________________
६५६
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
પણ સિદ્ધ મનાય છે.” - આ રીતે અન્ય સંસારી આત્માઓ અને સિદ્ધઆત્માઓમાં સીધો સ્વપર્યાયનો સંબંધ હોવાથી એકરૂપતા થઈ જશે અને તેનાથી ક્યાં તો સમસ્ત સંસારી જીવો સિદ્ધ બની જવાની આપત્તિ આવશે કે ક્યાં તો સિદ્ધાત્મા સંસારી બની જવાની આપત્તિ આવશે. અભેદ પક્ષમાં એકરૂપતા થાય છે. તેમાં સર્વે સંસારી બની જશે કે સર્વે મુક્ત બની જશે. જે કોઈને ઇષ્ટ નથી.)
આ રીતે અનેકાંતવાદમાં કરેલું કાર્ય પણ કથંચિતું નથી કરેલું, કહેલું વચન પણ કથંચિ નહિ કહેલું, ખાધેલું ભોજન પણ કથંચિત્ નહિ ખાધેલું “ઇત્યાદિ પરવાદિઓદ્વારા જે દૂષણો કહેવાયા છે, તે સર્વે પણ દૂષણોનું ખંડન થઈ જાય છે. (કારણ કે એક જ વસ્તુમાં ભિન્ન-ભિન્ન અપેક્ષાએ વિરોધીધર્મો રહી શકે છે.)
શંકાઃ તમે અમને બતાવો કે સિદ્ધાત્માઓને જે કર્મક્ષય થાય છે, તે એકાંતથી થાય છે કે કથંચિત્ થાય છે ?
સિદ્ધોને એકાંતે કર્મક્ષય થાય છે.” આ પ્રથમપક્ષ કહેશો તો અનેકાંતવાદની હાનિ થશે અને “સિદ્ધોને કથંચિત્ કર્મક્ષય થાય છે” આ દ્વિતીયપક્ષ કહેશો તો સિદ્ધોને પણ સર્વથા કર્મક્ષયનો અભાવ હોવાથી અસિદ્ધ બની જવાની આપત્તિ આવશે. જેમ સંસારિજીવોના કર્મોનો સર્વક્ષય થયો ન હોવાથી અસિદ્ધ કહેવાય છે, તેમ સિદ્ધોને પણ અસિદ્ધો કહેવાની આપત્તિ આવશે.
સમાધાન: સિદ્ધોદ્વારા પણ સ્વકર્મોનો ક્ષય સ્થિતિ, રસ અને પ્રકૃતિરૂપની અપેક્ષાએ કર્યો છે. પરંતુ કર્મપરમાણુમાત્રની અપેક્ષાએ ક્ષય કર્યો નથી. (કહેવાનો આશય એ છે કે સિદ્ધોદ્વારા પણ પોતાના આત્મા ઉપર લાગેલા કર્મપરમાણુઓની સ્થિતિનો, તે કર્મોમાં શુભાશુભ આદિ ફળ આપવાની શક્તિનો તથા પોતાના પ્રતિકર્મસ્વરૂપે પરિણમન કરવાના સ્વભાવનો અર્થાત્ (ઉદયમાં આવતાં જ્ઞાનાદિ આત્મગુણોને ઢાંકવાના સ્વભાવનો) નાશ કર્યો છે. સિદ્ધોએ તે કર્મપરમાણુઓને પોતાના આત્મામાં કર્મવરૂપે પરિણમન પામતા અટકાવ્યા છે. અર્થાત્ પોતાના આત્મામાં કર્મરૂપથી સંબંધ રહેવા દીધો નથી. પરંતુ પરમાણુરૂપ પુદ્ગલ દ્રવ્યનો ક્ષય કર્યો નથી.) કારણકે પરમાણુરૂપ પુદ્ગલ દ્રવ્યોનો ક્ષય કરવા માટે કોઈ અનંતશક્તિશાળી વ્યક્તિ પણ સમર્થ બનતી નથી. અન્યથા (પરમાણુરૂપ પુદ્ગલદ્રવ્યનો નાશ થતો હોય તો) મુગરાદિ દ્વારા ઘટાદિ પદાર્થોના પરમાણુઓનો સમૂલવિનાશ થઈ જશે અને તેનાથી કેટલાક કાલ પછી સર્વવસ્તુઓનો અભાવ થઈ જશે. (કારણ કે વસ્તુના ઉપાદાનકારણભૂત પરમાણુઓનો સમૂલનાશ થવાના કારણે વસ્તુઓની પુન:ઉત્પત્તિ થઈ શકશે નહિ, તેના યોગે સર્વવસ્તુઓનો અભાવ થઈ જશે. પરંતુ ત્યાં પણ મુગરાદિથી ઘટાદિ પર્યાયોનો નાશ થાય છે, પરંતુ પરમાણુઓનો નાશ નથી થતો, આવું સ્વીકારશો તો સર્વ વસ્તુઓના અભાવની આપત્તિ નહિ આવે.) આથી સિદ્ધોના કર્મક્ષયમાં પણ અનેકાંત જ સિદ્ધ થાય છે.