________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
धूपकडुच्छकस्यैकस्मिन् भागे शीतस्पर्शः परस्मिंश्च भाग उष्णस्पर्शः । अवयवानां भिन्नत्वेऽप्यवयविन एकत्वादेकस्यैव द्वौ विरुद्धौ तौ स्पर्शो, यतस्तेषामेवं सिद्धान्तः “एकस्यैव पटादेश्चलाचलरक्तारक्तावृताऽनावृताद्यनेकविरुद्धधर्मोपलम्भेऽपि दुर्लभो विरोधगन्धः” इति ३ । नित्यस्येश्वरस्य सिसृक्षा संजिहीर्षा च, रजस्तमोगुणात्मको स्वभावौ, क्षितिजलाद्यष्टमूर्तिता च, सात्विकस्वभावाः परस्परं विरुद्धाः ४ । एकस्यामलकस्य कुवलयबिल्वाद्यपेक्षया महत्त्वमणुत्वं च विरुद्धे ५ । एवमिक्षोः समिद्वंसापेक्षया ह्रस्वत्वदीर्घत्वे अपि ६ । देवदत्तादेः स्वपितृसुतापेक्षया परत्वापरत्वे अपि ७ । अपरं सामान्यं नाम्ना सामान्यविशेष इत्युच्यते । सामान्यविशेषश्च द्रव्यत्वगुणत्वकर्मत्वलक्षणः । द्रव्यत्वं हि नवसु द्रव्येषु वर्तमानत्वात्सामान्यं, गुणकर्मभ्यो व्यावृत्तत्वाद्विशेषः । एवं गुणत्वकर्मत्वयोरपि सामान्यविशेषता विभाव्या । ततश्च सामान्यं च तद्विशेषश्चेति सामान्यविशेषः । तस्यैकस्य सामान्यता विशेषता च विरुद्धे ८ ।
६६८
ટીકાનો ભાવાનુવાદ :
નૈયાયિકો અને વૈશેષિકો જે પ્રમાણે સ્યાદ્વાદનો સ્વીકાર કરે છે, તે પ્રમાણે હવે બતાવાય છે. ઇન્દ્રિયાર્થસન્નિકર્ષાદિથી ધૂમજ્ઞાન ઉત્પન્ન થાય છે અને ધૂમજ્ઞાનથી અગ્નિજ્ઞાન ઉત્પન્ન થાય છે. અહીં ઇન્દ્રિય-સશિકર્ષાદિ પ્રત્યક્ષ પ્રમાણ છે. તેનું ફળ ધૂમજ્ઞાન છે તથા ધૂમજ્ઞાન અગ્નિજ્ઞાનની અપેક્ષાએ અનુમાનપ્રમાણ છે. પરંતુ અગ્નિજ્ઞાન અનુમાનફળ છે. તેથી આ પ્રમાણે ધૂમજ્ઞાનમાં પ્રત્યક્ષફળતા અને અનુમાનપ્રમાણતા ઉભયનો સમાવેશ થાય છે. આમ નૈયાયિકો એક ધૂમજ્ઞાનમાં ઉભયરૂપતાનો સ્વીકાર કરે છે. (તો કેવી રીતે અનેકાંતવાદનો પ્રતિક્ષેપ કરી શકે !)
આ પ્રમાણે અન્યત્ર પણ શાનમાં પૂર્વોત્તર અપેક્ષાએ જ્ઞાનતા અને પ્રમાણતા યથાયોગ્ય જાણવી. અર્થાત્ પૂર્વ-પૂર્વ સાધકતમ અંશોમાં પ્રમાણતા તથા ઉત્તરોત્તર સાધ્ય અંશોમાં ફળરૂપતા સમજી લેવી. આમ એક જ જ્ઞાનમાં પ્રમાણતા અને ફળરૂપતાનો સ્વીકાર કરવો તે અનેકાંતવાદનું જ સમર્થન કરે છે. (૧)
નૈયાયિકો એક જ અનેકરૂપવાળા પટાદિ અવયવીનું ચિત્ર-વિચિત્રરૂપ માને છે. એક જ અવયવીમાં ચિત્ર-વિચિત્રરૂપને માનવામાં તેઓ કોઈ વિરોધ બતાવતા નથી. તેથી જ ન્યાયકંદલીમાં (શ્રીધરાચાર્યે વિરોધપરિહાર કરતાં) કહ્યું છે કે...
શંકા : એક અવયવીમાં અનેક સ્વભાવો = રૂપો માનવામાં તો વિરોધ દૂષણ આવે છે. આથી