________________
६९६
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
અવિનાભાવસંબંધ નથી. તેથી તે સર્વે હેતુઓ અવિનાભાવશૂન્ય હોવાથી અનેકાન્તિક છે.
વળી એકાંતે (સર્વથા) સામાન્યરૂપ કે વિશેષરૂપેહેતુ અને સાધ્યમાં પ્રતિબંધ = અવિનાભાવ સંબંધ ઘટી શકતો નથી. (અર્થાતુ પરવાદિ સાધ્ય અને હેતને સર્વથા સામાન્યરૂપ કે સર્વથા વિશેષરૂપ માની શકે, પરંતુ સામાન્ય વિશેષાત્મક તો માની શકતા નથી. અને એકાંતે સામાન્યરૂપ કે એકાંતે વિશેષરૂપ હેતુ અને સાધ્યમાં પ્રતિબંધ = અવિનાભાવ સંબંધ ઘટી શકતો નથી.) તે આ પ્રમાણે - (જો હેતુ અને સાધ્ય સામાન્યરૂપ હોય તો, સામાન્ય એકાંતે નિત્ય હોવાથી) બંને પરસ્પર પોતાના કાર્યમાં અપેક્ષા રાખશે નહિ. કારણકે એકાંતે નિત્ય હોવાથી પરસ્પરના કાર્યમાં બીજાની અપેક્ષા રાખતા નથી. તથા તે સામાન્ય અધિકારી નિત્ય હોવાના કારણે પરસ્પર ઉપકાર પણ કરશે નહિ. આથી પરસ્પર અનુપકાર્ય તથા અનુપકારક સાધ્ય સામાન્ય અને હેતુસામાન્યમાં પ્રતિબંધ = સંબંધ કેવી રીતે હોઈ શકે ! (જે પદાર્થ એક-બીજાનું કાર્ય કે કારણ બનીને ઉપકાર કરે છે, તેનામાં જ સંબંધ ઘટી શકે છે. પરંતુ નિત્યસામાન્ય તો ન કોઈનું કારણ થાય છે કે ન કોઈનું કાર્ય. તથા જે કાર્ય-કારણભાવ દ્વારા ઉપકાર કરીને ઉપકારક બને છે, તે અનિત્ય જ હોય છે. તેથી) તમે સામાન્યને કાર્ય-કારણભાવેન ઉપકારક માનશો તો તે અનિત્ય બની જશે.
વળી સાધ્યવિશેષ અને સાધનવિશેષ નિયતદેશ અને નિયતકાલમાં રહે છે. (ત્યાં તે ક્ષણમાં) તે બંનેનો સંબંધગ્રહ થવા છતાં પણ, બીજી ક્ષણે તો નષ્ટ જ થવાવાળો છે. ત્યારે તે બંનેનો સંબંધગ્રહ થાય કે ન થાય સમાન જ છે. અર્થાતુ) સાધ્યધર્મિનો અગૃહીતપ્રતિબંધ જ છે. (કારણ કે જેમાં સંબંધ ગ્રહણ કર્યો હતો તે તો નષ્ટ જ થઈ ગયો છે. અને તે સમયે તો) અન્ય હેતુ વિશેષ જ ગ્રહણ થાય છે. આવા અન્ય અગૃહતસંબંધવાળા પદાર્થને હેતુ તરીકે સ્વીકાર કરતાં તે અનેકાન્તિક કેમ ન બને ? (કહેવાનો આશય એ છે કે સાધ્યવિશેષ અને સાધનવિશેષ તો પોતાના નિયતદેશ તથા નિયતકાલમાં રહેવાવાળા છે. આથી તેમાં સંબંધ ગ્રહણ કરી પણ લેવામાં આવે, તો પણ જ્યારે તે બીજી ક્ષણમાં નષ્ટ જ થઈ જવાવાળો છે, તો તેમાં સંબંધનું ગ્રહણ કરવું કે ન કરવું સમાન જ છે. કારણ કે જેમાં જેમાં સંબંધ ગ્રહણ કર્યો હતો, તે તો નષ્ટ જ થઈ ગયો છે. આ સમયે તો (ભિન્નક્ષણરૂપ પક્ષમાં) એક નૂતન જ હતુવિશેષ દેખાય છે. જ્યારે આ નૂતન હેતુવિશેષનો સાધ્યને સાથે સંબંધ જ ગ્રહણ નથી થયો, ત્યારે તે સાધ્યનું અનુમાન કેવી રીતે કરી શકે છે ? તથા જો આ નૂતન અગૃહતસંબંધવાળા પદાર્થોને હેતુ બનાવવામાં આવશે, તો તે અનેકાન્તિક જ બની જશે.)
વળી પ્રતિબંધ = અવિનાભાવસંબંધ પક્ષધર્મવાદિ લિંગના લક્ષણ હોતે છતે જ સંભવે છે. અને સાધ્ય – સાધન તથા ધર્મમાં સર્વથાભેદ કે અભેદ હોય તો લિંગમાં પક્ષધર્મવાદિધર્મોનો