________________
षड्दर्शन समुशय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
६४५
किमेककालैकद्रव्याभावतः ४ उतैककालैकद्रव्यैकप्रदेशासंभवात् ५ । तत्राद्यो न युक्तः, यतो न हि शीतस्पर्शोऽनपेक्षितान्यनिमित्तः स्वात्मसद्भाव एवोष्णस्पर्शेन सह विरुध्यते, उष्णस्पर्शो वेतरेण, अन्यथा त्रैलोक्येऽप्यभावः स्यादनयोरिति । नापि द्वितीयः, एकस्मिन्नपि काले पृथक् पृथग्द्वयोरप्युपलम्भात् । नापि तृतीयः, एकस्मिन्नपि लोहभाजने रात्रौ शीतस्पर्शो दिवा चोष्णस्पर्शः समुपलभ्यते, न च तत्र विरोधः । नापि तुरीयः, धूपकडुच्छकादौ द्वयोरप्युपलम्भात् । पञ्चमोऽपि न घटते, यत एकस्मिन्नेव तप्तलोहभाजने स्पर्शापेक्षया यत्रैवोष्णत्वं तत्रैव प्रदेशे रूपापेक्षया शीतत्वम् । यदि हि रूपापेक्षयाप्युष्णत्वं स्यात्, तर्हि जननयनदहनप्रसङ्गः । नन्वेकस्य युगपदुभयरूपता कथं घटत इति चेत् ? न, यतो यथैकस्यैव पुरुषस्यापेक्षावशालघुत्वगुरुत्वबालत्ववृद्धत्वयुवत्वपुत्रत्वपितृत्वगुरुत्वशिष्यत्वादीनि परस्परविरुद्धान्यपि युगपदविरुद्धानि तथा सत्त्वासत्त्वादीन्यपि । तस्मान्न सर्वथा भावानां विरोधो घटते कथञ्चिद्विरोधस्तु सर्वभावेषु तुल्यो न बाधकः १। ટીકાનો ભાવાનુવાદ :
સમાધાન : (પરવાદિએ વસ્તુની અનેકાંતાત્મકતામાં જે વિરોધાદિદોષો આપ્યા હતા, તેના ખંડનની પ્રક્રિયા હવે ચાલું થાય છે. તેમાં પ્રથમ આપેલા વિરોધ દોષનો પરિહાર કરાય છે.)
(૧) પરવાદિઓ દ્વારા “જે જ વસ્તુ સતું હોય તે જ વસ્તુ અસતું કેવી રીતે હોય?” ઇત્યાદિ કથનથી અનેકાંતાત્મકતામાં જે વિરોધ દોષ આપ્યો હતો, તે માત્ર વચનરચનામાં જ રમણીય છે. પરમાર્થથી બકવાસ છે. (અહીં વિરોધદોષની જુદી-જુદી વ્યાખ્યાઓ કરી, તેમાંની એકપણ વિરોધદોષની વ્યાખ્યા અમારી વસ્તુની અનેકાંતાત્મકતામાં બાધક નથી, તે ક્રમશઃ બતાવાય છે.)
(i) જ્યારે વસ્તુમાં સત્ત્વ અને અસત્ત્વ બંને પ્રતીત થતા હોય, ત્યારે તેમાં વિરોધ કેવી રીતે હોઈ શકે ? અર્થાત્ એક જ વસ્તુમાં પ્રતીત થતા સત્ત્વ અને અસત્ત્વના વિરોધનો સંભવ નથી. કારણ કે વિરોધનું લક્ષણ અનુપલબ્ધિ છે. અર્થાત્ વિરોધ તેમાં હોય છે કે જે બેની એક સાથે અનુપલબ્ધિ થતી હોય. જેમ કે (વધ્યાસ્ત્રીના ગર્ભમાં બાળક હોતું નથી. તેથી) વલ્ગાસ્ત્રીના ગર્ભમાં બાળકનો વિરોધ હોય છે.
તથા (જે સમયે) સ્વરૂપની અપેક્ષાએ સત્ત્વ રહે છે, તે સમયે પરરૂપની દૃષ્ટિએ અસત્ત્વની અનુપલબ્ધિ થતી નથી કે જેથી સહ-અનવસ્થાનરૂપ વિરોધ થાય. એક જ વસ્તુમાં એક જ સમયે શીત અને ઉષ્ણ એકસાથે રહી શકતા નથી. તેથી તેમાં સહાનવસ્થાન = એકસાથે નહિ રહેવા નામનો વિરોધ આવે છે. પરંતુ સ્વરૂપની અપેક્ષાએ સત્ત્વ અને પરરૂપની અપેક્ષાએ અસત્ત્વને વસ્તુમાં રાખવાથી તાદશવિરોધ આવતો નથી.