________________
षड्दर्शन समुझय भाग-२, श्लोक-५७, जैनदर्शन
સ્વભાવવાળો હોવાથી ભિન્ન-ભિન્નકાર્યોને ઉત્પન્ન કરી શકતો ન હોય, તો નિરંશ અને એક સ્વભાવવાળો અનિત્ય પદાર્થ પણ કેવી રીતે ભિન્ન-ભિન્ન કાર્યોને ઉત્પન્ન કરી શકશે ? "
(જો તમે એમ કહેશો કે) અનિત્ય પદાર્થ એક સ્વભાવવાળો હોવા છતાં પણ સહકારિ કારણોની ભિન્નતાના કારણે ભિન્ન-ભિન્નકાર્યોને ઉત્પન્ન કરી શકે છે. તો (અમે કહી શકીએ છીએ કે) એક સ્વભાવવાળો નિત્ય પદાર્થ પણ સહકારિતારણોની ભિન્નતાના કારણે ભિન્નભિન્નકાર્યોને ઉત્પન્ન કરી શકશે.
હવે જો તમે એમ કહશો કે અનિત્ય પદાર્થ નાનાસ્વભાવો દ્વારા ભિન્ન-ભિન્ન કાર્યોને કરે છે. તો અમે પણ કહીશું કે નિત્ય પદાર્થ પણ અનેક સ્વભાવો દ્વારા ભિન્ન-ભિન્ન કાર્યોને કરશે.
જો (તમે એમ કહેશો કે) નિત્ય પદાર્થ નાના સ્વભાવવાળો સંભવતો નથી, કારણકે કૂટનિત્યનો એક જ સ્વભાવ હોય છે – તો અમે પણ કહીશું કે અનિત્ય પદાર્થ પણ અનેક સ્વભાવવાળો સંભવતો નથી, કારણકે (તમે) તેને નિરંશ – એક સ્વભાવવાળો માન્યો છે.
તેથી વસ્તુને એકાંતે નિત્ય કે અનિત્ય માનવામાં સમાન દોષો હોવાથી વસ્તુને નિત્યાનિત્ય ઉભય સ્વરૂપ માનવી વધુ શ્રેષ્ઠ છે અને તેથી એકાંત નિત્ય પક્ષમાં તથા એકાંત અનિત્ય પક્ષમાં જે કોઈ દોષોનો સંભવ હતો, તે સર્વે દોષોના સમુહનો પરિહાર થાય છે.
(શંકા એકાંત નિત્ય પક્ષમાં તમે દોષો બતાવ્યા અને એકાંત અનિત્ય પક્ષમાં પણ તમે દોષો બતાવ્યા. તે દોષોને ટાળવા વસ્તુને નિત્યાનિત્ય સ્વરૂપ માની. તો અમારે કહેવું છે કે જે દોષો એકાંત નિત્ય અને એકાંત અનિત્યપક્ષમાં આવતા હતા, તે સર્વે દોષો નિત્યાનિત્યપક્ષમાં આવીને ઉભા રહેશે. એકાંત નિત્ય પક્ષમાં દા. ત. ૫૦ દોષો હોય અને એકાંત અનિત્ય પક્ષમાં ૫૦ દોષો હોય, તો નિત્યાનિત્ય પક્ષમાં તો ૧૦૦ દોષો આવીને ઉભા રહેશે ને ?
સમાધાનઃ તમારો આ માત્ર અજ્ઞાનનો વિલાસ છે. કારણ કે તમે પરમાર્થને સમજ્યા જ નથી. જેમ ગોળ (ઘુડ) કફ કરે છે અને સૂંઠ પીત્ત કરે છે. છતાં પણ તે બંનેના મિશ્રણમાંથી તૈયાર થયેલ ઔષધ (સૂંઢની ગોળી) કફ-પીત્ત બંનેનો નાશ કરે છે. તેમ વસ્તુને નિત્યાનિત્ય માનવાથી એકાંત બંને પક્ષમાં આવતા સઘળાયે દોષો નાશ પામે છે.) (૧૨).
ज्ञानवादिनोऽपि - ताथागताः स्वार्थाकारयोरभिन्नमेकं संवेदनं संवेदनाञ्च भिन्नौ ग्राह्यग्राहकाकारौ स्वयमनुभवन्तः कथं स्याद्वादं निरस्येयुः १ ? तथा संवेदनस्य ग्राह्यग्राहकाकारविकलता स्वप्नेऽपि भवद्भिर्नानुभूयते, तस्या अनुभवे वा सकलासुमतामधुनैव मुक्ततापत्तेः, तत्त्वज्ञानोत्पत्तिर्मुक्तिरिति वचनात् । अनुभूयते च संवेदनं