________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
६९७
યોગ જ સંગત બનશે નહિ. કારણકે સર્વથાભિન્ન કે સર્વથાઅભિન્ન બે ચીજોનો સંબંધ થઈ શકતો નથી. (કહેવાનો આશય એ છે કે જ્યારે પક્ષધર્મતા = હેતુનું પક્ષમાં રહેવું આદિ સિદ્ધ થઈ જાય ત્યારે જ અવિનાભાવસંબંધ બની શકે છે. પરંતુ સાધ્ય-સાધન તથા ધર્મામાં સર્વથા ભેદ માનવાથી તો પક્ષ આદિનું સ્વરૂપ જ બની શકશે નહિ. તથા સર્વથાઅભેદ માનવાથી તો કોઈ એક પદાર્થ જ શેષ રહેશે. અને એક પદાર્થમાં તો ધર્મ-ધર્મિભાવ અસંભવ જ છે. આ રીતે ધર્મ, સાધ્ય અને સાધનનો સંબંધ ન હોવાથી કારણહેતુના પક્ષધર્મત્વ, સપક્ષસત્ત્વ, વિપક્ષાસત્ત્વ આદિ રૂપોની સિદ્ધિ થઈ શકશે નહિ. પક્ષ અને હેતુ સર્વથા ભિન્ન હોય તો “પક્ષમાં હેતુ રહે છે અર્થાત્ પક્ષધર્મતા રૂપ' મળી શકે નહિ. કારણ કે તે બંને સર્વથાભિન્ન છે. આ રીતે સપક્ષસત્ત્વાદિ માટે વિચારવું.) પક્ષ અને હેતુ સર્વથાઅભિન્ન હોય તો એકસ્વરૂપ બની જવાના કારણે “પક્ષમાં હેત રહે છે' આવો વ્યપદેશ જ કરી શકાશે નહિ. આમ એકાંતે ભિન્ન કે અભિન્ન માનવામાં પક્ષધર્મવાદિરૂપોની સિદ્ધિ થઈ શકતી નથી.)
संबन्धो हि साध्यसाधनयोधर्मिणश्च किं समवायः, संयोगो, विरोधो, विशेषणविशेष्यभावः तादात्म्यं, तदुत्पत्तिर्वा भवेत् ? न तावत्समवायः, तस्य धर्मधर्मिद्वयातिरिक्तस्य प्रमाणेनाप्रतीयमानत्वात्, इह तन्तुषु पट इत्यादेस्तत्साधकस्य प्रत्ययस्यालौकिकत्वात्, पांसुलपादानामपीह पटे तन्तव इत्येवं प्रतीतिदर्शनात्, इह भूतले घटाभाव इत्यत्रापि समवायप्रसङ्गात् । सत्त्वे वा समवायस्य स्वत एव धर्मधादिषु वृत्त्यभ्युपगमे तद्वत्साध्यादिधर्माणामपि स्वत एव धर्मिणि वृत्तिरस्तु किं व्यर्थया समवायकल्पनया ? समवायस्य समवायान्तरेण वृत्त्यभ्युपगमे तु तत्राप्यपरसमवायकल्पनेऽनवस्थानदी दुस्तरा । अस्तु समवायस्य स्वतः परतो वा वृत्तिः, तथापि तस्य प्रतिनियतानामेव संबन्धिनां संबन्धकत्वं न स्यात् अपित्वन्येषामपि व्यापकत्वेन, तस्य सर्वत्र तुल्यत्वादेकस्वभावत्वाञ्च । नापि संयोगः, स हि साध्यसाधनादीनां भवन् किं ततो भिन्नो वा स्यादभिन्नो वा । प्राचि पक्षे कथं विवक्षितानामेवैष किं नान्येषामपि ? भेदाविशेषात्, न च समावायोऽत्र नियामकः तस्य सर्वत्र सदृशत्वात् ?। द्वितीये तु साध्यादीन्येव स्युः न कश्चित्संयोगो नाम कथञ्चिद्भिन्नसंयोगाङ्गीकारे तु परवादाश्रयणं भवेत् । नापि विरोधोऽभिधातव्यः, तस्याप्येकान्तमतेऽसंभवात् । स हि सहानवस्थानं परस्पररिहारो वा भवेत् । तत्राद्ये किं कदाचिदप्येकत्रानवस्थानमुत कियत्कालं स्थित्वा