________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
६४३
આ પ્રમાણે નિત્યત્વ-અનિત્યત્વ, અભિલાપ્ય-અનભિલાપ્ય ઇત્યાદિમાં પણ વિરોધદોષ આવે છે તે વિચારી લેવું. (૨) વસ્તુના સત્ત્વાસસ્વાત્મકતાનો સ્વીકાર કરવામાં (અર્થાત્ વસ્તુને સત્ અને અસતું ઉભયસ્વરૂપે માનવામાં) “આ વસ્તુ સતું છે કે અસત્ છે”–આવા પ્રશ્નમાં નિર્ણય થતો ન હોવાથી સંશય પેદા થાય છે. (આ સંશયનું નિરાકરણ કરવા માટે વિચારતાં, વળી બીજાદોષો આવે છે, તે હવે જણાવાય છે.) વસ્તુ જે અંશથી (સ્વરૂપથી) સત્ છે, (તે વસ્તુ) શું તે સ્વરૂપથી સતું જ છે કે સત્ત્વ અને અસત્ત્વ બંને જ ધર્મોવાળી હોય છે ?
જો ‘વસ્તુ જે સ્વરૂપથી સતુ છે, તે સ્વરૂપથી સત્ જ છે.”એમ પ્રથમ પક્ષ કહેશો તો સ્યાદ્વાદની હાનિ થશે. કારણકે વસ્તુને જે સ્વરૂપ સતુ છે, તે સ્વરૂપથી જ સત્ માનવાથી એકાંતવાદ થઈ જશે અને સર્વથા સત્ જ પક્ષ માનવાથી સ્યાદ્વાદ કેવી રીતે ટકી શકે ?
હવે જો “જે સ્વરૂપથી વસ્તુ સત્ છે, તે જ સ્વરૂપથી વસ્તુ સદસતું હોય છે.”—આ દ્વિતીય પક્ષ કહેશો તો અનવસ્થા દોષ આવશે, કારણકે ત્યાં પણ તે પ્રશ્ન ઉપસ્થિત થયા જ કરશે કે વસ્તુ જે રૂપથી સત્ છે, તે સ્વરૂપથી સત્ છે કે સદસતું છે ? જો સતું હોય તો સ્યાદ્વાદ હાનિ અને સદસતું હોય તો, તે જ પ્રશ્ન પુન: ઉપસ્થિત થશે. આ રીતે અપ્રમાણિતધર્મોની કલ્પના કરવાથી અનવસ્થા દોષ આવશે.
તે જ પ્રમાણે વસ્તુમાં જે અંશથી=સ્વરૂપથી ભેદ છે, તે જ સ્વરૂપથી વસ્તુમાં ભેદ છે કે તે જ સ્વરૂપથી વસ્તુમાં ભેદભેદ છે ?
પ્રથમપક્ષમાં સ્યાદ્વાદની હાનિ છે. કારણકે તે જ સ્વરૂપથી વસ્તુમાં ભેદ માનવાથી એકાંતવાદ થઈ જશે અને અનેકાંતવાદની હાનિ થઈ જશે. દ્વિતીય પક્ષમાં ઉપર જણાવ્યા પ્રમાણે અપ્રમાણિતધર્મોની કલ્પના કરવાથી અનવસ્થા દોષ આવે છે. આ રીતે નિત્ય-અનિત્ય, સામાન્ય-વિશેષ આદિમાં વિચારી લેવું.
(૪) સત્ત્વધર્મનું અધિકરણ અન્ય છે. અને અસત્ત્વધર્મનું અધિકરણ અન્ય છે. કારણકે જેમાં સત્ત્વ હોય તેમાં અસત્ત્વ ન હોય, પરંતુ તેનાથી અન્યમાં જ અસત્ત્વ હોય છે. આથી સત્ત્વ અને અસત્ત્વના અધિકરણ ભિન્ન બનતાં વૈયધિકરણ્ય દૂષણ આવે છે. (બે વિરોધિધર્મો એક અધિકરણમાં રહી શકતા નથી, તે અપેક્ષાએ આ દોષ આપ્યો છે.)
(૫) (તમે જૈનો વસ્તુના સત્ત્વ અને અસત્ત્વ બંને ધર્મોને કથંચિત્ અભિન્ન=તાદાભ્ય માનો છો. આથી) જે સ્વરૂપથી વસ્તુમાં સત્ત્વ છે, તે જ સ્વરૂપથી વસ્તુમાં સત્ત્વાસત્ત્વ હશે. કારણકે તમે વસ્તુના સત્ત્વ અને અસત્ત્વ ધર્મોને કથંચિત્ અભિન્ન માનો છે. તેથી વસ્તુમાં બંને ધર્મોની એકસાથે પ્રાપ્તિ થવાના કારણે સંકર દોષ આવે છે. તેથી કહ્યું પણ છે કે... “એક સાથે ઉભય ધર્મોની પ્રાપ્તિને સંકર કહેવાય છે.”