________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
सत्त्वासत्त्वे । परोक्षस्यापि मतिज्ञानस्येन्द्रियानिन्द्रियनिमित्तं स्वार्थाकारग्रहणं स्वरूपं, अनिन्द्रियमात्रनिमित्तं श्रुतस्य स्वरूपं, प्रत्यक्षस्यापि विकलस्यावधिगनःपर्यायरूपस्य मनोऽक्षानपेक्षं स्पष्टार्थग्रहणं स्वरूपं, सकलप्रत्यक्षस्य सर्वद्रव्यपर्यायसाक्षात्करणं स्वरूपं, ततोऽन्यत्पररूपम् । ताभ्यां पुनरपि तत्रापि सदसत्त्वे प्रतिपत्तव्ये । एवमुत्तरोत्तरविशेषाणामपि स्वपररूपे तद्वेदिभिरभ्यूह्ये, तद्विशेषप्रतिविशेषाणामनन्त-त्वात् । एवं घटपटादिपदार्थानामपि स्वपरप्ररूपणा कार्या, तदपेक्षया च सत्त्वासत्त्वे प्रतिपाद्ये । एवं च वस्तुनः सत्त्वेऽपि सत्त्वासत्त्वकल्पनायामनेकान्तोद्दीपनमेव, न पुनः कापि લિ(ક્ષ)તિરિતિ | ટીકાનો ભાવાનુવાદ: વસ્તુની અનેકાંતાત્મકતામાં તમે આપેલો સંશયદોષ પણ યોગ્ય નથી. કારણ કે વસ્તુમાં (સ્વરૂપની અપેક્ષાએ સત્ત્વ અને (પરરૂપની અપેક્ષાએ) અસત્ત્વ સ્પષ્ટતયા પ્રતીત થાય છે. તેથી સંશય દોષ નથી. અસ્પષ્ટપ્રતીતિમાં જ સંશયદોષ આવે છે. જેમકે કોઈક પ્રદેશમાં થતી “આ પુરુષ છે કે સ્થાણું છે ?” આવી ચલિતપ્રતીતિ અસ્પષ્ટ હોવાના કારણે સંશય કહેવાય છે.
તથા અમારી વસ્તુની અનેકાંતાત્મકતામાં અનવસ્થા દોષ જે વ્યક્તિએ આપ્યો છે, તેણે ખરેખર ગુરુની ઉપાસનાદ્વારા જ્ઞાન મેળવ્યું હોય તેમ લાગતું નથી. કારણકે સત્ત્વ-અસત્ત્વ, નિત્યઅનિત્ય, આદિ વસ્તુના ધર્મો છે. પરંતુ તે ધર્મોના ધર્મો નથી. કહ્યું પણ છે કે... “ધર્મોના ધર્મો હોતા નથી, ધર્મો નિધર્મક હોય છે.” (શંકા : “ધર્મ ધર્મરૂપ જ છે.” આવો એકાંત માનવામાં તો અનેકાંતની હાનિ થઈ જાય છે.
સમાધાન :) “ધર્મ ધર્મરૂપ જ છે” આવો એકાંત માનવામાં અનેકાંતની હાનિ થતી નથી. કારણ કે અનેકાંત સમ્યગુ એકાંતનો અવિનાભાવિ હોય છે. અન્યથા (અર્થાત જો સમ્યગુ એકાંત ન જ હોય, તો તેની સાથે નિયતસાહચર્ય ધરાવતો સમુદાયરૂપ) અનેકાંત ઘટી શકશે નહિ. તથા એકદેશવાચિ નયની અપેક્ષાએ એકાંત અને સર્વદેશવાચિ પ્રમાણની અપેક્ષાએ અનેકાંત માનવામાં આવેલો છે. (કહેવાનો આશય એ છે કે જે એકાંત = એક ધર્મ વસ્તુના બીજા ધર્મોની અપેક્ષા રાખે છે. પરંતુ બીજા ધર્મોનું નિરાકરણ કરતો નથી તે સમ્યફ એકાંત કહેવાય છે અને તે જ સુનયનો વિષય બને છે. જે એકાંત અન્ય ધર્મોનું નિરાકરણ કરે છે તે મિથ્યા એકાંત કહેવાય છે અને તે દુર્નયનો વિષય બને છે. સમ્યગુ એકાંતોના સમુદાયોને જ અનેકાંત = અનેકાંત ધર્મવાળી વસ્તુ કહેવાય છે. તે અનેકાંતાત્મક વસ્તુ પ્રમાણનો વિષય બને છે.) તે પ્રમાણે જ દૃષ્ટ (પ્રત્યક્ષ) અને ઇષ્ટ (અનુમાન) દ્વારા અવિરુદ્ધવસ્તુની વ્યવસ્થા થાય છે. અર્થાત્ પ્રત્યક્ષ અને