________________
૬૮૨
षड्दर्शन समुशय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
પુત્રોમાં શ્યામત્વના અભાવમાં તપુત્રત્વનો અભાવ જોવા મળે જ છે. આથી અહીં પ્રયોજાયેલ હેતુ “તપુત્રત્વ” પણ પ્રામાણિક બની જશે. (પરંતુ એવું નથી.)
“હેતુ અન્વય-વ્યતિરેકી હોવાના કારણે સ્વસાધ્યનો ગમક બને છે” આ પક્ષ પણ ઉચિત નથી. કારણકે ત્યારે પણ તપુત્રત્વાદિ' હેતુઓ સાધ્યના સાધક બની જવાની આપત્તિ આવશે. કહેવાનો આશય એ છે અન્વય અને વ્યતિરેક, બંને મળી જવાથી હેતુ સત્ય બની જતો હોય તો ‘તપુત્રત્વ” હેતુમાં અન્વય અને વ્યતિરેક બંને મળતા હોવાથી તે પ્રામાણિક અને સાધ્યનો સાધક બની જશે. તે તપુત્રત્વ હેતુ પક્ષમાં વૃત્તિ છે, સપક્ષમાં રહે છે તથા વિપક્ષથી વ્યાવૃત્ત છે. આથી બૈરુખ્ય લક્ષણવાળો હોવાથી (તમે બૌદ્ધો) તેને હેત્વાભાસ માની શકશો નહિ. અર્થાત્ ‘તપુત્રત્વ' હેતુમાં હેત્વાભાસ તરીકેની તમે શંકા કરો છો, તે કરી શકશો નહિ. જો પક્ષવૃત્તિવાદિ ત્રણરૂપવાળા હેતુને પણ હેત્વાભાસ માનશો તો “શબ્દ અનિત્ય છે, કારણકે કૃતક છે” અહીં અનિત્યત્વનો સાધક “કૃતકત્વ' હેતુ પણ હેત્વાભાસ બની જવાની આપત્તિ આવશે. (કહેવાનો આશય એ છે કે પક્ષવૃત્તિવાદિ ત્રણરૂપવાળો હેતુ સાધ્યનો ગમક છે, આવું સ્વીકારશો તો (ઉપર બતાવ્યા મુજબ) “તપુત્રત્વ” હેતુ પણ સાધ્યનો ગમક બની જશે. કારણકે તે ત્રણરૂપવાળો છે જ અને જો ત્રણરૂપવાળા “તપુત્રત્વહેતુને હેત્વાભાસ અર્થાત્ સાધ્યનો અગમક માનશો તો શબ્દના અનિત્યત્વનો સાધક ત્રણરૂપવાળો “કૃતકત્વ' હેતુ પણ અગમક બની જશે.)
अस्ति च भवदभिप्रायेण त्रैरूप्यं तत्पुत्रादाविति । अथ भवत्वयं दोषो येषां पक्षधर्मत्वसपक्षसत्त्वविपक्षासत्त्वरूपे त्रैरूप्येऽविनाभावपरिसमाप्तिः, नास्माकं पञ्चलक्षणहेतुवादिनां, अस्माभिरसत्प्रतिपक्षत्वप्रत्यक्षागमाबाधितविषयत्वयोरपि लक्षणयोरभ्युपगमादिति चेत् ? तर्हि केवलान्वयकेवल व्यतिरेकानुमानयोः पञ्चलक्षणत्वासंभवेनागमकत्वप्रसङ्गः । न च तयोरगमकत्वं योगैरिष्टं, तस्मात्प्रतिबन्धनिश्चायकप्रमाणासंभवेन, अन्यथानुपपत्तेः अनिश्चय एव तत्पुत्रत्वादेरगमकतानिबन्धनमस्तु, न तु त्रैलक्षण्याद्यभावः । अथात्र विपक्षेऽसत्त्वं निश्चितं नास्ति, तर्हि श्यामत्वाभावे तत्पुत्रत्वेनावश्यं निवर्तनीयमित्यत्र प्रमाणमस्तीति सौगतः । यौगस्तु गर्जति-शाकाद्याहारपरिणामः श्यामत्वेन समव्याप्तिको, न तु तत्पुत्रत्वेनेत्युपाधिसद्धावान्न तत्पुत्रत्वे विपक्षासत्त्वसंभव इति । तौ ह्येवं निश्चितान्यथानुपपत्तिमेव शब्दान्तरेण शरणीकुरुत इति
१ प्रतिबन्धनिश्चयो प्रमाणासंभवेन । इत्यपि पाठः