________________
६५४
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक ५७, जैनदर्शन
-
જગતની સમસ્ત વસ્તુઓ સ્વ-પર પર્યાયની અપેક્ષાએ સર્વાત્મક મનાયેલી છે. અર્થાત્ જગતની સઘળીયે વસ્તુઓ કોઈ વસ્તુની સાથે સ્વ-પર્યાયથી અને કોઈ વસ્તુની સાથે ૫૨-પર્યાયથી સંબંધ રાખે છે. આથી કોઈકની સાથે અસ્તિત્વરૂપે અને કોઈકની સાથે નાસ્તિત્વરૂપે સંબંધ હોવાથી સર્વવસ્તુઓ સર્વાત્મક મનાય છે. અન્યથા વસ્તુનું સ્વરૂપ જ ઘટી શકશે નહિ. (અહિં યાદ રાખવું કે પાણીનો પોતાની શીતલતા આદિની સાથે જો સ્વપર્યાયરૂપથી અસ્તિત્વાત્મક સંબંધ છે, તો અગ્નિ આદિની સાથે ૫૨-૫ર્યાયરૂપથી નાસ્તિત્વાત્મક સંબંધ પણ છે. છતાં પણ પાણી પાણીરૂપે સત્ છે, અગ્નિરૂપે તો અસત્ છે. તેથી પાણીનો અર્થ આત્મા અગ્નિમાં પ્રવૃત્તિ કરતો નથી.)
વળી ભૂત અને ભવિષ્યની ગતિથી = અપેક્ષાથી જલપરમાણુઓમાં પણ ભૂત-ભાવિ વહ્નિ પરિણામની અપેક્ષાએ વહ્નિરૂપતા છે જ. (કહેવાનો આશય એ છે કે... પુદ્ગલ દ્રવ્યનું વિચિત્ર પરિણમન હોય છે. જે અત્યારે જલરૂપે હોય છે, તે ભાવિમાં અગ્નિરૂપે પણ પરિણમન પામી શકે છે અને તે ભૂતકાલમાં અગ્નિરૂપે હતું તેવું પણ કહી શકાય છે. તેથી ભૂત-ભાવિ પર્યાયની અપેક્ષાએ જલમાં અગ્નિરૂપતા માનવામાં બાધ નથી.) ગરમ કરેલા પાણીમાં કથંચિત્ અગ્નિરૂપતા (પાણીની) સ્વીકારેલી જ છે.
જ્યારે સત્ત્વ અને અસત્ત્વ પ્રત્યક્ષબુદ્ધિમાં સ્પષ્ટતયા પ્રતિભાસ થાય છે, ત્યારે (તેમાં તમે આપેલી) પ્રમાણબાધાનો પ્રસંગ જ ક્યાં આવે છે ? દૃષ્ટ=પ્રત્યક્ષસિદ્ધ પદાર્થમાં અસંગતિનું નામનિશાન હોતું નથી. અન્યથા (= પ્રત્યક્ષસિદ્ધ પદાર્થમાં પણ અસંગતિને આગળ કરશો તો) દરેક ઠેકાણે પ્રમાણબાધાનો પ્રસંગ આવશે.
પ્રત્યક્ષસિદ્ધ પદાર્થના અભાવની કલ્પના કરવી પણ શક્ય નથી. કારણકે પ્રત્યક્ષસિદ્ધ પદાર્થનો અપલાપ કરવાથી અતિપ્રસંગ દોષ તથા પ્રમાણાદિ સર્વવ્યવહારોનો લોપ થાય છે. તેના યોગે જગતના સર્વપદાર્થોનો અભાવ સિદ્ધ થઈ જશે.
,
एतेन यदप्युच्यते "अनेकान्ते प्रमाणमप्यप्रमाणं सर्वज्ञोऽप्यसर्वज्ञः सिद्धो ऽप्यसिद्धः” इत्यादि, तदप्यक्षरगुणनिकामात्रमेव यतः प्रमाणमपि स्वविषये प्रमाणं परविषये चाप्रमाणमिति स्याद्वादिभिर्मन्यत एव । सर्वज्ञोऽपि स्वकेवलज्ञानापेक्षया सर्वज्ञः सांसारिकजीवज्ञानापेक्षया त्वसर्वज्ञः । यदि तदपेक्षयापि सर्वज्ञः स्यात्, तदा सर्वजीवानां सर्वज्ञत्वप्रसङ्गः, सर्वज्ञत्वस्यापि छाद्मस्थिकज्ञानित्वप्रसङ्गो वा । सिद्धोऽपि स्वकर्मपरमाणु संयोगक्षयापेक्षया सिद्धः परजीवकर्मसंयोगापेक्षया त्वसिद्धः । यदि तदपेक्षयापि सिद्धः स्यात्, तदा सर्वजीवानां सिद्धत्वप्रसक्तिः स्यात् । एवं " कृतमपि न कृतं, उक्तमप्यनुक्तं, भुक्तमप्यभुक्तं" इत्यादि सर्व यदुच्यते परैः, तदपि निरस्तमवसेयम् । ननु सिद्धानां कर्मक्षयः