________________
६५०
षड्दर्शन समुदय भाग - २, श्लोक-५७, जैनदर्शन
અનુમાન દ્વારા તે વ્યવસ્થામાં કોઈ વિરોધ નથી. પ્રત્યુત પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણ દ્વારા વસ્તુની અનેકાંતાત્મકતા સિદ્ધ થાય છે.
વળી પ્રમાણની દૃષ્ટિએ સત્ત્વમાં પણ સત્તાસત્ત્વની કલ્પના કરો, તેમાં અમને કોઈ વિરોધ નથી. કારણકે તેમાં કોઈ દોષ નથી. અર્થાત્ પ્રમાણની દૃષ્ટિએ સત્ત્વ પણ વસ્તુથી અભિન્ન હોવાના કારણે વસ્તુરૂપ જ થઈ જાય છે. તેથી સત્ત્વમાં પણ (જેમ વસ્તુમાં સત્ત્વ અને અસત્ત્વરૂપ ઉભયધર્મો હોય છે, તેમ સત્ત્વ વસ્તુરૂપ હોવાથી સત્ત્વમાં પણ) સત્ત્વ અને અસત્ત્વ ઉભયધર્મો માનવામાં કોઈ વિરોધ નથી. અને તેથી કોઈ દોષ નથી.
પ્રતિ શંકા : આમ માનવાથી તો અનંતધર્મો માનવારૂપ અનવસ્થા આવશે. પ્રતિ સમાધાન : આવી સ્થિતિમાં પણ અનવસ્થા દોષ બતાવવો નિરર્થક જ છે. કારણ કે તે અનવસ્થા = અનંતાધર્મોની કલ્પના તો (અનેકાંતની સાધક હોવાથી) અનેકાંતની ભૂષણ છે. દૂષણ નથી. કેમકે તાદશઅનંતધર્મોની કલ્પનારૂપ અનવસ્થા મૂલ અનેકાંતના સિદ્ધાંતની હાનિ કરતી નથી. પરંતુ ઉલટામાં અનેકાંતની માન્યતાને ઉદ્દીપન કરવામાં સહાયક બને છે. જે કલ્પનાઓની પરંપરાઓ મૂલવસ્તુની હાનિ કરે, તે જ કલ્પનાઓની પરંપરારૂપ અનવસ્થા દૂષણરૂપ છે. જેથી કહ્યું પણ છે કે.. અનવસ્થા દૂષણ મૂલ વસ્તુની હાનિ કરનાર છે. (કારણ કે તેનાથી મૂલ વસ્તુનો લોપ થઈ જાય છે.) વસ્તુના અનંતધર્મોની વિચારણામાં (આપણી બુદ્ધિ સમર્થ ન હોવાથી) એવી અશક્તિમાં પણ વસ્તુની વિચારણામાં અનંતા ધર્મોની જે પ્રમાણિત કલ્પના કરાતી હોય છે, તદુરૂપ) અનવસ્થા વારી શકાતી નથી. અર્થાત્ તાદશ અનવસ્થા હોવા છતાં તેનું નિરાકરણ કરી શકાય તેમ નથી. પરંતુ તાદશઅનવસ્થા (વસ્તુની અનેકાંતાત્મકતાને સિદ્ધ કરવામાં સાધક હોવાથી દૂષણરૂપ નથી,) ભૂષણરૂપ છે. તેથી જેમ જેમ સત્ત્વમાં પણ સત્ત્વાસત્ત્વની કલ્પના કરાય છે, તેમ તેમ અનેકાંતનું ઉદ્દીપન થાય છે. વસ્તુની અનેકાંતતા પ્રગટ થતી જાય છે. પરંતુ મૂલ વસ્તુની હાનિ થતી નથી. (અનેકાંતતાની ઉદ્દીપક અનવસ્થા કેવી રીતે ભૂષણરૂપ છે અને દૂષણરૂપ નથી, તે હવે બતાવાય છે.) સર્વ પદાર્થોમાં સ્વરૂપથી સત્ત્વ અને પરરૂપથી અસત્ત્વ છે. (તે સર્વે પદાર્થો પૈકી) આત્મામાં સામાન્યત: જ્ઞાન-દર્શનરૂપ ઉપયોગ જ સ્વરૂપ છે. કારણકે જીવનું (અસાધારણ) લક્ષણ ઉપયોગ છે. તે ઉપયોગથી ભિન્ન અનુપયોગ (કે જે અચેતનનું સ્વરૂપ છે, તે ચેતન એવા) જીવનું પરૂપ છે. (આ ઉપયોગ અને અનુપયોગથી સત્ત્વ અને અસત્ત્વનો વિચાર કરાય છે, ત્યારે) આત્મામાં ઉપયોગની અપેક્ષાએ સત્ત્વ અને અનુપયોગની દૃષ્ટિએ અસત્ત્વ પ્રતીત થાય છે.
(આત્માનો તે) ઉપયોગમાં પણ વિશેષત: જ્ઞાનોપયોગનું સ્વરૂપ છે સ્વ અને અર્થનો નિશ્ચય કરવો તે અને દર્શનોપયોગનું સ્વરૂપ છે નિરાકાર સામાન્ય આલોચન કરવું તે. તેનાથી વિપરીત ધર્મ પરરૂપ થશે. તેથી તે બંને દ્વારા તેમાં પણ સત્ત્વ અને અસત્ત્વનો વિચાર કરવો. જ્ઞાનમાં