________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक ५७, जैनदर्शन
-
६६९
=
એક અવયવીને ચિત્રરૂપ માનવું અયુક્ત છે. કોઈ વાદિએ કહ્યું પણ છે કે... જો એક છે, તો ચિત્ર અનેકરૂપવાળું કેવી રીતે હોઈ શકે ? જો ચિત્ર = અનેકરૂપવાળું છે, તો તેમાં એકતા કેવી રીતે હોઈ શકે ? એકતા અને ચિત્રતામાં તો વિરોધ છે. એક પણ કહેવું અને ચિત્ર પણ કહેવું અયુક્ત છે.
સમાધાન : રૂપને ચિત્ર માનવું અયુક્ત નથી. કારણકે ચિત્ર રૂપવાળા કારણોના સામર્થ્યથી થનારા રૂપને ચિત્ર માનવામાં કોઈ વિરોધ નથી. તથા લોકપ્રસિદ્ધ પ્રત્યક્ષ પ્રમાણથી આ વસ્તુ સર્વને અનુભવમાં આવે જ છે. (૨)
એક જ ધૂપદાનીના એક ભાગમાં શીતસ્પર્શ અને બીજા ભાગમાં ઉષ્ણસ્પર્શ હોય છે. જોકે (ધૂમદાનીરૂપ) અવયવીના અવયવો ભિન્ન હોવા છતાં પણ તે અવયવોનો અવયવી એક જ છે. તે અવયવીમાં જ પરસ્પર વિરોધી શીત અને ઉષ્ણસ્પર્શ પ્રાપ્ત થાય જ છે. વૈશેષિકોનો પણ આ પ્રમાણે સિદ્ધાંત છે કે... “એક જ પટાદિ અવયવીમાં એક ભાગમાં ચલરૂપતા ક્રિયા થવી, હલવું તથા બીજા ભાગમાં અચલ-સ્થિર રહેવું, એક ભાગમાં રક્તતા અને એક ભાગમાં અરક્તતા, એક ભાગમાં (બીજા કપડા દ્વારા) આવૃત્ત ઢંકાયેલ અને બીજા ભાગમાં અનાવૃત્ત, એમ અનેક વિરોધિધર્મોની ઉપલબ્ધિ થાય છે. છતાં પણ તેમાં વિરોધની કોઈ ગંધ નથી.” (૩)
=
=
તેઓ નિત્ય એક ઈશ્વરમાં જગતનું સર્જન કરવાની ઇચ્છા, જગતનો પ્રલય – સંહાર કરવાની ઇચ્છા, રજોગુણ-તમોગુણરૂપ સ્વભાવ તથા અનેક સાત્ત્વિક ભાવોને માને છે. તેમાં સ્પષ્ટ રીતે પરસ્પરવિરોધ છે. એક જ ઈશ્વરને પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, દિશા, કાલરૂપ અષ્ટમૂર્તિ માનવામાં સ્પષ્ટ રીતે વિરોધ છે. (અને છતાં પણ તમે એક ઈશ્વરમાં અનેકધર્મોનો સ્વીકાર કરી અનેકાંતવાદનું સમર્થન જ કરો છો.) (૪)
તમે એક આમળામાં કુવલય(કમળ)ની અપેક્ષાએ મહત્ત્વ અને બીલાની અપેક્ષાએ અણુત્વ, આ રીતે પરસ્પર વિરુદ્ધધર્મોને માનો છો. તે અનેકાંતવાદનું જ સમર્થન છે. (૫)
આ પ્રમાણે તમે એક શેરડીના સાંઠામાં કોઈક યજ્ઞમાં ઉપયોગી લાકડીની અપેક્ષાએ દીર્ઘત્વ અને વાંસની અપેક્ષાએ હ્રસ્વત્વ માનો છો, તે પણ અનેકાંતવાદનો જ સ્વીકાર છે. (૬) દેવદત્તાદિમાં પોતાના પિતાની અપેક્ષાએ લઘુતા અને પોતાના પુત્રની અપેક્ષાએ જેષ્ઠતા હોય છે. (૭)
અપરસામાન્યને સામાન્યવિશેષ કહો છો. અર્થાત્ અપ૨સામાન્ય એક વિશેષપ્રકારનો સામાન્ય છે. દ્રવ્યત્વ, ગુણત્વ અને કર્મત્વ, સત્તાની અપેક્ષાએ અપ૨સામાન્ય સામાન્યવિશેષ છે. દ્રવ્યત્વ પૃથ્વી આદિ નવે દ્રવ્યોમાં અનુગત હોવાથી સામાન્યરૂપ છે. તે દ્રવ્યત્વ ગુણ-કર્મથી