________________
६६२
षड्दर्शन समुझय भाग - २, श्लोक-५७, जैनदर्शन
પંક્તિનો ભાવાનુવાદ ઃ તે પ્રમાણે જે દિચંદ્રવિષયક જ્ઞાન છે. તેમાં તે દ્ધિત્વ અંશમાં અલીક=અસત્ય છે. અને તે જ જ્ઞાન ધવલતા, નિયતદેશની અંદર ચરવું ઇત્યાદિ અંશમાં અનલીક=સત્ય છે. (આવું બૌદ્ધો સ્વીકારે છે - તે અનેકાંતવાદનો જ સ્વીકાર છે.) (૯)
(તે જ રીતે જે વ્યક્તિને મિથ્યાજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે વ્યક્તિ તે મિથ્યાજ્ઞાનને જ્ઞાનરૂપથી તો અનુભવ કરે છે. પરંતુ મિથ્યાત્વરૂપથી અનુભવ કરતો નથી. જો પોતાની બ્રાન્તતાને જાણવા લાગે તો સમ્યગુજ્ઞાન જ થઈ જાય. અથવા મિથ્યાજ્ઞાન પોતાની જ્ઞાનરૂપતાનું તો સ્વસંવેદન પ્રત્યક્ષથી સાક્ષાત્કાર કરે છે, પરંતુ પોતાની ભ્રાન્તતાને જાણી શકતું નથી. આથી એક જ મિથ્યાજ્ઞાનનો અંશત: જ્ઞાનરૂપથી સ્વરૂપસાક્ષાત્કાર તથા અંશતઃ મિથ્થારૂપથી અસાક્ષાત્કાર થાય છે. આ રીતે સ્પષ્ટતયા બે વિરોધિભાવો એકત્ર અવસ્થાન કરે છે. તેથી તમે અનેકાંતવાદનો ન છૂટકે પણ સ્વીકાર કર્યો જ છે.).
પંક્તિનો ભાવાનુવાદઃ ભ્રાન્તજ્ઞાન–મિથ્યાજ્ઞાન ભ્રાન્તિરૂપતયા પોતાનું અત્યંવેદન કરતું અને જ્ઞાનરૂપતા અનુભવાતું (સ્વ-સંવેદન કરતું) આત્મામાં (મિથ્યાજ્ઞાન યુક્ત આત્મામાં) પ્રવર્તે છે. તેથી કેવી રીતે એક ઠેકાણે બે વિરોધિભાવોનો વિરોધ હોઈ શકે ? ન જ હોઈ શકે. આથી અનેકાંતવાદનો સ્વીકાર કર્યા વિના છૂટકો નથી.)
(તમે લોકો કોઈ એકક્ષણને પૂર્વેક્ષણના કાર્ય તરીકે તથા ઉત્તરક્ષણના કારણ તરીકે માનો જ છો. જો તે ક્ષણ પૂર્વેક્ષણનું કાર્ય ન હોય તો સત્ હોવા છતાં પણ કોઈપણથી ઉત્પન્ન થતું ન હોવાથી તે નિત્ય બની જશે. જો તે ઉત્તરક્ષણને ઉત્પન્ન ન કરે તો અર્થક્રિયાકારી ન હોવાથી અવસ્તુ બની જશે. તાત્પર્ય એ જ છે કે એક મધ્યક્ષણમાં પૂર્વની અપેક્ષાએ કાર્યતા અને ઉત્તરની અપેક્ષાએ કારણતારૂપ વિરુદ્ધધર્મ માનવો તે અનેકાંતનો સ્પષ્ટતયા સ્વીકાર જ છે.)
પંક્તિનો ભાવાનુવાદ ઃ તે પ્રમાણે પૂર્વોત્તરક્ષણની અપેક્ષાએ એક જ ક્ષણમાં જન્યત્વ અને જનકત્વનો તમે લોકોએ સ્વીકાર કરેલો છે. (તેથી તમે અનેકાંતવાદનો સ્વીકાર કરેલો જ છે.) (૮)
(“જે જ્ઞાન જે પદાર્થોનો આકાર હોય છે, તે તે જ પદાર્થને જાણે છે, નિરાકારજ્ઞાન પદાર્થને જાણી શકતું નથી” આ તદાકારતાના નિયમને બૌદ્ધોએ પ્રમાણતાનો નિયામક માન્યો છે. આ નિયમાનુસાર નાનારંગવાળા ચિત્રપટને જાણવાવાળું જ્ઞાન પણ ચિત્રાકાર જ હશે. આથી એક જ ચિત્રપટજ્ઞાનને અનેક આકારવાળું માનવું (અર્થાત્ એકને જ ચિત્રવિચિત્રરૂપ માનવું) તે અનેકાંતવાદનો જ સ્વીકાર છે.)
પંક્તિનો ભાવાનુવાદ ઃ તે પ્રમાણે અર્થાકારજ્ઞાન જ અર્થનું ગ્રાહક છે, અન્યથા નહિ, આવું