________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
બનાવેલ “પરહેતુતમાંમાર” = પ્રતિવાદિઓના હેતુરૂપી અંધકારના વિનાશક સૂર્યનામક વાદસ્થળને લખે છે આ જગતમાં પોતાની જાતને સકલતાર્કિકચક્રચૂડામણિ માનતા, હંમેશાં પણ આગ્રહપૂર્વક સ્વાભિમાનને પોષતા, ગુણવાનવિદ્વાનો ઉપ૨ મત્સર ધારણ કરતા, મુગ્ધસમાજમાં પોતાની વાતોને કુર્તકો દ્વારા લાંબી લાંબી ૨ીતે કહેતા, સ્પષ્ટસ્વાનુભવથી સમસ્તવસ્તુઓમાં રહેલા અભ્રાન્ત = સત્યરૂપ અનેકાંતને અનુભવતા પણ, સ્વયં (પોતાના શાસ્ત્રની વાતોની પુષ્ટિ માટે) યુક્તિથી અનેકાંતને કહેતા પણ, ‘અમે અનેકાંતનો સ્વીકાર કરીએ છીએ' આવા પ્રગટવચનમાત્રથી અનેકાંતનો સ્વીકાર નહિં કરતા, વસ્તુના યથાવસ્થિતસ્વરૂપને નહિ જોતા, પોતાના મતાનુરાગને જ પોષતા, (હું અજ્ઞાની છું એવું સિદ્ધિ ન જઈ જાય, તે માટે) ક્યારે પણ વિદ્વાનોની પાસે હેતુના સમ્યક્ સ્વરૂપને નહિ પૂછતા; પોતાની બુદ્ધિથી નહિ જાણતા, તમે લોકો હેતુના સ્વરૂપથી સર્વથા અનભિજ્ઞ હોવા છતાં પણ સ્વપક્ષની સિદ્ધિ માટે ગમે તેવા હેતુના પ્રયોગો કર્યા કરો છો.
–
६८१
ત્યાં પણ સાધ્યની સિદ્ધિમાં મુખ્યકારણ હેતુ છે. આથી અનેકાંતની સિદ્ધિ માટે યથાવસ્થિત વસ્તુનું સ્વરૂપ બતાવતા અમારા વડે પ્રથમથી જ સાધ્યસિદ્ધિના પ્રધાન અંગરૂપ હેતુના સ્વરૂપની અર્થાત્ હેતુની સમ્યગ્ અનેકાંતરૂપતાને પ્રકાશિત કરાય છે. તેથી સાવધાન બની સ્વપક્ષનું અભિમાન બાજુ પર રાખી, ક્ષણવાર માટે મધ્યસ્થતાને ધારણ કરીને તમે ૫૨વાદિઓ અમારી વાતને સાંભળો.
તમે બતાવો કે... તમે ઉપન્યસ્ત કરેલો હેતુ શું અન્વયી હોવાના કારણે સ્વસાધ્યનો સાધક છે કે વ્યતિરેકી હોવાના કારણે સ્વસાધ્યનો સાધક છે કે અન્વય-વ્યતિરેકી હોવાના કારણે સ્વસાધ્યનો સાધક છે ?
‘હેતુ અન્વયી હોવાના કારણે સ્વસાધ્યનો સાધક છે.’ આ પક્ષ કહેશો તો ‘તપુત્રત્વાદિ’ હેતુઓ પણ સાધ્યના ગમક બની જશે. કારણકે અન્વયમાત્રનો ત્યાં પણ સદ્ભાવ છે. કહેવાનો આશય એ છે કે જો સાધ્ય અને સાધનનો દૃષ્ટાંતમાં સદ્દભાવ રહેવાને કારણે તે હેતુ અન્વયી બનીને સત્ય બની જતો હોય તો - સાધ્યનો સાધક બનતો હોય તો ‘ગર્ભગત બાળક શ્યામ છે, કારણ કે તે તેનો પુત્ર છે’-આ અનુમાનમાં ‘તત્વત્વ’ = હેતુ પણ સત્ય બની જવો જોઈએ. કારણકે તેના ચાર શ્યામબાળકોમાં તત્પુત્રત્વ અને શ્યામત્વનો અન્વય જોવા મળે જ છે.
‘હેતુ વ્યતિરેકી હોવાના કારણે સ્વસાધ્યનો ગમક બને છે.' આ પક્ષ પણ ઉચિત નથી. કારણકે... તો તો ‘તપુત્રત્વાદિ' હેતુઓ પણ સાધ્યના સાધક બની જશે. કહેવાનો આશય એ છે કે કોઈ વ્યતિરેકવ્યાપ્તિથી જ હેતુ સત્ય બની જતો હોય તો, શુક્લ (ગોરા) એવા ચૈત્રના