________________
६३४
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
અગોરસવ્રતવાળો દૂધ-દહીં ઉભયને ખાતો નથી, તેનાથી પણ વસ્તુ ત્રયાત્મક સિદ્ધ થાય છે. (અર્થાતુ જે વ્રતધારીએ આજે નિયમ કર્યો કે “આજે હું દૂધ જ પીઈશ' આવા પ્રકારના પયોવ્રતવાળો વ્યક્તિ દહીં ખાતો નથી. હવે જો દહી અવસ્થામાં દૂધનો વિનાશ થયો ન હોય તો, તે વ્યક્તિએ દહીંપણ ખાવું જોઈએ. કારણકે દહીંઅવસ્થામાં દૂધ વિદ્યમાન છે અને પોતાને દૂધ ખાવાનો નિયમ છે. પરંતુ તે વ્યક્તિ દહીં ખાતો નથી. આથી માનવું જ પડશે કે દહીં જામવાની અવસ્થામાં દૂધનો નાશ થયેલો જ છે. જે વ્રતધારીએ “આજે હું દહીં જ ખાઈશ” આવો નિયમ કર્યો છે તે વ્યક્તિ દૂધ ખાતો નથી. હવે જો દૂધ અવસ્થામાં દહીં નામની નવી અવસ્થાનો ઉત્પાદ થતો ન હોય તો (અને દૂધનું નામ જ દહીં હોય તો) દધિવ્રતવાળાએ દૂધપણ પીવું જોઈએ, કારણકે તેમાં નવાદહીં ઉત્પન્ન થવાની શક્યતા નથી. પરંતુ દહીંવતી દૂધ પીતો નથી. આથી માનવું પડશે કે દૂધથી ઉત્પન્ન થવાવાળું દહીં ભિન્નવસ્તુ છે અને દહીંનો ઉત્પાદ થાય છે. હવે જેને અગોરસ વ્રત છે અર્થાત્ દૂધ અને દહીં બંને ન ખાવાનો વ્રત છે. તે વ્યક્તિ બંનેને ખાતો નથી. કારણ કે ગોરસની સત્તા બંનેમાં પણ છે. જો ગોરસનામની એક અનુસૂતવસ્તુ દૂધ અને દહીમાં ન હોય તો, તેણે બંનેને પણ ખાવી જોઈએ. પરંતુ તે બંનેને ખાતો નથી. આથી ગોરસની બંનેમાં સ્થિતિ માનવી જોઈએ.) આ રીતે વસ્તુ ઉત્પાદાદિ ત્રણધર્મોવાળી સિદ્ધ થાય છે.”
परो हि वादीदं प्रष्टव्यः । यदा घटो विनश्यति तदा किं देशेन विनश्यति आहोस्वित्सामस्त्येनेति ? यदि देशेनेति पक्षः, तदा घटस्यैकदेश एव विनश्येत् न तु सर्वः, सर्वश्च स विनष्टस्तदा प्रतीयते, न पुनर्घटस्यैकदेशो भग्न इति प्रतीतिः कस्यापि स्यात्, अतो न देशेनेति पक्षः कक्षीकारार्हः । सामस्त्येन विनश्यतीति पक्षोऽपि न, यदि हि सामस्त्येन घटो विनश्येत्, तदा घटे विनष्टे कपालानां मृद्रूपस्य च प्रतीतिर्न स्यात्, घटस्य सर्वात्मना विनष्टत्वात् । न च तदा कपालानि मृद्रूपं च न प्रतीयन्ते, मार्दान्येतानि कपालानि न पुनः सौवर्णानीति प्रतीतेः, अतः सामस्त्येनेत्यपि पक्षो न युक्तः । ततो बलादेवेदं प्रतिपत्तव्यं, घटो घटात्मना विनश्यति कपालात्मनोत्पद्यते मृद्रव्यात्मना तु ध्रुव इति । तथा घटो यदोत्पद्यते, तदा किं देशेनोत्पद्यते, सामस्त्येन वा ? इत्यपि परः प्रष्टव्योऽस्ति । यदि देशेनेति वक्ष्यति तदा घटो देशेनैवोत्पन्नः प्रतीयेत न पुनः पूर्ण इति । प्रतीयते च घटः पूर्ण उत्पन्न इति । ततो देशेनेति पक्षो न क्षोदक्षमः । नापि सामस्त्येनेति पक्षः । यदि सामस्त्येनोत्पन्नः स्यात्, ततो मृदः प्रतीतिस्तदानीं न स्यात्, न च सा नास्ति, मार्दोऽयं न पुनः सौवर्ण इत्येवमपि प्रतीतेः । ततो घटो यदोत्पद्यते