________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
६७१
ટીકાનો ભાવાનુવાદઃ તમે લોકોએ એક જ હેતુના પક્ષધર્મત્વ, સપક્ષસત્ત્વ, વિપક્ષાસત્ત્વ, અબાધિતવિષયત્વ, અસત્કૃતિપક્ષત્વ એમ પાંચ રૂપોનો સ્વીકાર કર્યો છે. તે પણ અનેકાંતવાદનો જ સ્વીકાર છે. (૯). એક જ પૃથ્વીના પરમાણુમાં સત્તાના યોગથી = સંબંધથી સત્ત્વ, દ્રવ્યત્વના સંબંધથી દ્રવ્યત્વ, પૃથ્વીત્વના સંબંધ(સમવાય)થી પૃથ્વીત્વ, પરમાણુત્વના યોગથી પરમાણુત્વ, આદિ અનેક સામાન્યધર્મો પ્રાપ્ત થાય છે. તમે લોકો તે જ પરમાણુને નિત્યદ્રવ્યમાં રહેવાવાળા વિશેષ પદાર્થથી તથા અન્ય પરમાણુઓથી ભિન્ન માનો છો. અર્થાતુ વિશેષ માનો છો. આથી એક જ પરમાણુમાં સામાન્યરૂપતા તથા વિશેષરૂપતા અવશ્ય છે જ. અને તે જ અનેકાંતવાદનો સ્વીકાર છે. (જો સત્ત્વ, દ્રવ્યત્વ, પૃથ્વીત્વ આદિથી પરમાણુઓનો ભેદ માનવામાં આવશે તો તે અસતુ, અદ્રવ્ય અને અપૃથ્વી બની જશે.) આ જ રીતે એક જ દેવદત્તના આત્મામાં સત્ત્વ, દ્રવ્યત્વ, આત્મત્વના સમવાયથી આત્મત્વ આદિ અનેક સામાન્યધર્મો પ્રાપ્ત થાય છે અને તે જ દેવદત્તનો આત્મા (વિનાશ અને આરંભરૂપ અવસ્થાઓમાં પણ શેષ રહેનારા) નિત્ય દ્રવ્યોમાં રહેલા વિશેષ પદાર્થથી તથા યજ્ઞદત્ત આદિના આત્માઓથી ભિન્ન પણ છે. આથી તેમાં વિશેષરૂપતા પણ છે. જે રીતે આત્મામાં સામાન્યરૂપતા તથા વિશેષરૂપતા જોવા મળે છે, તે રીતે આકાશ, કાલ આદિ દ્રવ્યોમાં પણ સત્ત્વ, દ્રવ્યત્વ આદિની અપેક્ષાએ સામાન્યરૂપતા તથા અન્ય દ્રવ્ય, ગુણ આદિથી ભિન્ન હોવાના કારણે વિશેષરૂપતા હોય છે, તે સ્વયં વિચારી લેવી. (૧૧)
(તમે લોકોએ વિશેષપદાર્થનું લક્ષણ કરતાં કહ્યું છે કે..) તુલ્ય આકૃતિવાળા, તુલ્ય ગુણવાળા અને તુલ્ય ક્રિયાવાળા પરમાણુઓમાં, મુક્તાત્માના નિર્ગુણ આત્માઓમાં તથા મુક્ત જીવોથી મુક્ત થયેલા મનમાં જે કારણથી યોગીઓને “આ આનાથી વિલક્ષણ છે”, “આ આનાથી વિલક્ષણ છે આવો વિલક્ષણ પ્રત્યય થાય છે, તે અન્ય વિશેષ કહેવાય છે. અહીં પ્રત્યેકપરમાણુ આદિ આધારોમાં તુલ્યાકૃતિગુણક્રિયત્વ અને વિલક્ષણત્વ ઉભયને કહેતા તમે લોકો સ્વાદુવાદનું જ સ્થાપન કરો છો.
(કહેવાનો આશય એ છે કે વૈશેષિક વિશેષ નામના પદાર્થને સ્વીકારીને તેમના ગ્રંથોમાં લખે છે કે. પરમાણુઓમાં, મુક્તાત્માઓમાં તથા મુક્તાત્માઓથી નિવૃત્ત થયેલા મનોમાં (ઉપર કહ્યાનુસાર) આકૃતિ, ગુણ અને ક્રિયાની સમાનતા હોવા છતાં પણ “આ આનાથી વિલક્ષણ છે” આવો પ્રત્યય કરાવનાર વિશેષપદાર્થ છે. તે વિશેષના કારણે પરમાણુ આદિમાં વિલક્ષણતા આવે છે. આ રીતે વૈશેષિકો પરમાણુ આદિમાં (આકૃતિ આદિની અપેક્ષાએ) સામાન્યરૂપતા અને વિલક્ષણતા = વિશેષરૂપતાને સ્વીકારતા સ્યાદ્વાદનું જ સ્થાપન કરે છે.)
આ પ્રમાણે નૈયાયિકો અને વૈશેષિકો પોતાની જાતે જ પોતાના શાસ્ત્રવ્યવહારમાં)