________________
६८०
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
ટીકાનો ભાવાનુવાદ :
જેમ એક માણસમાં ભિન્ન-ભિન્નનિમિત્તો અપેક્ષાઓએ પિતૃત્વ, પુત્રત્વ આદિ અનેક સંબંધોને = ધર્મોને માનવામાં વિરોધ નથી, (તેમ કોઈપણ વસ્તુમાં ભિન્ન-ભિન્ન અપેક્ષાએ અનેક ધર્મો માનવામાં વિરોધ નથી.) માણસમાં ભિન્ન-ભિન્ન અપેક્ષાએ રહેલા પિતૃત્વ આદિ અનેક ધર્મો આ પ્રમાણે છે. - તે માણસ પોતાના પિતાની અપેક્ષાએ પુત્ર છે, પરંતુ પોતાના પુત્રની અપેક્ષાએ પિતા છે... ઇત્યાદિ વિચારવું, અભિજ્ઞનિમિત્તક સંબંધોને જ વિરોધ હોય છે. અર્થાત્ અભિન્ન એક જ અપેક્ષાએ વસ્તુમાં અનેકધર્મો માનવામાં વિરોધ આવે છે. જેમકે તે માણસ પિતાની અપેક્ષાએ પિતા અને પુત્ર બંને કહેવાય તો વિરોધ આવે. ઇત્યાદિ સ્વયં વિચારવું. આ પ્રમાણે અનેકાંતમાં પણ વસ્તુ દ્રવ્યદૃષ્ટિએ એક છે અને પર્યાયની દૃષ્ટિએ અનેક છે......... ઇત્યાદિ ભિન્ન-ભિન્ન અપેક્ષાએ વસ્તુમાં અનેકધર્મોનો સ્વીકાર કરવામાં વિરોધ નથી.
=
સુખ, દુ:ખ, મનુષ્ય, દેવ આદિ પર્યાયો પણ આત્મામાં નિત્યાનિત્યાત્મક અનેકાંત વિના સંગત થતા નથી. અર્થાત્ જો આત્માને કથંચિત્ નિત્યાનિત્યાત્મક = પરિણામીનિત્ય માનવામાં ન આવે તો, તેમાં સુખ, દુ:ખ, મનુષ્ય, દેવ આદિ પર્યાયો થઈ શકશે નહિ. (કારણ કે સર્વથાનિત્ય માનશો તો તે હંમેશા સ્થાયી રહેશે તથા સર્વથાઅનિત્ય માનશો તો અત્યંતપરિવર્તિત બની જવાથી આત્માની સત્તા જ નહિ રહે. પર્યાયો તો દ્રવ્યને સ્થિર રાખીને જ થયા કરતા હોય છે.) જેમ સ્થિરસર્પદ્રવ્યમાં પરસ્પરવિરુદ્ધ ફણા ચઢાવેલી અવસ્થા તથા ફણા વિનાની અવસ્થા હોય છે, છતાં પણ એક અન્વયી દ્રવ્યની અપેક્ષાએ તેમાં વિરોધ નથી. અર્થાત્ અવસ્થાભેદ થવા છતાં પણ સર્પ દ્રવ્યદૃષ્ટિથી એક જ રહે છે. તેથી તેમાં અવસ્થાભેદ સ્વીકારમાં વિરોધ નથી. તથા જેમ એક આંગળીમાં સરલતાનો વિનાશ અને વક્રતાની ઉત્પત્તિ અથવા એક જ સ્થાયિ ગોરસમાં દૂધપર્યાયનો નાશ અને ઉત્ત૨માં દહીંપર્યાયની ઉત્પત્તિ થતી પ્રત્યક્ષપ્રમાણથી જોવાય છે, તેમ સર્વ વસ્તુઓની દ્રવ્ય-પર્યાયાત્મકતા પણ પ્રત્યક્ષથી જોવાય જ છે. (કહેવાનો આશય એ છે કે જેમ એક સ્થિર રહેલા આંગળીદ્રવ્યમાં સરલતા અને વક્રતાપર્યાયની ઉત્પત્તિ થતી જોવા મળે છે, તેથી આંગળી દ્રવ્યપર્યાયાત્મક છે, તે પ્રત્યક્ષથી જણાય જ છે. તે જ રીતે સ્થાયિ દ્રવ્યરૂપ ગોરસમાં દૂધપર્યાયનો વિનાશ તથા દહીંપર્યાયની ઉત્પત્તિ થતી જોવા મળે છે. તેથી ગોરસમાં દ્રવ્યપર્યાયાત્મકતા પ્રત્યક્ષથી જણાય છે. તેમ સર્વ વસ્તુઓની દ્રવ્યપર્યાયાત્મકતા પણ પ્રત્યક્ષથી જણાય જ છે.)
વળી સર્વ દર્શનોમાં પોતાના ઇષ્ટસાધ્યની સિદ્ધિ માટે પ્રયોજેલા હેતુઓ પણ વસ્તુની અનેકાંતાત્મકતા માન્યા વિના સત્ય-પ્રમાણતાને પામતા નથી.
આ જ વાતને સ્પષ્ટ કરાય છે - (આ વિષયમાં ટીકાકારશ્રી દ્વારા સ્વયં) પોતાના દ્વારા