________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
६७५
ઇર્ષાનો ત્યાગ કરીને અનેકાંતનો સ્વીકાર કરી લો ! એકાંતભેદની કલ્પના દ્વારા અસ્થાને આત્માને ક્લેશ શું કામ આપો છો !
રજસુ, તમસુ, સસ્વરૂપ અન્યો વિરોધિગુણોથી ગુંથાયેલા પ્રધાનને માનતા, એક જ પ્રકૃતિની સંસારાવસ્થામાં પ્રવર્તનધર્મતા અને મોક્ષાવસ્થામાં નિવર્તનધર્મતાનો, અર્થાત્ વિરુદ્ધધર્મતાનો સ્વીકાર કરતા સાંખ્યો કેવી રીતે પોતાની અનેકાંતમતની વિમુખતાને કહેવા માટે સમર્થ થશે ? કહેવાનો આશય એ છે કે સાંખ્ય એક જ પ્રધાનને ત્રિગુણાત્મક માને છે. તે પ્રધાન પરસ્પરવિરોધી સત્ત્વ, રજસું અને તમસુ - આ ત્રણ ગુણોથી ગુંથાયેલ છે. અર્થાત્ ત્રયાત્મક છે. એક જ પ્રકૃતિમાં સંસારી જીવોની અપેક્ષાએ, તેમાં સુખ-દુઃખ આદિ ઉત્પન્ન કરવાને કારણે પ્રવૃત્યાત્મક સ્વભાવ તથા મુક્તજીવોની અપેક્ષાએ નિવૃત્તિરૂપ સ્વભાવ માને છે. આ રીતે એક જ પ્રધાનમાં ત્રિગુણાત્મકતા તથા એક જ પ્રકૃતિ ભિન્ન-ભિન્ન જીવોની અપેક્ષા નષ્ટાનષ્ટ, પ્રવૃત્તાપ્રવૃત્ત આદિ વિરુદ્ધધર્મોવાળી માનવાવાળા સાંખ્યો કેવી રીતે પોતાને અનેકાંતના વિરોધી કહી શકે છે ? એક જ પ્રધાનમાં, એક જ પ્રકૃતિમાં, વિરુદ્ધ ધર્મોનો સ્વીકાર જ અનેકાંતવાદનું સમર્થન કરે છે.
મીમાંસકો સ્વયં જ પ્રકારાન્તરથી અનેકાદિ અનેકાંતનો સ્વીકાર કરે જ છે. તેથી તેમને આ વિષયમાં કોઈ પર્યનુયોગ (પૂછતાછ કરવાની જરૂર નથી. (અર્થાતું મીમાંસકોમાં કુમારિક આદિ તો સ્વયં જ સામાન્ય અને વિશેષમાં કથંચિત્ તાદાભ્ય, ધર્મ અને ધર્મીમાં ભેદભેદ તથા વસ્તુનો ઉત્પાદાદિત્રયાત્મક સ્વીકાર કરીને અનેકાંતને માને જ છે. આથી તેમને આ વિષયની વિશેષ પૂછતાછ કરવાની આવશ્યક્તા નથી.)
જો કે તેઓ શબ્દ અને અર્થના સંબંધને એકાંતે નિત્ય માને છે. આ વિષયમાં તેઓ પણ પૂછવા યોગ્ય છે
(પ્રથમ આ વિષયમાં મીમાંસકનો મત જણાવી પંક્તિનો ભાવાર્થ ખોલીશું. મીમાંસકો શબ્દ અને અર્થનો નિત્યસંબંધ માને છે. નોદના-શ્રુતિવાક્યને કાર્યરૂપઅર્થમાં જ પ્રમાણ માને છે અને તે કાર્યને ત્રિકાલજૂન્ય માને છે. તેઓનો એ આશય છે કે વેદવાક્ય ત્રિકાલજૂન્ય શુદ્ધકાર્યરૂપ અર્થને જ વિષય કરે છે.)
પંક્તિનો ભાવાનુવાદ : “ત્રિકાલજૂન્ય કાર્યરૂપ અર્થવિષયક જ્ઞાન ઉત્પાદિકા નોદના છે. આ પ્રમાણે મીમાંસકો માને છે. (આ વિષયમાં તેઓને કહેવું છે કે.) જો કાર્યરૂપતા ત્રિકાલજૂન્ય છે – કોઈપણ કાલમાં પોતાની સત્તા રાખતી નથી, તો તે અભાવ પ્રમાણનો જ વિષય બની જશે. (તેને આગમગમ્ય માનવી યુક્ત નથી.) જો તે કાર્યરૂપતા અર્થરૂપ છે, તો પ્રત્યક્ષાદિ