________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
६४७
એકપ્રદેશમાં સાથે રહેવામાં વિરોધ છે ?
તેમાં “બંનેનું સ્વતંત્ર સ્વરૂપ હોવાથી સાથે રહેવામાં વિરોધ છે.” આ પ્રથમ પક્ષ યોગ્ય નથી. કારણકે... શીતસ્પર્શ પોતાના સ્વરૂપના માત્ર સભાવથી, અન્ય સમીપદેશ સંયોગ આદિ નિમિત્તોની અપેક્ષાવિના ઉષ્ણસ્પર્શનો વિરોધિ બનતો હોય તથા ઉષ્ણસ્પર્શ પણ પોતાના સ્વરૂપમાત્રના સદ્ભાવથી તાદશ અન્યનિમિત્તોથી નિરપેક્ષપણે શીતસ્પર્શનો વિરોધી બનતો હોય તો ત્રણે લોકમાં પણ તે બંને અભાવ થઈ જશે.
પિંક્તિનો અર્થ : તેમાં પ્રથમ પક્ષ યોગ્ય નથી, કારણકે શીતસ્પર્શને અન્યનિમિત્તોની અપેક્ષા વિના માત્ર પોતાના સ્વરૂપના સભાવથી ઉષ્ણસ્પર્શ સાથે વિરોધ નથી કે ઉષ્ણસ્પર્શને પણ અન્યનિમિત્તોથી નિરપેક્ષ માત્ર પોતાના સ્વરૂપના સદ્ભાવથી શીતસ્પર્શ સાથે વિરોધ નથી. અન્યથા (તે બંનેને તાદશવિરોધ હોય તો) ત્રણલોકમાં પણ તે બંનેનો અભાવ થઈ જશે. કારણકે.... શીતસ્પર્શ પોતાના સ્વરૂપના સદ્ભાવ માત્રથી ક્યાંય પણ રહીને ત્રણલોકમાં કોઈપણ સ્થાનમાં રહેલા ઉષ્ણસ્પર્શનો નાશ કરી દેશે અને ઉષ્ણસ્પર્શ પણ તે જ પ્રકારે શીતસ્પર્શનો નાશ કરી દેશે. તેથી બંનેનો પરસ્પર નાશ થતાં ત્રણલોકમાં પણ બંનેનો સર્વથા અભાવ સિદ્ધ થઈ જશે.]
એકકાલની અપેક્ષાએ વિરોધ સૂચવતો દ્વિતીયપક્ષ પણ યોગ્ય નથી. કારણકે એક જ કાલમાં બંનેનો પૃથફ-પૃથક સદ્ભાવ ઉપલબ્ધ થાય જ છે. (જેમકે. જે સમયે બરફ શીત છે, તે સમયે અગ્નિ ઉષ્ણ છે.).
એક દ્રવ્યની અપેક્ષાએ વિરોધવાળો તૃતીય પક્ષ પણ યોગ્ય નથી. અર્થાત્ એક દ્રવ્યરૂપ આધારની અપેક્ષાએ પણ સત્ત્વ-અસત્ત્વ ધર્મને વિરોધ નથી. કારણકે.. એક જ લોખંડના ભાજનમાં રાત્રે શીતસ્પર્શ અને દિવસે ઉષ્ણસ્પર્શ ઉપલબ્ધ થાય છે. તેથી એક દ્રવ્યમાં તે બંનેનો વિરોધ નથી.
એક દ્રવ્યમાં એક સમયે ઉભય ધર્મનો વિરોધ છે.” આ ચોથો પક્ષ પણ ઉચિત નથી. કારણકે... ધૂપદાની વગેરેમાં એકસમયે એકબાજું ઉષ્ણસ્પર્શ અને બીજીબાજું શીત સ્પર્શનો અનુભવ થાય જ છે.
“એક સમયમાં, એક દ્રવ્યમાં એક પ્રદેશમાં ઉભય ધર્મોનો વિરોધ છે.” આ પાંચમોપક્ષ પણ સંગત થયો નથી. કારણ કે એક જ તપેલા લોખંડના ભાજનમાં સ્પર્શની અપેક્ષાએ જે પ્રદેશમાં ઉષ્ણત્વ છે, તે જ પ્રદેશમાં રૂપની અપેક્ષાએ શીતત્વ છે. (તે તપેલા લોખંડના ભાજનમાં જ્યારે સ્પર્શની અપેક્ષાએ ઉષ્ણત્વ હોય છે, ત્યારે પણ) જો રૂપની અપેક્ષાએ ઉષ્ણત્વ હોય તો (તે ભાજનને જોતાં) માણસની આંખ બળી જવાની આપત્તિ આવશે.