________________
૬૭૪
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
છે” આ પ્રકારનો ભેદ કરાય છે. (જેમ આડા-ઉભારૂપથી સંબદ્ધ તંતુઓને છોડીને, તેનાથી અત્યંત ભિન્ન પટ નામનો અતિરિક્ત અવયવી હોતો જ નથી. તેથી અવયવોમાં જ અવયવી રહેલો હોય છે એમ સિદ્ધ થાય છે. છતાં પણ જ્યારે ભેદની વિવક્ષા થાય, ત્યારે “આ અવયવ રૂપ તંતુઓ છે અને આ પટરૂપ અવયવી છે” આવા પ્રકારનો ભેદ કરાય છે.) *
ટૂંકમાં જ્યારે ભેદની વિવક્ષા કરાય છે, ત્યારે અવયવોમાં અવયવીનો સ્વીકાર કરાય છે. કારણ કે અબાધિત પ્રતીતિઓમાં સર્વત્ર અવયવ અને અવયવીનો પરસ્પર ભિન્નભિન્નપણે જ પ્રતિભાસ થાય છે. (અર્થાત્ સર્વ ઠેકાણે અવયવ અને અવયવીનો કથંચિત્ ભેદભેદ જ નિબંધ પ્રતીતિનો વિષય બને છે. કોઈપણ ઠેકાણે તંતુઓથી અતિરિક્ત એકલો પટ પ્રતીત થતો નથી. તે અપેક્ષાએ તે બંનેમાં અભેદ છે. પટની પસંજ્ઞા, તંતુની તંતુસંજ્ઞા ઇત્યાદિ સંજ્ઞાભેદ, લક્ષણભેદ, પરિમાણભેદ આદિની દૃષ્ટિથી તે બંનેમાં ભેદ છે જ. આ પ્રમાણે) અવયવથી કથંચિત્ ભિન્ન-અભિન્ન અવયવીનો પ્રતિભાસ થાય છે અને છતાં પણ તેનાથી ભિન્ન (અન્યથા) પ્રતિભાસની કલ્પના કરવાથી, અર્થાત્ સર્વથા અપ્રતિભાસમાન અત્યંત ભેદ માનવામાં આવશે તો અપ્રતિભાસમાનબ્રહ્માત કે શૂન્યવાદને પણ માનવાની આપત્તિ આવશે. (કહેવાનો આશય એ છે કે સર્વ ઠેકાણે અવયવથી કથંચિત્ ભિન્નભિન્ન અવયવી પ્રતીત થતો હોવા છતાં પણ અપ્રતિભાસમાન (= પ્રતીત નહિ થતો) ઉભય વચ્ચે સર્વથા ભેદ માનવામાં આવશે, તો અપ્રતિભાસમાન સર્વથા અભેદના સૂચક બ્રહ્માદ્વૈતવાદ કે શૂન્યવાદને પણ સત્ય માનવાની આપત્તિ આવશે.)
આ પ્રમાણે સંયોગીઓમાં સંયોગ, સમવાયીઓમાં સમવાય, ગુણીઓમાં ગુણ, વ્યક્તિઓમાં સામાન્ય, આ બધાને અત્યંત ભિન્ન માનીને તેઓની પરસ્પરવૃત્તિનો વિચાર કરતે છતે પૂર્વે કહ્યું તે પ્રમાણે એકદેશ અને સર્વદેશવાળા વિકલ્પો દ્વારા દૂષણો આપવા જોઈએ. (કહેવાનો આશય એ છે કે બે દ્રવ્યોમાં સંયોગસંબંધ હોય છે. દહીં અને ઘડામાં સંયોગસંબંધ મનાયેલો છે. જોકે તેમાં અવયવ-અવયવીભાવ નથી. ગુણ અને ગુણી, ક્રિયા અને ક્રિયાવાન, સામાન્ય અને સામાન્યવાનું વ્યક્તિ), વિશેષ અને વિશેષવાનું (નિત્યદ્રવ્ય) તથા અવયવ-અવયવીમાં સમવાયા સંબંધ હોય છે. આથી સંયોગની પોતાના સંયોગીઓમાં, સમવાયની સમવાયીઓમાં, ગુણની ગુણીમાં, સામાન્યની પોતાના વ્યક્તિઓમાં વૃત્તિ એક દેશથી હોય છે કે સર્વદેશથી હોય છે ? ઇત્યાદિ ઉભયવિકલ્પ કરતાં પૂર્વે બતાવેલા દૂષણો સંયોગ અને સમાવાય આદિને સંયોગી અને સમવાયીથી સર્વથા ભિન્ન માનવામાં આવીને ઉભા રહેશે.).
આ પ્રમાણે સર્વથાભેદ માનવામાં અનેક દૂષણો આવી પડતા હોવા છતાં પણ તથા અનેકાંતવાદમાં એકપણ દૂષણનું તમે ઉત્થાન કરી શકતા ન હોવા છતાં પણ અનેકાંતવાદનો સ્વીકાર કરતા નથી, તેનાથી તમારો મોક્ષ ન થઈ શકે. આનાથી સારું છે કે પહેલાંથી તમે