સમવાય ‘હેવન્’ = આમાં આ છે”-આ બુદ્ધિનું કારણ બને છે. જ્યાં સુધી સામાન્ય અને વિશેષનું ભિન્ન=સ્વતંત્રભાવથી જ્ઞાન ન થાય, ત્યાં સુધી ‘હેવન્’ = આમાં આ છે. આ બુદ્ધિ ઉત્પન્ન થઈ શકતી નથી. ‘'= વિશેષમાં, ‘વક્’ = સામાન્ય છે.’ - આ બુદ્ધિ સ્પષ્ટતયા ભેદનું જ જ્ઞાન કરાવે છે.
વળી તમે બતાવો કે ‘દેવસ્’ બુદ્ધિથી અશ્વત્વ આદિ સામાન્યની વૃત્તિ પોતાના આશ્રય એવા અશ્વો આદિમાં ઇચ્છાય છે કે સર્વગત ઃ સંસારમાં સર્વત્ર ઇચ્છાય છે ? અર્થાત્ તમે લોકો અશ્વત્વ આદિ સામાન્યની વૃત્તિ શામાં સિદ્ધ કરશો ?
=
=
જો ‘સામાન્યની વૃત્તિ પોતાના આશ્રય એવા અશ્વાદિમાં છે' આવું કહેશો, તો કર્માદિ વ્યક્તિ સફેદ આદિ ઘોડા વ્યક્તિઓથી શૂન્ય દેશમાં પહેલાં જ ઉત્પન્ન થયેલી અશ્વ વ્યક્તિમાં ‘અશ્વત્વ’ સામાન્યનો યોગ નહિ થાય. કારણ કે વ્યક્તિશૂન્યદેશમાં સામાન્ય રહેતું નથી તથા તે સામાન્ય બીજા વ્યક્તિઓથી આવતું નથી. કહેવાનો આશય એ છે કે જો અશ્વત્વ સામાન્ય કર્ક = સફેદ ઘોડા, પીળા ઘોડા આદિ પોતાની વ્યક્તિઓમાં જ રહેતું હોય, તો જે સમયે અશ્વશાળામાં કોઈ નવો ઘોડો ઉત્પન્ન થાય છે, તે સમયે તેમાં અશ્વત્વસામાન્યનો સંબંધ ન હોવો જોઈએ. કારણ કે તે અશ્વશાળાના તે શૂન્યદેશમાં તો અશ્વત્વ રહેતું નહોતું કે જેથી ત્યાંને ત્યાં નવા ઉત્પન્ન થયેલા અશ્વવ્યક્તિમાં આવી જાય. સામાન્ય જ એનું નામ કે જે પોતાની વ્યક્તિના આશ્રયે રહે. સામાન્ય નિરાશ્રય તો રહેતું જ નથી. વળી સામાન્ય નિષ્ક્રિય છે. તેથી અશ્વત્વસામાન્ય પૂર્વોત્પન્ન ઘોડામાંથી નીકળીને નવજાતઅશ્વમાં આવી શકતું નથી. ટુંકમાં તાત્પર્ય એ છે કે નવા ઉત્પન્ન થયેલા અશ્વમાં અશ્વત્વનો સંબંધ થઈ શકશે જ નહિ.
જો અશ્વત્વાદિસામાન્યને સમસ્તજગતમાં વ્યાપ્ત માનશો, તો તે અશ્વત્વાદિસામાન્યનો જેમ અશ્વાદિમાં પ્રતિભાસ થાય છે, તેમ શાબલેય = કાબરચિત્રી ગાયો વગેરેમાં પણ તેનો પ્રતિભાસ થશે. કારણકે અશ્વત્વસામાન્ય સર્વગત છે. ‘અશ્વમાં જ અશ્વત્વને પ્રગટ કરવાનું સામાર્થ્ય છે. ગાયો વગેરેમાં તે સામાર્થ્ય નથી.' આવું પણ કહી શકાતું નથી. કારણ કે (તમારે જવાબ આપવો જોઈએ કે) અશ્વોમાં જ અશ્વત્વને પ્રગટ કરવાની એવી કઈ વિશેષતા છે કે જે ગાય આદિમાં જોવા મળતી નથી ?
‘સાધારણરૂપત્યેન અશ્વોમાં તેવું સામર્થ્ય છે અર્થાત્ અશ્વોમાં પરસ્પરસમાનતા છે. તેથી તે જ અશ્વત્વને પ્રગટ કરી શકે છે, નહિ કે અશ્વથી અત્યંતવિલક્ષણ ગાય આદિ.' આવો તમારો