________________
षड्दर्शन समुशय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
६६७
પંક્તિનો ભાવાનુવાદ : જ્ઞાનવાદિ યોગાચારો પણ સ્વીકાર = જ્ઞાનાકાર અને અર્થકારને અભિન્ન માને છે. (જ્ઞાન જ ગ્રાહ્યપદાર્થના આકારમાં તથા ગ્રાહકજ્ઞાનના આકારમાં પ્રતિભાસિત થાય છે. તેથી) એક જ સંવેદનમાં (પરસ્પર) ભિન્ન એવા ગ્રાહ્યકાર અને ગ્રાહકાકારનો સ્વયં અનુભવ કરતા યોગાચારો કેવી રીતે સ્યાદ્વાદનું ખંડન કરે છે ? (૧). (સંવેદન માત્ર પરમાર્થત: ગ્રાહ્ય અને ગ્રાહક બંને પણ આકારોથી સર્વથા શૂન્ય નિરંશ છે. પરંતુ) સંવેદનની તે ગ્રાહ્ય-ગ્રાહક આકારવિકલતા સ્વપ્નમાં પણ તમારા વડે અનુભવાઈ નથી. અથવા તો સંવેદનની ગ્રાહ્યગ્રાહકાકારવિકલતાનો (અનુભવ થવા લાગે તો, તે) અનુભવમાં સર્વે જીવોને તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થતાં તાત્કાલિક જ મુક્ત થઈ જવાની આપત્તિ આવશે. કારણ કે “તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિ જ મુક્તિ છે” આ શાસ્ત્રવચન છે. અને સંવેદનની સંવેદનરૂપતા કથંચિત્ અનુભવમાં આવે જ છે. તેથી એક જ સંવેદનમાં અનુભૂતતા - અનનુભૂતતા ઉભયને માનવાવાળા બૌદ્ધો સંવેદનમાં પ્રતિભાસ થતા અનેકાંતવાદનો અપલાપ કરવા સમર્થ બનતા નથી. (૨) સર્વ જ્ઞાનોના સ્વસંવેદનની ગ્રાહ્યગ્રાહકાકારકશૂન્યતા આત્મામાં અનુભવાતી નથી. અને તેથી) સંવેદનરૂપતાનો અનુભવ થાય છે. (૩) આ રીતે (એક જ જ્ઞાન) વિકલ્પાત્મક અને અવિકલ્પાત્મક થતું છતું એકાંતવાદનું ખંડન કરનાર જ થાય છે. તથા એકસાથે અનેક અર્થનું અવભાસન કરનારા ગ્રાહ્યાકારમાં પણ ચિત્રરૂપતા આવે છે. (તે ગ્રાહ્યાકારગત ચિત્રરૂપતા) એકાંતવાદનું ખંડન કરે છે. (અનેકાંતવાદનું સ્થાપન કરે છે.) (૪).
नैयायिकैवैशेषिकैश्च यथा स्याद्वादोऽभ्युपजग्मे तथा प्रदर्श्यते । इन्द्रियसन्निकर्षादेधूमज्ञानं जायते, तस्माद्याग्निज्ञानम् । अत्रेन्द्रियसन्निकर्षादि प्रत्यक्षं प्रमाणं, तत्फलं धूमज्ञानं, धूमज्ञानं चाग्निज्ञानापेक्षयानुमानं प्रमाणम्, अग्निज्ञानं त्वनुमानफलम् । तदेव धूमज्ञानस्य प्रत्यक्षफलतामनुमानप्रमाणतां चोभयरूपतामभ्युपगच्छन्ति । एवमन्यत्रापि ज्ञाने फलता प्रमाणता च पूर्वोत्तरापेक्षया यथार्हमवगन्तव्या १ । एकमेव चित्रपटादेरवयविनो रूपं विचित्राकारमभ्युपयन्ति । न च विरोधमाचक्षते । तदुक्तं कन्दल्याम्-विरोधादेकमनेकस्वभावमयुक्तमिति चेत् ? न तथा च प्रावादुकप्रवाद:-“एकं चेत्तत्कथं चित्रं, चित्रं चेदेकता कुतः । एकं चैव तु चित्रं चेत्येतचित्रतरं 'मतम् ।।१।।” इति को विरोध इत्यादि । चित्रात्मनो रूपस्य नायुक्तता, विचित्रकारणसामर्थ्य भाविनस्तस्य सर्वलोकप्रसिद्धेन प्रत्यक्षेणैवोपपादित्वादित्यादि [प्रश० कन्द० पृ० ३०] २ । एकस्यैव
१ ततः, इति प्रत्यन्तरे.